Not Set/ રામ મંદિર વિવાદ: આજે સુપ્રીમ કોર્ટની આ ૫ જજની બેંચ શરુ કરશે સુનાવણી

અયોધ્યામાં રામ મંદિર વિવાદ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનવણી શરુ થઇ છે. હવે પછીની સુનાવણી ૨૯ જાન્યુઆરીએ થશે. સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય બેંચ અતિ સંવેદનશીલ એવા અયોધ્યામાં રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદ ભૂમિ વિવાદ મામલે આજે સુનાવણી કરવાની છે. આ પેનલ અલાહાબાદ હાઈકોર્ટે આપેલા ચુકાદા વિરુદ્ધ દાખલ થયેલી અરજી પર સુનાવણીને  હાથ ધરશે. ચીફ […]

Top Stories India Trending
supreme court 1531134696 રામ મંદિર વિવાદ: આજે સુપ્રીમ કોર્ટની આ ૫ જજની બેંચ શરુ કરશે સુનાવણી

અયોધ્યામાં રામ મંદિર વિવાદ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનવણી શરુ થઇ છે. હવે પછીની સુનાવણી ૨૯ જાન્યુઆરીએ થશે.

સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય બેંચ અતિ સંવેદનશીલ એવા અયોધ્યામાં રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદ ભૂમિ વિવાદ મામલે આજે સુનાવણી કરવાની છે.

આ પેનલ અલાહાબાદ હાઈકોર્ટે આપેલા ચુકાદા વિરુદ્ધ દાખલ થયેલી અરજી પર સુનાવણીને  હાથ ધરશે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી આ પાંચ જજોની બંધારણીય પેનલના અન્ય સભ્યોમાં જસ્ટિસ એસ એ બોબડે, જસ્ટિસ એન વી રમણ, જસ્ટિસ ઉદય યૂ લલિત, જસ્ટિસ ધનંજય વાય ચંદ્રચૂડ સામેલ છે.

સુપ્રીમ કોર્ટની 3 સભ્યનોની પેનલે ગયા વર્ષે 27 ડિસેમ્બરના રોજ 2:1 ના બહુમતથી મામલાને સુપ્રીમ કોર્ટના 1994ના એક ચૂકાદામાં કરાયેલી તે ટિપ્પણીને પુર્નવિચાર માટે પાંચ સભ્યોની બંધારણીય બેંચ  પાસે મોકલવાની ના પાડી દીધી હતી જેમાં કહેવાયું હતું કે મસ્જિદ ઈસ્લામનો અભિન્ન અંગ નથી. આ મામલો અયોધ્યા ભૂમિ વિવાદ મામલે સુનાવણી દરમિયાન ઉઠ્યો હતો.

અયોધ્યામાં  ભગવાન રામની જન્મભૂમિ અને બાબરી મસ્જીદ વિવાદને અલીને ૨.૭૭ એકર જમીનના મામલે ઇલાહાબાદ હાઇકોર્ટે ૨૦૧૦માં ચુકાદો આપ્યો હતો. ૩૦ સપ્ટેમ્બર, ૨૦૧૦ના ૨:૧ના બહુમતના નિર્ણય વિરુદ્ધ ૧૪ અપીલ દાખલ કરવામાં અવી હતી. દેશની ઉચ્ચ ન્યાયાલયના આ નિર્ણયમાં વિવાદિત ભૂમિ સુન્ની વક્ફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામ લ્લા વિરાજમાન વચ્ચે બરાબર વહેચી લેવા માટેનો આદેશ આપ્યો હતો.