Crime/ વડોદરામાં 55 વર્ષીય મહિલા સાથે દુષ્કર્મની ઘટના

વડોદરાના ખોડીયારનગર વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. શુક્રવારના રોજ આ મહિલા ઘરોમાં કામ કરવા તપાસ કરી રહી હતી. દરમિયાન નજીકમાં ઉભા રહેલા વકીલ પઠાણ નામના રિક્ષાચાલકે મહિલાનો મોબાઈલ નંબર લીધો હતો. ત્યારબાદ રિક્ષાચાલકે તેને ફોન…..

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 02 19T133521.681 વડોદરામાં 55 વર્ષીય મહિલા સાથે દુષ્કર્મની ઘટના

@ નિકુંજ પટેલ

Vadodara News : વડોદરામાં 55 વર્ષીય મહિલા પર દુષ્કર્મની ચકચારી ઘટના બની છે. મહિલા ઘરોમાં કામ કરવા માટે તપાસ કરી રહી હતી. દરમિયાન એક રિક્ષાચાલકે તેનો મોબાઈલ નંબર લીધો અને અડધો કલાક બાદ ફોન કરીને મહિલાને બંગલોમાં કામ અપાવવાને બહાને બોલાવી હતી. જ્યાં ત્રણ જણાએ તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધીને ત્રણેય શખ્સોની ધરપકડ કરી છે.

વડોદરાના ખોડીયારનગર વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. શુક્રવારના રોજ આ મહિલા ઘરોમાં કામ કરવા તપાસ કરી રહી હતી. દરમિયાન નજીકમાં ઉભા રહેલા વકીલ પઠાણ નામના રિક્ષાચાલકે મહિલાનો મોબાઈલ નંબર લીધો હતો. ત્યારબાદ રિક્ષાચાલકે તેને ફોન કરીને બંગલોમાં કામ અપાવવાને બહાને બોલાવી હતી. બાદમાં તે મહિલાને રિક્ષામાં બેસાડીને છાણી વિસ્તારમાં એક અવાવરૂં જગ્યાએ લઈ ગયો હતો. જ્યાં તેના મિત્રો શકીલ અહમદ પઠાણ અને ચમન પઠાણ પહેલેથી જ હાજર હતા.

મહિલાને શંકા જતા તેણે વિરોધ કર્યો તો આરોપીઓ તેને ખેંચીને નજીકની અવાવરૂં જગ્યાએ લઈ ગયા હતા. જ્યાં તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં મહિલાએ આ બાબતે તેની દીકરીને જાણ કરી હતી. બાદમાં આ અંગે એફઆઈઆર નોંધાવવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક ચાર ટીમો બનાવીને આરોપીઓની શોધ હાથ ધરી હતી.

આ સંદર્ભે ડીસીપી એમ.પી. ભોજાનીએ જણાવ્યું કે રિક્ષાચાલકે મહિલાને કામ અપાવવાને બહાને બોલાવીને તેના મિત્રો સાથે મહિલા સાથે દુષ્કર્મ કર્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ ભરથાણા ટોલનાકા પાસેથી જંગી કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો

આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ