Not Set/ રણવીર સિંહ થયો ઇમોશનલ,મારા જીવનમાં આવેલી સૌથી ખુબસુરત વ્યક્તિ એટલે દિપીકા

મુંબઇ, રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ લાંબા સમય સુધી રિલેશનમાં રહ્યા બાદ ગયા વર્ષે નવેમ્બરમાં જ બંનેએ ઇટાલીના એક રિસોર્ટ પર લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ દીપવીરની કેટલીય તસવીરો અને વીડિયો સામે આવ્યા જેમાં તેમની રોમેન્ટીક કેમેસ્ટ્રી જોવા મળી હતી. રણવીર અને દિપીકા  એકબીજા માટે જ સર્જાયા હોય તેવું લાગે છે.રણવીરે હમણાં જ દિપીકા […]

Trending Entertainment
deepika 1 રણવીર સિંહ થયો ઇમોશનલ,મારા જીવનમાં આવેલી સૌથી ખુબસુરત વ્યક્તિ એટલે દિપીકા

મુંબઇ,

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ લાંબા સમય સુધી રિલેશનમાં રહ્યા બાદ ગયા વર્ષે નવેમ્બરમાં જ બંનેએ ઇટાલીના એક રિસોર્ટ પર લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ દીપવીરની કેટલીય તસવીરો અને વીડિયો સામે આવ્યા જેમાં તેમની રોમેન્ટીક કેમેસ્ટ્રી જોવા મળી હતી.

રણવીર અને દિપીકા  એકબીજા માટે જ સર્જાયા હોય તેવું લાગે છે.રણવીરે હમણાં જ દિપીકા માટે ખાસ કલમ ઉઠાવીને લખ્યું કે મારી લાઇફમાં આવેલી સૌથી સુંદર વ્યક્તિ દિપીકા છે.

દીપિકા પાદુકોણે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો અને આ દિવસે દિપીકાએ તેના ફેન્સ માટે પોતાની ઓફિશિયલ વેબસાઇટwww.deepikapadukone.com લૉન્ચ કરી હતી. આ વેબસાઇટ પર હવે રણવીર સિંહે દીપિકા પાદુકોણ માટે એક ઇમોશનલ મેસેજ લખ્યો છે.

રણવીર સિંહે દિપીકા પાદુકોણની વેબસાઇટ પર લખ્યું છે કે, દીપિકા એક સારી વ્યક્તિ છે. હું આ વાત એટલે  નથી કહી રહ્યો કારણ કે તે મારી પત્ની છે. તેના માટે મારી કેવી લાગણીઓ છે તે કહેવા માટે મારી પાસે શબ્દો નથી. હું એટલું જરૂરથી કહી શકું કે હું તેની સાથે બીજા કરતાં વધારે ક્લોઝ છું. હું તેને પર્સનલ અને પ્રોફેશનલ એમ બંને રીતે ઓળખું છું

દિપીકાના દિલથી વખાણ કરતાં રણવીર સિંહે વધુમાં લખ્યું છે કે દીપિકા પ્રેમ, દયા, બુદ્ધિ તેમજ સુંદરતાની સમનવય છે. અને તેની આ જ ખુબીઓએ તેને વિશ્વની શ્રેષ્ઠ એક્ટ્રેસ બનાવી છે. તેનું કામ પ્રત્યેનું ડીસિપ્લિન અને કમિટમેન્ટ બેજોડ છે. દીપિકાની સફળતાઓએ સમયને બદલી નાખ્યો છે.

રણવીર સિંહે લખ્યું હતું કે હું જ્યારે જ્યારે તેને જોઉં છું ત્યારે મંત્રમુગ્ધ થઇ જાઉ છું અને વિચારું છું કે તે કેટલી સારી વ્યક્તિ છે. હું દુનિયાનો સૌથી વધારે પ્રાઉડ પતિ છું. તેણે મને બેસ્ટમેન બનવા માટે પ્રેર્યો છે. તેણે મારા જીવનને સફળ બનાવ્યું છે. તે મારી જીવનમાં રોશની સમાન છે.

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્ન થયાના ત્રણ મહિના પૂરા થવા આવ્યા છે. લગ્ન બાદ તેઓ પાંચ વાર ભવ્ય રિસેપ્શન પણ આપી ચૂક્યા છે. બંનેએ ઇટલીમાં નજીકના મિત્રો અને સંબંધીઓની હાજરીમાં લગ્ન કર્યા હતા. આ લગ્ન સિંધી અને કોંકણી એમ બંને રીતિ-રિવાજથી થયા હતા. જેની તસવીરો બંનેએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કરી હતી