Not Set/ ઓવૈસીનાં બિલ ફાડવા પર ભડક્યા રવિશંકર પ્રસાદ, કહ્યુ-દેશનું વિભાજન કોઇ નહી કરી શકે

સોમવારે એઆઈએમઆઈએમ ચીફ અસદુદ્દીન ઓવૈસીએ લોકસભામાં નાગરિકતા સુધારણા બિલ અંગે ચર્ચા કરતી વખતે બિલ સામે વાંધો ઉઠાવતા બિલની નકલને ફાંડી દીધી હતી. કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે ઓવૈસી સંસદનાં વરિષ્ઠ સભ્ય છે અને તેમણે જે કર્યું છે તે ગૃહનું અપમાન છે. સાથે જ તેમણે કહ્યું હતું કે ભારતનું વિભાજન કરવાની હિંમત કોઈમાં નથી. આ […]

Top Stories India
568096 owaisi rs prasad ઓવૈસીનાં બિલ ફાડવા પર ભડક્યા રવિશંકર પ્રસાદ, કહ્યુ-દેશનું વિભાજન કોઇ નહી કરી શકે

સોમવારે એઆઈએમઆઈએમ ચીફ અસદુદ્દીન ઓવૈસીએ લોકસભામાં નાગરિકતા સુધારણા બિલ અંગે ચર્ચા કરતી વખતે બિલ સામે વાંધો ઉઠાવતા બિલની નકલને ફાંડી દીધી હતી. કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે ઓવૈસી સંસદનાં વરિષ્ઠ સભ્ય છે અને તેમણે જે કર્યું છે તે ગૃહનું અપમાન છે. સાથે જ તેમણે કહ્યું હતું કે ભારતનું વિભાજન કરવાની હિંમત કોઈમાં નથી. આ દેશ મજબૂત છે.

ઓવૈસીની દેશનાં વિભાજન અંગેની વાતને લઇને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે, કોઈની પણ ભારતનું વિભાજન કરવાની હિંમત નથી. આ દેશ મજબૂત છે. હિન્દુઓ, મુસ્લિમો, શીખ, ખ્રિસ્તીઓ બધા એક સાથે રહે છે અને આ દેશને આગળ લઈ જશે હવે કોઈ આ દેશને તોડી શકશે નહીં. બિલની નકલ ફાડવા અંગે રવિશંકર પ્રસાદે કહ્યું કે ઓવૈસી સંસદનાં વરિષ્ઠ સભ્ય છે અને તેમણે જે કર્યું છે તે ગૃહનું અપમાન છે.

આ અગાઉ ગૃહમંત્રી અમિત શાહે સોમવારે લોકસભામાં નાગરિકતા સુધારા બિલ રજૂ કર્યું હતું. બિલ રજૂ થવાની સાથે જ વિપક્ષે તેનો વિરોધ શરૂ કર્યો હતો. કોંગ્રેસ નેતા અધિર રંજન ચૌધરીએ આ બિલની જોગવાઈઓ પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે આ બિલનો હેતુ માત્ર લઘુમતીઓને ટાર્ગેટ બનાવવાનો છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, સમાજવાદી પાર્ટી અને તેલંગાણા રાષ્ટ્ર સમિતિએ આ બિલ અંગે વિરોધ દર્શાવ્યો હતો.

બિલનો વિરોધ કરતા કોંગ્રેસનાં મનીષ તિવારીએ કહ્યું કે, આ બિલ ગેરબંધારણીય છે, બંધારણની મૂળ ભાવનાની વિરુદ્ધ છે. જે આદર્શોને લઇને બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે બંધારણ લખ્યું હતું તે આદર્શોની પણ વિરુદ્ધ છે. તેમણે કહ્યું કે નાગરિકતા કાયદામાં આઠ વખત સુધારો કરવામાં આવ્યો છે પરંતુ આ વખતે જેટલી ઉત્તેજના દેખાઇ રહી છે તેટલી ક્યારેય નહોતી. તિવારીએ કહ્યું કે બંધારણની કલમ 14 માં કોઈ પણ વ્યક્તિને ભારતનાં કાયદા સમક્ષ સમાનતા તરફ ધ્યાન આપવાનું કહેવામાં આવ્યું છે. પરંતુ આ બિલ સમાનતાનાં સિદ્ધાંતની વિરુદ્ધ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.