Not Set/ રેસીપી/ આજે જ ઘરે બનાવો સ્વાદિષ્ટ કોબી ના પરાઠા

સામગ્રી દોઢ કપ + અડધો કપ લોટ 2 કપ પીસેલી કોબી 1 બટકું ઉકાળી ને છીણેલું અને પીસેલું 1/4 ચમચી જીરું 1 ડુંગળી બારીક કાપેલી 1 ચમચી આદુ લસણ ની પેસ્ટ 1 લીલી મરચી કાપેલી 2 ચમચી ધાણા પાંદડા 1 ચમચી લીંબુ નો રસ 1/3 ચમચી ગરમ મસાલો પાવડર એક ચપટી હળદર પાવડર 1/4 ચમચી […]

Uncategorized
Untitled 135 રેસીપી/ આજે જ ઘરે બનાવો સ્વાદિષ્ટ કોબી ના પરાઠા

સામગ્રી

દોઢ કપ + અડધો કપ લોટ

2 કપ પીસેલી કોબી

1 બટકું ઉકાળી ને છીણેલું અને પીસેલું

1/4 ચમચી જીરું

1 ડુંગળી બારીક કાપેલી

1 ચમચી આદુ લસણ ની પેસ્ટ

1 લીલી મરચી કાપેલી

2 ચમચી ધાણા પાંદડા

1 ચમચી લીંબુ નો રસ

1/3 ચમચી ગરમ મસાલો પાવડર

એક ચપટી હળદર પાવડર

1/4 ચમચી લાલા મરચું પાવડર

5 ચમચી તેલ + તળવા માટે

2 ચમચી બટર

મીઠું  સ્વાદ અનુસાર

બનાવવાની રીત

સૌથી પહેલા એક વાસણ દોઢ કપ લોટ લો તેમાં  2 ચમચી તેલ  અને મીઠું નાખીને મિક્સ કરી લો. હેવ તેમાં થોડું થોડું કરીને પાણી નાખો અને લોટને સારી રીતે બાંધી લો. તેને કોઈ પણ વાસણમાં નીચે થોડું તેલ નાખીને તેના ઉપર બાંધેલા લોટને રાખી દો અને 15 મિનિટ સુધી ઢાંકીને છોડી દો.

બીજી બાજુએ આપણે stuffing તૈયાર કરીશું જેમના માટે એક પેન માં 2 ચમચી તેલ નાખીને ગરમ કરો. તેમાં થોડું જીરું નાખીને તડકો લગાવો અને બારીક કાપેલી ડુંગળીને નાખીને તે ગોલ્ડન બ્રાઉન કલર આ આવે ત્યાં સુધી માધ્યમ આંચ પર શેકો.

ત્યારેબાદ તેમાં લસણ આધુની પેસ્ટ અને લીલા મરચા કાપીને નાખો. અને 30 સેકન્ડ સુધી ચલાવતા શેકો. હવે મીઠું અને કોબી નાખો અને તેમાં ગરમ મસાલો, હળદર, લીંબુ રસ, લાલ મરચું પાવડર અને ધાણાના પાંદડા નાખો અને તેને એક મિનિટ સુધી સારી રીતે મિક્સ કરો પછી તેમાં પીસેલું એક બટકું છે તેને મિક્ષ કરો. સારી રીતે મિક્ષ કરો અને આંચ ને બંધ કરી દો. આ મિક્ષર ને 6 બરાબર ભાગો માં વહેંચી લો.

બાંધેલા લોટ માંથી એક સરખા લોયા બનાવી લો. હવે અડધો કપ સુકેલો લોટ પરાઠા બનાવવા માટે લો. હવે એક એક કરીને લોટ ને પહેલા થોડું વણી લો અને તેમાં કોબી ની stuffing ભરી દો અને ચારે બાજુએ fold કરો જેમાં stuffing અંદર ચાલ્યું જશે. હવે તેને ફરીથી એક વાર ball ના શેપ આપી દો અને ગોળાકાર શેપ માં ગોળ પરાઠા ની સાઈઝ માં વણી લો.

હવે તાવને આંચ પર ચડાવો ગરમ થઇ જવા પર આંચ મધ્યમ કરી દો અને પરાઠા ને તવા ઉપર રાખો. તેને 30 સેકન્ડ સુધી સેકાઈ જવા પછી તેમાં થી પરપોટા નીકળવા લાગે તો પલટી લો અને બીજી બાજુ એ 30 સેકન્ડ સુધી શેકો. જયારે તે તમારા પંસદ ના ગોલ્ડન બ્રાઉન કલર માં આવી જાય તો તવા માંથી ઉતારી લો. આવીજ રીતે બાકીના પરાઠા ને શેકી લો.

હવે તૈયાર છે તમારા કોબી ના સ્વાદિષ્ટ પરાઠા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.