Gujarat Weather/ અમદાવાદમાં આજે પણ રેડ એલર્ટ, 20 જીલ્લાઓમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ

રાજ્યભરમાં કાળઝાળ ગરમીના લીધે જનજીવન ખોરવાઈ ગયું છે……..

Top Stories Gandhinagar Ahmedabad Rajkot Gujarat Surat Vadodara Breaking News
Image 2024 05 24T081618.160 અમદાવાદમાં આજે પણ રેડ એલર્ટ, 20 જીલ્લાઓમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ

Gujarat Weather: સમગ્ર રાજ્ય ગુરૂવારે ગરમીમાં શેકાયું હતું. અમદાવાદ શહેરમાં કોર્પોરેશન દ્વારા પણ રેડ એલર્ટ આપી દેવાયું છે. ત્યારે ગઈકાલે 46.6 ડિગ્રી સાથે ઊંચુ તાપમાન નોંધાયું હતું. સાઈક્લોનિક સર્ક્યુલેશનના કારણે જનજીવન ખોરવાયું છે. 20 જીલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

છેલ્લા 4 દિવસથી અમદાવાદમાં રેડ એલર્ટ છે. ગાંધીનગરમાં પણ ગરમીનો પારો સતત ઊંચો જોવા મળ્યો છે. સમગ્ર ગુજરાત અગનભઠ્ઠીમાં ફેરવાયું છે. છેલ્લા બે દિવસથી હીટસ્ટ્રોકમાં વધારો થયો છે. હવામાન વિભાગે રાજ્યના 20 જીલ્લામાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ગરમી રહેશે.

રાજ્યભરમાં કાળઝાળ ગરમીના લીધે જનજીવન ખોરવાઈ ગયું છે. સૂરજ જેમ માથા પર આવવા લાગે તેમ રસ્તાઓ સૂમસામ થવા લાગ્યાં છે. આગામી દિવસોમાં પણ આકરી ગરમીમાં શેકાવું પડશે તેવા એંધાણ છે. ગુરૂવારે રાજ્યનાં 6 શહેરમાં તાપમાનનો પારો 45થી વધુ રહ્યો હતો.

હવામાન ખાતા મુજબ સૌથી વધુ ગરમી સાથે અમદાવાદ પ્રથમ રહ્યું હતું. માહિતી મુજબ આગામી 27 મેથી તાપમાનમાં ઘટાડો થશે. ગુજરાતનાં જૂનાગઢ, અમરેલી, રાજકોટ, બોટાદ, કચ્છ, આણંદ, બનાસકાંઠા, વલસાડ, વડોદરા, અરવલ્લી, છોટા ઉદેપુર, પંચમહાલ, ખેડા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, સુરત, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્ય સરકારે હેલ્પ લાઈન નંબર – 1077 પણ જાહેર કર્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રિસામણી વહુએ પરિવારને ઝેર પીવડાવ્યું; દિયરનું મોત, સસરા ગંભીર હાલતમાં

આ પણ વાંચો: ફરસાણની દુકાનમાં બાળ મજૂરી મામલે દુકાનના માલિકની કરાઈ ધરપકડ

આ પણ વાંચો: અમદાવાદમાં CID, ITના દરોડા બાદ આંગડિયા પેઢીને NCBની નોટિસ