record win/ વન-ડે ઇતિહાસની સૌથી મોટી જીત મેળવતું ભારતઃ કોહલીની 46મી સદી

ભારતે તિરુવનન્તપુરમમાં શ્રીલંકા સામે રમાયેલી છેલ્લી વન-ડે મેચમાં શ્રીલંકાને વિક્રમજનક 317 રને હરાવ્યું છે. ભારતે કોહલી અને ગિલની સદીની મદદથી 5 વિકેટે 390 રનના ખડકેલા જંગી જુમલા સામે શ્રીલંકાની ટીમ સિરાજે ચાર વિકેટ ઝડપતા 22મી ઓવરમાં ફક્ત 73 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

Top Stories Sports
Record Win
  • ભારતે શ્રીલંકાનો 3-0થી વ્હાઇટવોશ કર્યો, ભારત 5 વિકેટે 390, શ્રીલંકા 73 ઓલઆઉટ
  • ન્યૂઝીલેન્ડે આયરલેન્ડને 15 વર્ષ પહેલા 290 રને હરાવ્યું હતું તે રેકોર્ડ ભારતે તોડ્યો
  • કોહલીના 110 બોલમાં 13 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 150.60ના સ્ટ્રાઇક રેટે અણનમ 166 રન
  • શ્રીલંકા સામે દસ વન-ડે સદી કરવાનો કોહલીનો નવો રેકોર્ડ
  •  ગિલે 97 બોલમાં 14 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 116 રન કરી બીજી સદી ફટકારી
  • કોહલીની છેલ્લી ચાર વન-ડેમાં ત્રીજી સદી

Record Win ભારતે (India) તિરુવનન્તપુરમમાં શ્રીલંકા (Sri lanka) સામે રમાયેલી છેલ્લી વન-ડે મેચમાં શ્રીલંકાને વિક્રમજનક 317 રને હરાવ્યું છે. ભારતે  Virat Kohli અને gill ની સદીની મદદથી 5 વિકેટે 390 રનના ખડકેલા જંગી જુમલા સામે શ્રીલંકાની ટીમ સિરાજે ચાર વિકેટ ઝડપતા 22મી ઓવરમાં ફક્ત 73 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. મોહમ્મદ શમી (Mohammad Shami) અને કુલદીપ યાદવે (Kuldeep Yadav) બે-બે વિકેટ ઝડપી હતી. ભારતે Record Win આ સાથે ન્યૂઝીલેન્ડનો 15 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો, જેમા ન્યૂઝીલેન્ડે આયરલેન્ડને 290 રને હરાવ્યું હતું. ભારતા આ સાથે શ્રીલંકાનો 3-0થી વ્હાઇટ વોશ કર્યો હતો.

આ પણ વાંચોઃ દિલ્હીમાં આવતીકાલથી ત્રિદિવસીય તીવ્ર શીત લહેર શરૂ થશે

ભારતની આ વન-ડે ઇતિહાસની સૌથી મોટી જીત છે. ભારતના આ વિજયનો શિલ્પી હતો Virat Kohli. Virat Kohli એ કારકિર્દીની 46મી સદી ફટકારતા 110 બોલમાં 150.60ના સ્ટ્રાઇક રેટે 13 ચોગ્ગા અને આઠ છગ્ગાની મદદથી અણનમ 166 રન કર્યા હતા. તેણે કારકિર્દીની બીજી સદી ફટકારનારા શુબમન ગિલ સાથે બીજી વિકેટની 131 રનની ભાગીદારી નોંધાવી હતી. Virat Kohli ને Record Win હવે Sachin ની વન-ડે સદીનો રેકોર્ડ તોડવામાં ફક્ત ચાર સદીની જરૂર છે. Virat Kohliની છેલ્લી ચાર વન-ડેમાં ત્રીજી સદી છે. આ સાથે કોહલીએ શ્રીલંકા સામે દસમી સદી ફટકારી હતી. ક્રિકેટ રમતા કોઈપણ દેશનો બેટ્સમેન કોઈપણ હરીફ ટીમ સામે વન-ડેમાં આટલી સદી ફટકારી શક્યો નથી.

આ પણ વાંચોઃ નેપાળ પ્લેન ક્રેશમાં પાંચ ભારતીયો સહિત 68ના મોત

ભારતે તેમની પ્રથમ ત્રણ ઓવરમાં બેટમાંથી માત્ર એક રન બનાવ્યો, જે સૂચવતું કે બેટર્સને ધીમી પીચ પર ઊભા રહેવાની જરૂર હતી , પણ એક વખત આ પીચ પર બેટ્સમેનો સેટ થઈ ગયા પછી બરોબર આક્રમણ કરી શકતા હતા. Record Winધીમી શરૂઆત પછી ગિલે છઠ્ઠી ઓવરમાં સતત ચાર ચોગ્ગા અને  Rohitએ સિક્સર ફટકારી હતી. ત્યારબાદ 10મી ઓવરમાં રોહિતે બે છગ્ગા અને એક ચોગ્ગા સાથે કસુન રાજીથાની ધોલાઈ કરી હતી.

પાવરપ્લે પછી તરત જ પાંચ ઓવર બાઉન્ડ્રી વગર ગઈ હતી. ત્યારબાદ રોહિતે 16માં હવામાં બોલ ફ્લિક કરતા ગતિ અને બાઉન્સના અભાવે તે ડીપ બેકવર્ડ સ્ક્વેર લેગ પર ઝડપાઈ ગયો હતો.

આ પણ વાંચોઃ પોખરા એરપોર્ટ જ્યાં થયું વિમાન ક્રેશ, જાણો શું છે ચીન સાથે કનેક્શન, બની ગયું નેપાળના ગળામાં ફાંસો, જાણો વિગત

ગિલ, પહેલા 14 બોલમાં 5 રનથી 35 બોલમાં 28 રન થી 55 બોલમાં 52 રન કર્યા હતા. ગિલે તેની સદી માટે જરૂરી 48 રન મેળવવા માટે 34 બોલ લીધા હતા. જ્યારે કોહલીએ કોઈપણ પ્રકારનું જોખમ લીધા વગર સ્કોરબોર્ડ ફરતું રાખતા પહેલા 56 બોલમાં 58 રન કર્યા હતા. કોહલીએ 40મી ઓવરના અંતે 76 બોલમાં 82 રન કર્યા હતા, ત્યાં સુધી તેણે એક પણ છગ્ગો ફટકાર્યો ન હતો. સદી પૂરી કર્યા પછી, ગિલે બીજા પાવરપ્લેની છેલ્લી નવ ઓવરમાં રનરેટને વેગ આપવાનો પ્રાસ  અને 33માં રાજીથાની બોલિંગમાં આઉટ થતાં પહેલા વાન્ડરસેને ત્રણ ચોગ્ગા ફટકાર્યા. શ્રેયસ અય્યરે જે રીતે ટાઈમિંગ માટે સંઘર્ષ કર્યો તે રીતે પિચ વધુ ધીમી અને સ્કોર કરવાનું વધુ મુશ્કેલ બની ગયું હતું તે સ્પષ્ટ હતું.

આ પણ વાંચોઃ

સંસદીય ક્ષેત્ર મથુરા પહોંચ્યા અભિનેત્રી હેમા માલિની, શ્રી કૃષ્ણની ભક્તિમાં ગાયા ભજન

વિમાનો માટે કાળ છે નેપાળનું આકાશ?10 વર્ષમાં એક ડઝનથી વધુ અકસ્માતો