Not Set/ #રથયાત્રા : શું તમે જાણો છો કોણ છે “ભગવાન જગ્નનાથ”નાં “ડ્રેસ ડિઝાઇનર” ??

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 142મી રથયાત્રાની તડામાર તૈયારી ચાલી રહી છે. રથયાત્રામાં ભગવાન જગન્નાથને રજવાડી વાઘા પહરાવવામાં આવશે. છેલ્લા 17 વર્ષોથી સુનિલભાઈ સોની દ્વારા અલગ – અલગ પ્રકારે વેશ તૈયાર કરવામાં આવે છે. ગયા વર્ષે રથયાત્રામાં ભગવાનને રાજાશાહી વેશ પહેરાવવામાં આવ્યો હતો. છેલ્લા કેટલાય વર્ષો બાદ આ વર્ષે ભગવાન લાલ કલરનો વેશ ધારણ થશે. અમાસ, એકમ, […]

Ahmedabad Top Stories Rajkot Fashion & Beauty Gujarat Surat Vadodara Others Lifestyle
jagannath #રથયાત્રા : શું તમે જાણો છો કોણ છે "ભગવાન જગ્નનાથ"નાં "ડ્રેસ ડિઝાઇનર" ??

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 142મી રથયાત્રાની તડામાર તૈયારી ચાલી રહી છે. રથયાત્રામાં ભગવાન જગન્નાથને રજવાડી વાઘા પહરાવવામાં આવશે. છેલ્લા 17 વર્ષોથી સુનિલભાઈ સોની દ્વારા અલગ – અલગ પ્રકારે વેશ તૈયાર કરવામાં આવે છે. ગયા વર્ષે રથયાત્રામાં ભગવાનને રાજાશાહી વેશ પહેરાવવામાં આવ્યો હતો. છેલ્લા કેટલાય વર્ષો બાદ આ વર્ષે ભગવાન લાલ કલરનો વેશ ધારણ થશે. અમાસ, એકમ, બીજ, ત્રીજના દિવસે ભગવાન માટે અલગ – અલગ વાઘા પહોરાવવામાં આવશે.

અષાઢ સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર નગર ચર્યાએ નિકળવાના છે. ત્યારે પ્રભુ આ ઉત્સવ દરમ્યાન કેવા લાગશે અને કેવા સાજ શણગાર સજશે. તે જાણવા માટે સૌ ભક્તો ઉત્સુક હોય છે. આ વર્ષે ભગવાનન રજવાડીમાં વેશમાં જોવા મળશે. વર્ષોથી ભગવાન જગન્નાથના વાઘા તૈયાર કરનારા સુનિલ ભાઈએ આ વર્ષે પણ ભગવાનના વાઘા બનાવી રહ્યા છે. અને હવે બસ વાઘાને આખરી ઓપ અપાઈ રહ્યો છે. આ વર્ષે પણ ભગવાનના પાંચ દિવસના અલગ અલગ વાઘા તૈયાર કરવામાં આવ્યા છે.

ratha yatra #રથયાત્રા : શું તમે જાણો છો કોણ છે "ભગવાન જગ્નનાથ"નાં "ડ્રેસ ડિઝાઇનર" ??

સુનીલભાઈ છેલ્લા 17 વર્ષથી ભગવાનના વાઘા તૈયાર કરે છે તેમના દ્વારા દર વર્ષે કંઈક નવુ અને અલૌકીક વાઘામાં તૈયાર કરતુ હોય છે. ત્યારે ભગવાન મોસાળથી પરત ફર્યા બાદ નેત્રોત્સવ વીધી, સોનાવેશ વીધી તથા મંગળા આરતી તમામમાં અલગ અલગ વાઘા જે પહેરવાના છે. જે સુનિલભાઈ દ્વારા અદભુત બનાવવામાં આવ્યા છે. સોનાવેશના દિવસે ભગવાન વેલવેટના વાદળી રંગના વાઘા પહેરશે. તેની સાથેસાથે આ વખતે ભગવાનની સૌથી પ્રીય એવી ગાયો પણ તેમના વાઘાઓમાં મુકવામાં આવી છે. તો એક વાઘો કે જે લીલા રંગનો વાઘો સ્પેશિયલી મોર, પોપટના આભલા દ્વારા અભીભુત કરીને બનાવવામાં આવ્યો છે. સાથેસાથે તેની પાઘ પણ એક એકથી સુંદર તૈયાર કરવામાં આવી છે…ત્યારે હવે બસ એ જ રાહ છે કે ક્યારે અષાઢી બીજ આવે અને ભગવાન લાલ રંગના જાકમજોળ વાઘા સાથે ભક્તોને દર્શન આપે.

સાથે સાથે આ પણ જુઓ……..

જગન્નાથજીના વાઘામાં સીલ્ક, નેટ, રેશમ વર્ક, ડાયમંડ વર્કનો ઉપયોગ કરવામાં આવ્યો છે.ત્યારે ભગવાનની પાઘડીમાં વિવિધતા જોવા મળશે. જેમાં વેસ્ટર્ન લુક અને, ફુમતા આભલા જડવામાં આવશે. આખા વર્ષમાં એકજ વખત નગર ચર્યાએ નિકળીને જગતનો નાથ જગન્નાથ ભક્તોને દર્શન આપે છે. ત્યારે આ વખતે ભગવાન રજવાડીમાં વેશમાં કેવા શોભી ઉઠશે. તેને લઈને ભક્તો પણ ઉત્સાહીત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.