Monsoon Alert/ ગુજરાતના પાંચ જિલ્લામાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ, 15 જુલાઈ પછી વરસાદ ઓછો થઈ શકે

આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે…

Top Stories Gujarat
Gujarat Forecast News

Gujarat Forecast News: ગુજરાતમાં અમદાવાદ હવામાન વિભાગના નિયામક ડૉ. મનોરમા મોહંતીએ બુધવારે જણાવ્યું હતું કે રાજ્યના પાંચ જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ડો.મોહંતીએ માહિતી આપી હતી કે 14મી જુલાઈએ ડાંગ, વલસાડ, જૂનાગઢ, ગીર-સોમનાથ અને નવસારી જિલ્લામાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ મોસમી વરસાદના 46.70 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે.

તેમણે કહ્યું કે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. વિભાગે માછીમારોને પાંચ દિવસ સુધી દરિયામાં ન જવાની સલાહ આપી છે. 15 જુલાઈ પછી વરસાદ ઓછો થઈ શકે છે. સત્તાવાર માહિતી મુજબ સવારે 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં ડાંગના સુબીરમાં 134 મીમી, નવસારીના વાસદામાં 110 મીમી, ગીર સોમનાથમાં ગીર ગદ્દા 106 મીમી અને તાપીના ડોલવણમાં 102 મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે 89 તાલુકામાં એક મીમીથી 92 મીમી વરસાદ નોંધાયો છે.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) મુજબ, છેલ્લા 24 કલાક દરમિયાન સવારે 6 વાગ્યા સુધી 33 જિલ્લાના 209 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ભરૂચના વાગરામાં 233 મીમી, 24 તાલુકામાં 212 મીમી થી 100 મીમી વરસાદના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. જ્યારે 184 તાલુકામાં એકથી 97 મીમી વરસાદ નોંધાયો હતો. NDRF અને SDRFની કુલ 18 ટીમો વરસાદથી પ્રભાવિત જિલ્લાઓમાં બચાવ કાર્યમાં લાગેલી છે.

મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે જૂનાગઢ, ગીર-સોમનાથ, ડાંગ, વલસાડ અને નવસારી જિલ્લામાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ ચાલુ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 31 હજાર 35 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. તેમાંથી 9 હજાર 848 લોકો પોતાના ઘરે પરત ફર્યા છે જ્યારે લગભગ 21 હજાર 94 લોકો આશ્રય સ્થાનો પર છે. 1 જૂનથી રાજ્યમાં વરસાદના કારણે 83 લોકોના મોત થયા છે.મોટાભાગના મૃત્યુ વીજળી પડવાથી થયા છે.

આ પણ વાંચો: ગુજરાત/ જુનાગઢ, ગીર સોમનાથ, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાની વરસાદી સ્થિતીનો તાગ સી.એમ.એ ડેશબોર્ડના માધ્યમથી મેળવ્યો

આ પણ વાંચો: ગુજરાત/ ગૌ હત્યા બંધ કરો, કતલખાના સીલ કરો : છોટાઉદેપુરમાં વેપારીઓએ બંધ પાળી, આવેદન આપી કરી માગ