બળાત્કાર/ રંગીલું રાજકોટ થયું કલંકિત સગા માસાએ જ 6 વર્ષની માસુમ સાથે આચર્યું દુષ્કર્મ

રાજકોટમાં સગા માસાએ જ ભાણેજ સાથે દુષ્કર્મ આચરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. હાલ આ મામલે પોલીસે આરોપી સામે પોકસોની કલમ હેઠળ કાર્યવાહી કરી છે.

Gujarat Rajkot
દુષ્કર્મ

રંગીલા રાજકોટમાં દિવસેને દિવસે ક્રાઈમની ઘટનાઓ સતત વધી રહી છે. હત્યા, આત્મહત્યા અને બાળાત્કાર જેવી ઘટના એક પછી એક સામે આવી રહી છે તો આવમાં વધુ એક બળાત્કારની ઘટના સામે આવી છે. શહેરના શાપર વેરાવળ વિસ્તારમાં સંબંધોને કલંકિત કરતી ઘટના સામે આવી છે. અહીં સગા માસાએ જ ભાણેજ સાથે દુષ્કર્મ આચરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. હાલ આ મામલે પોલીસે આરોપી સામે પોકસોની કલમ હેઠળ કાર્યવાહી કરી છે.

આ મામલે મળતી માહિતી અનુસાર, રાજકોટના શાપર વેરાવળ વિસ્તારમાં આવેલ જલગંગા નામના કારખાનાની ઓરડીમાં રહેતા એક પરિણીતાએ ફરિયાદમાં આરોપી તરીકે વિક્રમ ઠાકરશી મકવાણાનું નામ આપ્યું હતું તેણે જણાવ્યું કે, ગઈકાલે રાત્રીના સમયે જલગંગા કારખાનામાં છ વર્ષની બાળકીને મોબાઈલમાં ફિલ્મ બતાવવાની લાલચ આપી રૂમની ઓરડીમાં લઇ જઇદુષ્કર્મ ગુજાર્યું હતું. જે બાદ પોલીસે આરોપી સામે પોકસોની કલમ હેઠળ કાર્યવાહી કરી છે.

પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,પોતે પરિવાર સાથે કારખાનાની ઓરડીમાં રહે છે.પતિ મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.તેમની ઓરડી જ્યાં છે ત્યાં સામે જ સગી બહેન પણ તેમના પતિ સાથે રહે છે.તાં.30/07ના રોજ પરિણીતા ઉપરના માળે મોબાઈલ પર વાતચીત કરી રહી હતી અને પતિ બીમાર હોય જેથી તેઓ ઘરમાં સુતા હતા. ત્યારે છ વર્ષની દીકરી ઉપરના માળેથી નીચે તેમના માસીના રૂમ પાસે આવતા ત્યાં તેમના માસા વિક્રમે મોબાઈલ બતાવી તેમાં ફિલ્મ બતાવવાની લાલચ આપી ઓરડીમાં લઇ ગયો હતો અને ઓરડીનો દરવાજો બંધ કરી દુષ્કર્મ આચર્યું હતું.

આ ઘટના ત્યારે સામે આવી જયારે બાળકીને માતા ફોન પર વાત પૂરી કરીને નીચે આવી અને ત્યારે ઓરડીમાંથી બાળકીના રડવાનો અવાજ આવી રહ્યો હતો જયારે માતાએ ઓરડીનો દરવાજો ખાખડાવતા દરવાજો ખુલ્યો નહોતો અને જેથી બારીમાંથી ઓરડીની અંદર જોતા વિક્રમ કઢંગી હાલતમાં પડ્યો હતો. જેથી માતાએ બુમાબુમ કરતા આજુબાજુની ઓરડીમાં રહેતા લોકો દોડી આવ્યા હતા. તેમજ ફરિયાદી પરિણીતાની બહેન પણ ત્યાં આવી પહોંચી હતી. તેમજ વિક્રમને મેથીપાક ચખાડ્યો હતો.

આ પણ વાંચો:અદાણીએ ફરી એકવાર CNG-PNGના ભાવમાં વધારો કર્યો,જાણો નવા ભાવ

આ પણ વાંચો:  ગુજરાતના હરમિત દેસાઈએ ગોલ્ડ જીતતા PM સહિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ

આ પણ વાંચો:કોસંબામાં 70વર્ષના વૃદ્ધ મહિલા સાથે 21 વર્ષના યુવકે ગુજાર્યો બળાત્કાર, થયું મોત