Political/ મોદી સરકારે દેશ અને ઘર બન્નેનું બગાડી દીધુ બજેટ: રાહુલ ગાંધી

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી 12 અને 13 ફેબ્રુઆરીએ રાજસ્થાનની મુલાકાત લેવાના છે.

India
PICTURE 4 81 મોદી સરકારે દેશ અને ઘર બન્નેનું બગાડી દીધુ બજેટ: રાહુલ ગાંધી

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી 12 અને 13 ફેબ્રુઆરીએ રાજસ્થાનની મુલાકાત લેવાના છે, જ્યા તેઓ ત્રણ નવા કૃષિ કાયદાઓ વિરુદ્ધ અને પ્રદર્શન કરી રહેલા ખેડૂતોનાં સમર્થનમાં અવાજ ઉઠાવશે. પાર્ટીનાં મહાસચિવ અને રાજસ્થાનનાં પ્રભારી અજય માકને આ માહિતી આપી હતી.

તેમણે ટ્વિટ કર્યું હતું કે, “ખેડૂતોનાં હિતોની લડાઇ લડવા, ખેડૂતોનો અવાજ ઉઠાવવા, કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ કાળા કાયદાઓને પાછા લેવાનાં હેતુ સંઘર્ષ માટે રાહુલ ગાંધી 12 અને 13 ફેબ્રુઆરીએ રાજસ્થાનની મુલાકાત પર જશે.” થોડા મહિના પહેલા, તેઓ આ કાયદાઓ વિરુદ્ધ પંજાબ અને હરિયાણા પણ ગયા હતા જ્યાં તેમણે ટ્રેક્ટર રેલી નિકાળી હતી અને અનેક સભાઓને સંબોધી હતી.

આ પહેલા દિવસની શરૂઆતમાં રાહુલ ગાંધીએ દેશભરમાં ખેડૂતોનાં ત્રણ કલાકનાં ‘ચક્કા જામ’ અને કૃષિ કાયદાની વિરુદ્ધ ટેકો આપ્યો હતો. કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ખેડૂત સંગઠનો વતી બોલાવાયેલા ‘ચક્કા જામ’ને સમર્થન આપતાં શનિવારે કહ્યું હતું કે, અન્નદાતાઓનો સત્યાગ્રહ દેશનાં હિતમાં છે અને ત્રણેય કૃષિ કાયદા રાષ્ટ્ર માટે જીવલેણ છે. ઉલ્લેખનીય છે કે, ખેડૂત સંગઠનોએ શનિવારે ‘ચક્કા જામ’ માટે હાકલ કરી હતી. ખેડૂત નેતાઓએ સોમવારે જણાવ્યું હતું કે, તેઓ 6 ફેબ્રુઆરીએ બપોરે 12 થી બપોરનાં 3 વાગ્યા સુધી રસ્તાઓ અવરોધિત કરશે.

તેમણે ટ્વીટ કર્યું, “અન્નદાતાનો શાંતિપૂર્ણ સત્યાગ્રહ દેશનાં હિતમાં છે – આ ત્રણ કાયદા માત્ર ખેડૂતો અને મજૂરો માટે જ જોખમી નથી, પણ જનતા અને દેશ માટે પણ જીવલેણ છે.” પૂર્ણ સમર્થન!” ઉપરાંત રાહુલ ગાંધીએ પેટ્રોલ અને ડીઝલનાં ભાવ વધારાને લઇને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો, “મોદી સરકારે દેશ અને ઘર બન્નેનું બજેટ બગાડ્યું છે.” તેમણે ટ્વીટ કર્યુ કે, ‘વડા પ્રધાન મોદીનાં મિત્ર કેન્દ્રિત’ બજેટમાં ખેડૂતોને પેટ્રોલ અને ડીઝલનાં ભાવ વધારે દેવા પડશે અને કોઇ આર્થિક મદદ પણ નહી મળે. ત્રણ કૃષિ વિરોધી કાયદાઓ દ્વારા કચડી નાખ્યા પછી, દેશનાં અન્નદાતા પર આ વધુ એક હુમલો છે.”

Statement / અયોધ્યામાં રામ મંદિર નહી પણ વિહિપનું કાર્યાલય બની રહ્યુ છે : શંકરાચાર્ય

કૃષિ આંદોલન / ચક્કાજામ કરવા રસ્તે ઉતરેલા ખેડૂતો પર પોલીસે કરી કાર્યવાહી

Covid-19 / રાજ્યની જનતા હવે કોરોનાને કહેવા લાગી છે બાય-બાય, છેલ્લા 24 કલાકનાં આંકડા…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો