Surat/ સનાતન ધર્મ જ્ઞાન ગોષ્ઠી કાર્યક્રમનું આયોજન

સનાતન ધર્મના મૂલ્યો સમાજમાં પ્રસ્થાપિત થાય રાષ્ટ્રની ઉન્નતિ થાય અને ભારતીય સનાતન સંસ્કૃતિનો દેશ અને વિદેશની ધરતી ઉપર ડંકો વાગે તેવી રીતે કાર્ય……….

Gujarat
હાર્દિક બન્યો મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન 44 સનાતન ધર્મ જ્ઞાન ગોષ્ઠી કાર્યક્રમનું આયોજન

@દિવ્યેશ પરમાર

Surat News: સુરતમાં સનાતન ધર્મ સંસ્થાન સેવા ટ્રસ્ટ ભારત દ્વારા સનાતન ધર્મ જ્ઞાન ગોષ્ઠી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દ્વારકા પીઠના જગતગુરુ શંકરાચાર્ય, વડતાલના લાલજી મહારાજ, ચાપરડા ના મુક્તાનંદજી મહારાજ સહિતના સાધુ સંતો હાજર રહ્યા હતા. જેમાં શંકરાચાર્યએ જણાવ્યું હતું કે દેવી-દેવતાઓના થતા અપમાન સામે પગલાં લેવામાં આવશે.

WhatsApp Image 2024 04 14 at 2.51.05 PM 1 સનાતન ધર્મ જ્ઞાન ગોષ્ઠી કાર્યક્રમનું આયોજન

સુરતના મીનીબજાર ખાતે આવેલા સરદાર સ્મૃતિ ભવન ખાતે સનાતન ધર્મ સંસ્થાન સેવા ટ્રસ્ટ ભારત દ્વારા સનાતન ધર્મ જ્ઞાનગોષ્ટિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શારદાપીઠ દ્વારકાના જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજ, મુક્તાનંદજી મહારાજ સાપરડા, વડતાલ લાલજી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજ, કણીરામ બાપુ દુધરેજ, હરિહરાનંદભારતી બાપુ જુનાગઢ, લલીતકિશોર ચરણદાસજી લીમડી વગેરે સુપ્રસિદ્ધ સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા.

મૂળ સંપ્રદાયના બંધારણથી અલગ પડીને શાસ્ત્રો અને સનાતન ધર્મના સિદ્ધાંતોથી વિપરીત જે દેવી-દેવતાઓનું અપમાન કરી રહ્યા છે તેઓનું સનાતન ના દરેક સંતો મહામંડલેશ્વરો અને આચાર્યઓ વખોડી કાઢે છે. સનાતન ધર્મના સંતો દ્વારા લીંબડી તથા જૂનાગઢ મુકામે ધર્મ સભામાં નિર્ણય કરીને સનાતન ધર્મ સંસ્થાન સેવા ટ્રસ્ટનું રજીસ્ટ્રેશન કરાવીને ગાંધીનગર મુકામે સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે. સંસ્થાના બધા અધિકારીઓની મીટીંગ થઈ અને તેમા નિર્ણય કરવામાં આવ્યો છે કે સનાતન ધર્મના દેવી-દેવતાઓ સંતો શાસ્ત્રોના વિષયમાં જે પણ વ્યક્તિ અભદ્રવાણી કે લખાણ કરશે તેની સામે આપણે બધા જ એક થઇને સનાતન ધર્મ સંસ્થાન સેવા ટ્રસ્ટ ભારત દ્વારા કાયદાકીય પગલાં લેવામાં આવશે. જે સરવાનુંમતે નક્કી કરવામાં આવેલ છે.

WhatsApp Image 2024 04 14 at 2.51.05 PM સનાતન ધર્મ જ્ઞાન ગોષ્ઠી કાર્યક્રમનું આયોજન

સનાતન ધર્મના મૂલ્યો સમાજમાં પ્રસ્થાપિત થાય રાષ્ટ્રની ઉન્નતિ થાય અને ભારતીય સનાતન સંસ્કૃતિનો દેશ અને વિદેશની ધરતી ઉપર ડંકો વાગે તેવી રીતે કાર્ય કરવા માટે જગતગુરુ શંકરાચાર્ય અને ઉપસ્થિત દરેક સંતોએ સમાજને હાકલ કરી છે. જગતગુરુ શંકરાચાર્યએ સાધુ સંતો વચ્ચે ચાલતી સમસ્યાઓને લઈને જણાવ્યું હતું કે, સનાતન ધર્મ સંસ્થાન સેવા ટ્રસ્ટ ભારતની સ્થાપના સાધુ સંતો વચ્ચે ચાલતી સમસ્યાઓના નિરાકરણ માટે કરવામાં આવી છે. જે આવી ગયા છે તેમની સાથે નિરાકરણ થઈ ગયું છે અને જે આવશે તેને ગળે લગાવીને આવકારવામાં આવશે.વધુમાં જણાવ્યું હતું કે, અમારે માત્ર એટલું જ કહેવું છે કે દેવી દેવતાઓનું અપમાન ન થવું જોઈએ. પાઠ્યપુસ્તકો સહિતની જગ્યાઓ પર જ્યાં પણ દેવી-દેવતાઓનું અપમાન થઇ રહ્યું છે તે હટાવવા માટેની કાર્યવાહી કરવામાં આવશે. આ સાધુ સંતોનું શક્તિ પ્રદર્શન હોવાનો પ્રશ્ન કરવામાં આવતા શંકરાચાર્યજીએ જણાવ્યું હતું કે આ શ્રદ્ધાનું પ્રદર્શન છે કોઈ શક્તિ પ્રદર્શન  આ શ્રદ્ધાનું પ્રદર્શન છે. આ સનાતન ધર્મ જ્ઞાન ગોષ્ઠીને સનાતન ધર્મનો કાર્યક્રમ છે કોઈ રાજકીય પાર્ટીનો કાર્યક્રમ નથી. ચૂંટણી સાથે આ કાર્યક્રમને ન જોડીએ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં જુદા જુદા સ્થળોએ અકસ્માતથી મોત થયાની ઘટના

આ પણ વાંચો:સુરતના બામરોલીમાં મહારાજ પ્રોસેસિંગ મિલમાં બ્લાસ્ટથી એક વ્યકિતનું મોત

આ પણ વાંચો:રતનપરમાં મહાસંમેલન પૂર્વે ક્ષત્રિય સમાજના આગેવાનોની અટકાયત કરાઈ