Ram Mandir Pran Pratishtha/ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા :  અમિતશાહ, જે.પી.નડ્ડા અને લાલ કૃષ્ણ અડવાણી જેવા ભાજપના વરિષ્ઠ નેતાઓ સમારોહમાં નહી આપે હાજરી

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં અમિતશાહ ઉપરાંત ભાજપના એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ, જે.પી નડ્ડા,  લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને રવિશંકર પ્રસાદ પણ આજે અયોધ્યામાં હાજરી આપવાના બદલે જીવંત પ્રસારણ નિહાળશે.

Top Stories India Uncategorized
Mantay 95 રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા :  અમિતશાહ, જે.પી.નડ્ડા અને લાલ કૃષ્ણ અડવાણી જેવા ભાજપના વરિષ્ઠ નેતાઓ સમારોહમાં નહી આપે હાજરી

આજે સમગ્ર દેશવાસીઓની નજર અયોધ્યા પર છે. આજે 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામના બાળસ્વરૂપ રામલલાની મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સમારોહના મુખ્ય યજમાન છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ રામ મંદિર નિર્માણનું સંચાલન કરી રહ્યું છે. આ ટ્રસ્ટ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના તમામ કાર્યક્રમોનું આયોજન થયું છે. રામ મંદિરમાં રામ લલાના અભિષેકમાં વીઆઈપી મહેમાનો સહિત લગભગ 7 હજાર લોકો હાજરી આપશે. આ સમારોહમાં હાજરી આપવા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા તમામ મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ભાજપના ઘણા વરિષ્ઠ નેતાઓ તેમના વિવિધ કાર્યક્રમોના કારણે હાજરી આપી શકશે નહિ.

અમિત શાહ આજે અયોધ્યા નથી જઈ રહ્યા, પરિવાર સાથે આ મંદિરમાં કરશે પૂજા; જાણો કોણ ક્યાં રહેશે

અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું ભવ્ય આયોજન થયું છે. આજે અયોધ્યામાં થનાર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજરી નહી આપે. અમિત શાહ તેમના પરિવાર સાથે બિરલા મંદિરમાં હાજર રહેશે અને લગભગ ત્રણ કલાક સુધી સમારોહનું લાઇવ-સ્ટ્રીમિંગ નિહાળશે. તેમજ રાજધાની દિલ્હીમાં બિરલા મંદિરના રોડ પર માટીના દીવા પ્રગટાવીને પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની દિવાળી જેમ ની ઉજવણી કરવામાં આવશે.

Ayodhya, Ram Mandir - India TV Hindi

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ ઉપરાંત ભાજપના એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ, જે.પી નડ્ડા,  લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને રવિશંકર પ્રસાદ પણ આજે અયોધ્યામાં હાજરી આપવાના બદલે જીવંત પ્રસારણ નિહાળશે. વધુ પડતી ઠંડી હોવાના કારણે લાલકૃષ્ણ અડવાણી અયોધ્યા નહિ જાય તેવો તેમના તરફથી જવાબ આપવામાં આવ્યો છે. જ્યારે એકનાથ શિંદે જણાવ્યું કે તેઓ 22 જાન્યુઆરી બાદ પોતાના ખાસ જૂથ સાથે મંદિરની સેવા કરવા પંહોચશે. જ્યારે જે.પી.નડ્ડા ભાજપના કાર્યકરો સાથે જીવંત પ્રસારણ નિહાળશે.

આ સમારોહમાં દેશ-વિદેશથી મહેમાનોનું અયોધ્યામાં આગમન થશે. 500 વર્ષની લડાઈનો આજે અંત આવ્યો છે. શ્રી રામજન્મભૂમિને લઈને લાંબો સમય વિવાદ ચાલ્યો હતો. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ રામ મંદિર નિર્માણ કાર્યનો આરંભ થયો. અને આજે દેશવાસીઓની આતુરતાનો અંત આવ્યો છે. આજનો દિવસ ભારતના ઇતિહાસ માટે મહત્વનો બની રહેશે. અયોધ્યામાં આજે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની ઉજવણી થઈ રહી છે. સાથે દેશમાં પણ મોટાપાયે રામભક્તો દ્વારા આ સમારોહની ઉજવણી ખાસ બનાવવા પોતાના વિસ્તારમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આજે દેશમાં દિવાળી જેવો માહોલ છે. આ ભવ્ય ઉજવણીમાં ભાજપના મહત્વના નેતાઓ અયોધ્યામાં હાજર રહેવાના બદલે દેશના અન્ય મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું જીવંત પ્રસારણ નિહાળશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પત્ર/રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા રાષ્ટ્રપતિએ લખ્યો PM મોદીને પત્ર,જાણો શું લખ્યું…

આ પણ વાંચો:ન્યાય યાત્રા/કોંગ્રેસની ન્યાય યાત્રામાં ફરી હંગામો, ‘રાહુલ ગાંધી ગો બેક’ના નારા લાગ્યા!