Not Set/ હોસ્પિટલ અને ઇન્ડસ્ટ્રીઝ માલિકો સામે ફાયરની લાલઆંખ

ઉનાળામાં આગ કે માર્ચ મહિનાના અંતમાં આગ લાગવાના ઘણાં બનાવ બનતા હોય છે. પરંતુ ઘટના અને અસલિયત વચ્ચે ફેક્ટરી કે બિલ્ડિંગ માલિકની બેદરકારી પણ એટલી જ જવાબદાર છે.

Ahmedabad Gujarat
m3 1 હોસ્પિટલ અને ઇન્ડસ્ટ્રીઝ માલિકો સામે ફાયરની લાલઆંખ

@રવિ ભાવસાર , અમદાવાદ

ઉનાળામાં આગ કે માર્ચ મહિનાના અંતમાં આગ લાગવાના ઘણાં બનાવ બનતા હોય છે. પરંતુ ઘટના અને અસલિયત વચ્ચે ફેક્ટરી કે બિલ્ડિંગ માલિકની બેદરકારી પણ એટલી જ જવાબદાર છે. હવે આવા બેદરકાર લોકોને અમદાવાદ ફાયર વિભાગે ચીમકી આપી છે કે પોતાના કન્પાઉન્ડની જવાબદારી તેમની છે અને ફાયર એનઓસી ઝડપથી મેળવી લેવું જોઇએ.

  • બેદરકાર માલિકોને અમદાવાદ ફાયર વિભાગની અપીલ
  • ફેક્ટરી કે પોતાની માલિકીની જગ્યાની ફાયર NOC મેળવી લો
  • આગ લાગશે ત્યારે NOC કરાવશે લાભ

અમદાવાદ શહેરમાં ફાયર એનઓસી ના ધરાવતી હોસ્પિટલો અને ઈન્ડસ્ટ્રીઝ એકમો વહેલી તકે ફાયર એન ઑ સી ની કામગીરી પૂરી કરી લે તેવી ચીમકી  ફાયરવિભાગ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.કારણ કે જ્યારે આગ લાગવાનો બનાવ બને છે ત્યારે ઓછામાં ઓછું નુકશાન થાય ત્યારે ફાયર સેફટીનો પ્રશ્ન સૌથી પહેલો આવે છે અને આ્થી જ ફાયર વિભાગ દ્વારા એનઓસી લેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

  • તમામ ધંધાકીય એકમો માટે ફાયર NOC જરૂરી
  • 1852 હોસ્પિટલ પૈકી 1200 હોસ્પિટલ પાસે છે ફાયર NOC
  • 15000 હજાર ઈન્ડસ્ટ્રીઝ પાસે નથી ફાયર NOC

ગુજરાતના 40,000થી વધુ કારખાનાઓમાંથી 50 ટકાથી વધુ કારખાનાઓએ ફાયર સેફ્ટી માટે એન.ઓ.સી. મેળવ્યું જ નથી. ગુજરાતના ટેક્સટાઈલ, કેમિકલ અને ફાર્માસ્યૂટિકલ્સના એકમોમાં આ પ્રકારે એન.ઓ.સી. લેવામાં ન આવતું  હોવાનું જાણવા મળે છે. તો બીજીતરફ નેશનલ બિલ્ડિંગ કોડ અને ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફટી એકટ-2013 મુજબ,દરેક હોસ્પિટલમાં ફાયર સેફટીના સાધનો લગાવવા જરૂરી છે. પરંતુ છાશવારે આવી ઘટના બને છે. જેમાંથી બોધપાઠ લેવાતો નથી.

  • NOC મેળવેલા એકમોને અપાઇ રહી છે ફાયર ટ્રેનિંગ
  • ક્વોલિટીયુક્ત ફાયર સાધનો લગાવવા સૂચન

અમદાવાદ ફાયર વિભાગ સામે સૌથી મોટો ટાસ્ક એ જ છે કે મોટા એકમોને પ્રાથમિક ટ્રેનિંગ આપવી. કારણ કે જ્યારે આગ લાગે છે ત્યારે આ જ ટ્રેનિંગ ફાયર વિભાગને ઘણી મદદ પહોંચાડી શકે છે.