Not Set/ ઉત્તરાખંડમાં બળવાખોરોને કોંગ્રેસમાં ઘર વાપસી માટે જાહેરમાં માફી માંગવી પડશે : હરિશ રાવત

હરીશે કહ્યું કે જો હજુ પણ આવા મહાન પાપીઓ કોંગ્રેસમાં આવવા માંગતા હોય તો  તે પહેલા તેમને તેમના પાપનો સ્વીકાર કરવો પડશે.

Top Stories
haris rawat ઉત્તરાખંડમાં બળવાખોરોને કોંગ્રેસમાં ઘર વાપસી માટે જાહેરમાં માફી માંગવી પડશે : હરિશ રાવત

ઉત્તરાખંડ કોંગ્રેસમાં યશપાલ આર્યની વાપસી બાદ પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતે અન્ય બળવાખોરો માટે કડક સંદેશા સાથે તેમને જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે જે લોકો વર્ષ 2016 માં ગૃહમાં ફલોર ટેસ્ટમાં પૈસા લઇને સરકાર પાડી દેવાનું કાર્ય કર્યું  તેથી તે મહા પાપી છે. હરીશે કહ્યું કે જ્યાં સુધી આ લોકો જાહેરમાં માફી નહીં માંગે,ત્યાં સુધી તે કોંગ્રેસમાં પ્રવેશી શકતા નથી.

પૂર્વ સીએમ રાવતે કહ્યું કે ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ.અટલ વિહારી વાજપેયીએ પણ હોર્સ ટ્રેડિંગની રાજનીતિને મહાપાપ ગણાવી હતી. પોતાનો મુદ્દો આગળ ધરીને હરીશે કહ્યું કે જો હજુ પણ આવા મહાન પાપીઓ કોંગ્રેસમાં આવવા માંગતા હોય તો  તે પહેલા તેમને તેમના પાપનો સ્વીકાર કરવો પડશે.

તેમણે જાહેરમાં પોતાનો અફસોસ વ્યક્ત કરવો પડશે, જો તે ઈચ્છે તો તે તેમના કુલ દેવતા સામે કરી શકે છે, પરંતુ તેમને કહેવું પડશે કે તેણે મોટું પાપ કર્યું છે અને તે તેના માટે દિલગીર છે. જો આવા લોકો માફી વગર કોંગ્રેસમાં પ્રવેશ કરશે તો તેમના માટે તે ખૂબ જ મુશ્કેલ હશે. હરિશે કહ્યું કે આ સવાલ માત્ર તેમની સરકારને ઉથલાવી દેવાનો નથી, આ પ્રશ્ન ઉત્તરાખંડની મૂળભૂત માન્યતા અને રાજકીય સંસ્કૃતિ પરના કાળા ડાઘ સમાન છે.

હરીશ રાવતે કહ્યું કે યશપાલ આર્ય તે લોકો જેવા નથી. તેમણે અંગત કારણોસર પાર્ટી છોડી દીધી હતી. તેમણે ક્યારેય કોંગ્રેસ વિરુદ્ધ ખોટું નિવેદન આપ્યું નથી. આમાંથી એક -બે લોકો એવા હતા જે લાચાર થઈ ગયા હતા. તે તેમને પણ પાર્ટીમાં સ્વીકારવા તૈયાર છે.