Not Set/ આ કારણોથી ભારતમાં પડી શકે છે કાતિલ ઠંડી…

વરતારો ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણા જેવા રાજ્યોમાં ત્રણ-ચાર દિવસમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. અને એ પછી તબક્કાવાર ઠંડી વધતી જશે.

India
વરતારો આ કારણોથી ભારતમાં પડી શકે છે કાતિલ ઠંડી તબક્કાવાર ઠંડી વધતી જશે.

ભારતભરમાં ચાલુ વર્ષે કાતિલ ઠંડી પડશે એવો વરતારો કરવામાં આવ્યો છે. પ્રશાંત મહાસાગરમાં લા નીનાની સ્થિતિ સર્જાવાના કારણે ઠંડીમાં વધારો થશે.

  • જમ્મુ-કાશ્મીર, હિમાચલ હિમવર્ષાની આગાહી
  • ઉતરાખંડમાં પણ પડી શકે કાતિલ ઠંડી
  • 13 ડિગ્રી સુધી તાપમાન ગગડી શકે
  • ગુજરાતમાં પણ ઠંડી વધવાની સંભાવના

ભારતભરમાં ચાલુ વર્ષે કાતિલ ઠંડી પડે તેવી આગાહી કરવામાં આવી છે. પ્રશાંત મહાસાગરમાં લા નીનાની સ્થિતિ સર્જાવાના કારણે ઠંડીમાં વધારો થશે. ખાસ તો ઉત્તર ભારતનું તાપમાન આગામી સપ્તાહે ૧૩ ડિગ્રી સુધી ગગડી જશે.  હવામાન વિભાગના કહેવા પ્રમાણે પ્રશાંત મહાસાગરમાં લા નીનાની સ્થિતિ સર્જાવાના કારણે ચાલુ વર્ષે ઠંડી વધારે પડશે. હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે છેલ્લાં થોડાં વર્ષની સરખામણીએ આ વર્ષે શિયાળો વધારે કાતિલ હશે. ઉત્તર-પૂર્વ એશિયામાં હાડ ગાળતી ઠંડી પડશે. દેશના ઉત્તરી વિસ્તારોમાં કાતિલ ઠંડીનો અનુભવ થશે.

  • દિલ્હી, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડમાં ઠંડી વધશે
  • ગુજરાત,રાજસ્થાનમાં પડશે વધુ ઠંડી
  • પંજાબ હરિયાણામાં પણ ઠંડી પડવાની આગાહી
  • બિહાર, ઝારખંડ,પ. બંગાળ,ઓડિશામાં ઠંડીનું જોર વધશે

દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં તાપમાનનો પારો આગામી સપ્તાહે ગગડીને ૧૦થી ૧૩ ડિગ્રી સુધી પહોંચી જશે. ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણા જેવા રાજ્યોમાં ત્રણ-ચાર દિવસમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. અને એ પછી તબક્કાવાર ઠંડી વધતી જશે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે ચાલુ વર્ષનો ડિસેમ્બર મહિનો છેલ્લાં વર્ષોનો સૌથી ઠંડોગાર શિયાળો હશે. બિહાર, ઝારખંડ, પ. બંગાળ, ઓડિશા જેવા રાજ્યોમાં પણ આગામી સપ્તાહથી ઠંડીનું મોજું શરૂ થશે. ઉત્તર ભારતને આ કાતિલ શિયાળાની સૌથી વધુ અસર થશે. ઓક્ટોબરના અંતે શરૃ થતો શિયાળો ભારતમાં ફેબુ્રઆરીની શરૃઆતના સપ્તાહ સુધી રહેશે. એ દરમિયાન અચાનક તાપમાનનો પારો ઉપર-નીચે થતો રહેશે.

પાટણ / હારીજમાં પ્રેમી સાથે ભાગેલી યુવતીનું મોઢું કાળું કરાયું, મૂંડન કરી માથે ગરમ દેવતા મૂકી વસાહતમાં ફેરવી

T20 વર્લ્ડ કપ / રવિ શાસ્ત્રીનો ખુલાસો, ટીમ સિલેક્શનમાં મારો અને કોહલીનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો

દેડિયાપાડા / મનસુખ વસાવાની એક ફરિયાદથી માર્ગ અને મકાન મંત્રી પૂર્ણૅશ મોદી દોડી આવ્યા