Not Set/ રાજ્યની શાળાઓમાં વેકેશનને લઇને ભૂપેન્દ્રસિંહ ચુડાસ્માએ આપી આ પ્રતિક્રિયા

ગુજરાતનાં મોટા ભાગનાં શહેરોમાં ગરમીથી લોકો તૌબા પુકારી ચુક્યા છે. આ ગરમી માત્ર દિવસે જ નહી પરંતુ રાત્રીનાં સમયે પણ વધી છે. સવારનાં સમયે પણ જાણે બપોર થઇ ગઇ હોય તેવી ગરમી લાગે છે. બપોર બાદ તો ગરમીમાં વધારો એટલો જોવા મળે છે કે રસ્તાઓ પણ સૂમસામ બની જાય છે. ત્યારે રાજ્યનાં વાલીઓએ ઉનાળા વેકેશનને […]

Top Stories Gujarat
PicsArt 06 04 12.52.57 રાજ્યની શાળાઓમાં વેકેશનને લઇને ભૂપેન્દ્રસિંહ ચુડાસ્માએ આપી આ પ્રતિક્રિયા

ગુજરાતનાં મોટા ભાગનાં શહેરોમાં ગરમીથી લોકો તૌબા પુકારી ચુક્યા છે. આ ગરમી માત્ર દિવસે જ નહી પરંતુ રાત્રીનાં સમયે પણ વધી છે. સવારનાં સમયે પણ જાણે બપોર થઇ ગઇ હોય તેવી ગરમી લાગે છે. બપોર બાદ તો ગરમીમાં વધારો એટલો જોવા મળે છે કે રસ્તાઓ પણ સૂમસામ બની જાય છે. ત્યારે રાજ્યનાં વાલીઓએ ઉનાળા વેકેશનને લંબાવવાની માંગ કરવામાં આવી હતી. મામલો ચર્ચામાં આવ્યા બાદ સરકાર તરફથી વેકેશનને લંબાવવાની માંગણીને અમલ કરવાની સ્પષ્ટ ના કહેવામાં આવી છે.

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ મામલે નિવેદન છે. તેમણે આ વાતની સ્પષ્ટતા કરતા કહ્યુ કે, શાળાઓમાં ગરમીને લઇને ઉનાળું વેકેશન લંબાવવામાં નહી આવે. જો કે તેમને વધુમાં કહ્યું છે કે, જો જરૂર પડશે તો બપોરની શાળાનાં સમયમાં ફેરબદલ કરવામા આવશે અને બરોરની શાળાનો સમય સવારનો કરવામાં આવશે. શિક્ષણ મંત્રી ભપેન્દ્રસિંહ ચુડાસમાએ વધુમાં કહ્યું કે, આગામી 13થી 15 જૂનનાં રોજ રાજ્યમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવશે.

વધુમાં તેમણે કહ્યું કે, રાજ્ય સરકારનો શાળા પ્રવેશોત્સવનો મુખ્ય ઉદ્દેશ શાળાઓમાં વિદ્યાર્થીઓની નોંધણીને 100 ટકાએ લઈ જવાનો હતો. રાજ્યમાં જે 25% બાળકો બાળ મજૂરીએ જતા હતા તે તમામને શાળાએ મોકલવાનો સરકારનો ઉદ્દેશ છે. શાળા પ્રવેશોત્સવને કારણે ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવામાં સરકારને સફળતા મળી છે.

રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવની ઉજવણીની તૈયારીને લઈને બેઠક મળી હતી. જેમાં પ્રદીપસિંહ જાડેજા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કુંવરજી બાવળીયા  સહિતનાં મંત્રીઓ હાજર રહ્યા હતાં. બેઠક દરમિયાન પ્રવેશોત્સવની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. સરકાર તરફથી કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે 14 જૂન સુધી ગ્રામ્ય વિસ્તાર અને 15 જૂને શહેરી વિસ્તારમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી થશે. સરકાર શાળાઓમાં વિદ્યાર્થીઓની નોંધણીને 100 ટકા સુધી લઇ જઇ શકશે કે નહી તે હવે આગામી સમયમાં જોવુ રહ્યુ.