Not Set/ રેસીપી – ઘરે જ બનવો ગ્રીન એંડ સ્પાઈસી પુલાવ

સામગ્રી 1-કપ ચોખા 250 ગ્રામ- ફલાવર 150 ગ્રામ- લીલા વટાણા 200 ગ્રામ –  બટાકા લાંબા ચીરેલા 2 – ટુકડા – તજ 4-5 – લવિંગ 7-8 – નંગ મારી 2-3 – તમાલપત્ર 2 – એલચી 2 – નંગ ડુંગળીની સ્લાઇસ 2 – નંગ લીલાં મરચાંની ચીરીઓ 4 – ચમચા તેલ 2-3 – લીલામાંરચાની પેસ્ટ કોથમીર, મીઠું […]

Uncategorized
Green Pulav રેસીપી - ઘરે જ બનવો ગ્રીન એંડ સ્પાઈસી પુલાવ

સામગ્રી

1-કપ ચોખા

250 ગ્રામ- ફલાવર

150 ગ્રામ- લીલા વટાણા

200 ગ્રામ –  બટાકા લાંબા ચીરેલા

2 – ટુકડા – તજ

4-5 – લવિંગ

7-8 – નંગ મારી

2-3 – તમાલપત્ર

2 – એલચી

2 – નંગ ડુંગળીની સ્લાઇસ

2 – નંગ લીલાં મરચાંની ચીરીઓ

4 – ચમચા તેલ

2-3 – લીલામાંરચાની પેસ્ટ

કોથમીર, મીઠું સ્વાદ મુજબ, ગરમ મસાલો

બનાવવાની રીત

સૌથી પહેલા ચોખાને ધોઈ લો ત્યારબાદ એક કઢાઈમાં તેલ ગરમ કરો અને તેમાં તમાલપત્ર,તજ,એલચી,લવિંગ,અને મરી નાખી  અડધી મિનીટ સુધી સાંતળો. પછી તેમાં ડુંગળીની પાતળી સ્લાઈસ અને લીલામરચાની ચીરીઓ નાખો અને ત્યાં સુધી સાંતળો જ્યાં સુધી તે આછા બદામી રંગની ન થઇ જાય.

ત્યારબાદ કઢાઈને નીચે ઉતારી લો અને હવે બાકીનું બચેલું તેલ લઈને તેમાં બધા શાક 4-5 મિનીટ સુધી સાંતળો જેથી પુલાવ વધારે ટેસ્ટી બની શકે. એટલું કર્યા બાદ તેમાં કોથમીર અને આદુ મરચાની પેસ્ટ નાખો અને તેને સાંતળેલી ડુંગળી,ગરમ મસાલો તથા મીઠું ઉમેરી પાંચ મિનીટ સુધી તેને હલાવો તે પછી તેમાં ચોખા નાખી અને જરૂર પ્રમાણે પાણી નાખીને મધ્યમ આંચે પુલાવને થવા દો અને વચે એકાદ- બે વાર પુલાવને હલાવો અને પુલાવ થઇ જાય એટલે તેને ગરમ ગરમ સર્વ કરો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન