Not Set/ રાજ્યમાં બાળકીઓ ક્યાં સુધી બનશે દુષ્કર્મનો ભોગ? વંથલીમાં 9 વર્ષની બાળકી પર બળાત્કાર

ગુજરાત અને ભારત મા દિન પ્રતીદીન મહીલા અને બાળકો પર જાતિય સતામણી ના કિસ્સાઓ વધી રહ્યા છે. હાલ જ ઉત્તર પ્રદેશના હાથરસ મા માનવતા મરી પરવરી હોય તેવી ઘટના સામે આવી હતી.

Gujarat Others
13 years old girl રાજ્યમાં બાળકીઓ ક્યાં સુધી બનશે દુષ્કર્મનો ભોગ? વંથલીમાં 9 વર્ષની બાળકી પર બળાત્કાર

@વૈશાલી કગરાણા, મંતવ્ય ન્યૂઝ – જૂનાગઢ

  • વંથલી મા 9 વર્ષ ની બાળકી પર બળાત્કાર 
  • બાળકી ના મામાની દિકરી ના દિકરા એ ગુજાર્યો બળાત્કાર 
  • બાળકી હાલ જૂનાગઢ ની સિવિલ હોસ્પીટલે સારવાર હેથળ
  • ગણતરી ની મિનીટો મા જ વંથલી પોલીસે આરોપી ને દબોચી લીધો

ગુજરાત અને ભારત મા દિન પ્રતીદીન મહીલા અને બાળકો પર જાતિય સતામણી ના કિસ્સાઓ વધી રહ્યા છે. હાલ જ ઉત્તર પ્રદેશના હાથરસ મા માનવતા મરી પરવરી હોય તેવી ઘટના સામે આવી હતી. ત્યારે ગુજરાતમા પણ દિન પ્રતિદીન બળાત્કાર ની જધન્ય ઘટનાઓ સામાન્ય બની ગઇ હોય તેમ રોજ અનેક કિસ્સાઓ પ્રકાશ મા આવી રહ્યા છે ત્યારે આવી જ એક ઘટના જુનાગઢ જિલ્લા ના વંથલી તાલુકા મા જાણવા મળી છે.

આ પણ વાંચો : હનીટ્રેપનો મામલો આવ્યો સામે, આરોપીએ લેસ પટ્ટીનો વેપારી અને તેના મિત્રને ફસાવ્યા

વંથલી નગર પાલીકા ની હદ મા આવેલ લાયન્સ નગર (સાંતલપુર ધાર) વિસ્તાર મા રહેતી 9 વર્ષ ની દેવીપુજક માસુમ દિકરી પર તેના મામાની દિકરી ના દિકરા એ દુષ્કર્મ આચર્યા ની ઘટના સામે આવી છે. લાયન્સ નગર મા રહેતા દેવી પુજક પરીવારની 9 વર્ષ ની દિકરી તેની બહેનપણીઓ સાથે બપોર ના સમયે તેના ફળીયા રમી રહી હતી ત્યારે નજીક મા જ રહેતા પીડીતાના મામાની દિકરીના દિકરા અક્ષય રાજુભાઇ સોલંકીએ પીડીતા ને પોતાના ઘરે બોલાવી એકલતાનો લાભ લઈ દુષ્કર્મ આચર્યુ હતુ. આ ઘટના બાદ 9 વર્ષની દિકરી પોતાના ઘરે જમ્યા વગર સુઇ ગઈ હતી. નજીક મા સુતેલા તેના માતા-પીતાએ પોતાની દિકરીના લોહીવાળા કપડા જોતા દિકરી ને પુછ્તા દિકરી ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડી હતી અને સમગ્ર ઘટના તેના માતાને જણાવી હતી.

દિકરી ના ગુપ્તાંગો માથી સતત લોહી વહી રહ્યુ હોય. તેને તાત્કાલિક વંથલી સિવીલ હોસ્પીટલ ખાતે સારવાર માટે ખસેડવામા આવી હતી. આ ઘટનાની પોલીસ ને જાણ થતા તાત્કાલીક પોલીસ દ્વારા આરોપીને શોધવા ની કામગીરી શરૂ કરવામાં આવી અને ગણતરીની મીનીટોમા જ આરોપી ને દબોચી લિધો હતો. હાલ પીડીત બાળકીનુ તબીબી પરિક્ષણ થઇ રહ્યુ છે તેમજ વંથલી પોલીસે ગુન્હો નોંધી,આગળ ની તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો  : દેશમાં નવા કૃષિ બિલનો વિરોધ પુરજોશમાં, રાજકોટમાં કોંગી નેતાઓની અટકાયત

આરોપી ની માતા સાથે વાત કરતાં તેને આ બાબત ની કોઈ જ જાણ ના હોવાનું જણાવ્યું.ઘરે છોકરો એકલો હોવાની વાત તેની માતા એ જણાવ્યું ..ઘર ના સભ્યો બધા બહાર કામ પર ગયા હતા અને પાછળ થી આ ઘટના બની હતી.પીડિતા તેના ફઈ ના દીકરા ની દીકરી થાય છે અને કોઈ મનદુઃખ પણ ના હતું.આં ઘટના ની કોઈ પણ માહિતી તેની માતા એ જાણ ના હોવાની આપી

પોલીસ ને આ ઘટના ની જાણ થતાં તપાસ ચાલુ કરવામાં આવી અને ત્યાર બાદ પીડિતા ને પોલીસ સ્ટેશન લાવી. બનાવ ની હકીકત જાણી અને ફરિયાદ નોધ્યા બાદ પીડિતા ને તાત્કાલિક વંથલી ની હોસ્પિટલ માં દાખલ કરવા માં આવી પરંતુ ત્યાં મહિલા ડોક્ટર ના હોવાથી જૂનાગઢ સિવિલ હોસ્પિટલ માં ખસેડવામાં આવી હતી અને ત્યાર બાદ ડોક્ટર દ્વારા સારવાર ચાલુ કરીદેવામા આવી છે..અને આરોપી નો કોરોના ટેસ્ટ કર્યા બાદ આગળ ની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો  :PM મોદીની હાજરીમાં યોજાઈ એકતા પરેડ, કાર્યક્રમમાં CRPFની મહિલાકર્મીઓને આવ્યા ચક્કર