Not Set/ આવી ગરમીમાં ઘરેજ બનાવો મેન્ગો કસ્ટર્ડ

ગરમીની સીરીજ આવે એટલે સૌથી પહેલા તો કેરી જ યાદ આવે અને જો આવી ગરમીમાં ઘરેજ બનાવેલ મેન્ગો કાસ્ટર્ડ મળે તો મજા આવી જાય. તો ચાલો આજે આપણે  મેન્ગો કાસ્ટર્ડ  બનાવતા શીખીએ. સામગ્રી 2 કપ પાકી કેરી 1 કપ દૂધ 1 ચમચી કોકોનટ એક્સટ્રેક્ટ 3 થી 4 ચમચી ખાંડ 1/4 કપ કોર્નસ્ટાર્ચ પાવડર 7 થી […]

Uncategorized
mango custard recipe આવી ગરમીમાં ઘરેજ બનાવો મેન્ગો કસ્ટર્ડ

ગરમીની સીરીજ આવે એટલે સૌથી પહેલા તો કેરી જ યાદ આવે અને જો આવી ગરમીમાં ઘરેજ બનાવેલ મેન્ગો કાસ્ટર્ડ મળે તો મજા આવી જાય. તો ચાલો આજે આપણે  મેન્ગો કાસ્ટર્ડ  બનાવતા શીખીએ.

Related image

સામગ્રી

2 કપ પાકી કેરી

1 કપ દૂધ

1 ચમચી કોકોનટ એક્સટ્રેક્ટ

3 થી 4 ચમચી ખાંડ

1/4 કપ કોર્નસ્ટાર્ચ પાવડર

7 થી 8 નંગ  દ્રાક્ષ

ગાર્નિશિંગ માટે

કેરીની સ્લાઈસ અને ચેરી

બનાવવાની રીત

સૌથી પ્રથમ કેરી કાપી લો અને કેરી તથા કોકોનટ એક્સટ્રેક્ટને મિક્સરમાં ગ્રાઈન્ડ કરી લો.

ત્યારબાદ એક કઢાઈ લો તેમાં દૂધ, કોર્નસ્ટાર્ચ પાવડર અને ખાંડ લઈને તેને ત્યાં સુધી હલાવો જ્યાં સુધી તે મિક્સ ના થઇ જાય.

હવે કઢાઈમાં તૈયાર કરવામાં આવેલ કેરીની પેસ્ટ મિક્સ કરો અને તેને 2 થી 4 મિનીટ સુધી તેને પકવા દો.

પછી તેમાં દ્રાક્ષ નાખીને ગેસ બંધ કરી લો અને હવે આ મિક્સને  એક બાઉલમાં નીકળી લો અને ફ્રીજમાં  2 થી 4 કલાક માટે ઠંડું થવા મૂકી દો.

ત્યાર પછી તેને કેરી અને ચેરી સાથે ગાર્નિશિંગ કરો. તૈયાર  છે તેમારું મેન્ગો કસ્ટર્ડ

Image result for Mango Custard