Not Set/ રવિન્દ્ર જાડેજા ટેસ્ટમાં બન્યો દુનિયાનો નંબર વન ઓલરાઉન્ડર

આઇસીસી ટેસ્ટ રેન્કિંગની જાહેરાત કરવામાં આવી છે. ભારતનાં દિગ્ગજ ખેલાડી રવિન્દ્ર જાડેજા ટેસ્ટ રેન્કિંગમાં નંબર વન ઓલરાઉન્ડર બની ગયા છે.

Sports
2 230 રવિન્દ્ર જાડેજા ટેસ્ટમાં બન્યો દુનિયાનો નંબર વન ઓલરાઉન્ડર

આઇસીસી ટેસ્ટ રેન્કિંગની જાહેરાત કરવામાં આવી છે. ભારતનાં દિગ્ગજ ખેલાડી રવિન્દ્ર જાડેજા ટેસ્ટ રેન્કિંગમાં નંબર વન ઓલરાઉન્ડર બની ગયા છે. જાડેજાએ જેસન હોલ્ડરને પાછળ છોડી દીધો છે અને તે ટેસ્ટમાં નંબર વન ઓલરાઉન્ડર બન્યો છે.

2 231 રવિન્દ્ર જાડેજા ટેસ્ટમાં બન્યો દુનિયાનો નંબર વન ઓલરાઉન્ડર

ક્રિકેટ ન્યૂઝ / મેચ દરમ્યાન આ ખેલાડી પર થઇ જાતીય ટિપ્પણી, સ્ટેડિયમાંથી બહાર નિકાળવામાં આવ્યા બે શખ્સ

સર રવિન્દ્ર જાડેજા પાસે હાલમાં 386 પોઇન્ટ છે, જ્યારે હોલ્ડર પાસે 384 રેન્કિંગ પોઇન્ટ છે. આ મામલે બેન સ્ટોક્સ ત્રીજા સ્થાને છે. ઈંગ્લેન્ડનાં સ્ટોક્સ પાસે 377 રેન્કિંગ પોઇન્ટ છે. અશ્વિન 353 પોઇન્ટ સાથે ચોથા નંબર પર છે. બાંગ્લાદેશનો ઓલરાઉન્ડર શાકિબ અલ હસન ટેસ્ટ ઓલરાઉન્ડર રેન્કિંગમાં પાંચમાં નંબર પર છે. આ સિવાય બેટિંગ ટેસ્ટ રેન્કિંગમાં સ્ટીવ સ્મિથ પ્રથમ નંબરે છે. કેન વિલિયમસન બીજા નંબરે હાજર છે. ભારતનો વિરાટ કોહલી ચોથા નંબર પર હાજર છે. હાલમાં ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ મેચ રમાઈ રહી છે. એક તરફ આ ઐતિહાસિક ટેસ્ટમાં કોહલીએ ભારતની પહેલી ઇનિંગમાં 44 રન બનાવ્યા હતા, જ્યારે બીજી તરફ વિલિયમસન 49 રન બનાવી આઉટ થયો હતો. આ સિવાય અત્યાર સુધી રમાયેલી ટેસ્ટ મેચમાં પણ અશ્વિનને 2 અને જાડેજાને એક સફળતા મળી છે.

2 232 રવિન્દ્ર જાડેજા ટેસ્ટમાં બન્યો દુનિયાનો નંબર વન ઓલરાઉન્ડર

ભારત વિ. ન્યુઝીલેન્ડ / ટીમ ઈન્ડિયાનાં ફાસ્ટ બોલર શમીએ WTC ફાઈનલમાં રચ્યો ઈતિહાસ

પેટ કમિન્સ બોલિંગ રેન્કિંગમાં ટોચ પર છે. કમિન્સનાં હાલમાં રેન્કિંગમાં 908 પોઇન્ટ છે, જ્યારે અશ્વિન ટેસ્ટ રેન્કિંગમાં બીજા નંબર પર છે. અશ્વિનનાં 850 રેટિંગ પોઇન્ટ છે. સાઉદી ટેસ્ટ રેન્કિંગમાં કીવી ઝડપી બોલર ટીમ સાઉદી ટેસ્ટ રેકિંગમાં ત્રીજા નંબર પર છે. ટેસ્ટ ચેમ્પિયનશિપ દરમ્યાન સાઉદીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ ખાસ રેકોર્ડ બનાવ્યો છે. સાઉદી ન્યુઝીલેન્ડ તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 600 વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો છે. આપને જણાવી દઈએ કે, ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ બાદ, આઇસીસી ફરીથી નવીનતમ ટેસ્ટ રેકિંગની ઘોષણા કરશે. આ સમાચાર લખવાના સમય સુધી, કીવી ટીમ પ્રથમ નંબરની ટેસ્ટ ટીમ છે, જ્યારે ભારત નંબર બે ટેસ્ટ ટીમ છે. જે ટીમ ચેમ્પિયનશિપનો ખિતાબ જીતે છે તે ટેસ્ટ ક્રિકેટમાં વિશ્વની નંબર વન ટીમ બનશે.

kalmukho str 10 રવિન્દ્ર જાડેજા ટેસ્ટમાં બન્યો દુનિયાનો નંબર વન ઓલરાઉન્ડર