mining mafia/ ગોધરામાં ખનન માફિયાઓ સામે પોલીસની લાલ આંખ, ત્રણ શખ્સની કરી અટકાયત

પંચમહાલ જિલ્લાના સરકારી અધિકારીઓના વાહનોના લોકેશનની આપ લે જેવી શંકાસ્પદ પ્રવૃત્તિ કરતા ત્રણ  ઈસમોને ગદુકપુર ગ્રામ પંચાયત પાસેથી પંચમહાલ એલ.સી.બી. પોલીસે ઝડપી પાડતા મચી ચકચાર.!!

Top Stories Gujarat Others
WhatsApp Image 2023 12 15 at 10.13.08 ગોધરામાં ખનન માફિયાઓ સામે પોલીસની લાલ આંખ, ત્રણ શખ્સની કરી અટકાયત

મોહસીનખાન – પ્રતિનિધિ, ગોધરા

પંચમહાલ : ખનન માફિયાઓ દ્વારા  ગેરકાયદેસર રીતે રેતી અને પથ્થર ખનન કરવા જેવી ગેરકાનૂની પ્રવૃત્તિ માટે ઉપયોગમાં લેવાતા વાહનો, ગેરકાયદેસર લાકડા કાપીને વહન કરતા લાકડા માફિયા સામે જિલ્લા પુરવઠા અધિકારીની કડક કાર્યવાહીથી ડરી ગયેલા આ માફિયાઓ દ્વારા સરકારી વાહનોના લોકેશન મેળવવા માટે વોટ્સેપ પર કેટલાક ગ્રુપ કાર્યરત કરવામાં આવ્યા હતા. આ ગ્રુપોમાં ઓડિયો મેસેજ કરીને સરકારી અધિકારીઓના વાહનોના નંબરના લોકેશન ગ્રુપમાં શેર કરવામાં આવતા હતા.

પંચમહાલના એલ.સી.બી.પી.એસ.આઈ.અભેસિંહ રાઠવાને આ શખ્સો ગેરકાનૂની પ્રવૃત્તિ કરતા હોવાની ચોક્કસ બાતમી મળી હતી. પોલીસને મળેલ બાતમીના આધારે તેમની પ્રવૃત્તિઓ વિરુદ્ધ તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે ગોધરા તાલુકાના ગદુકપુર ગ્રામ પંચાયત પાસે ત્રણ ઈસમો ઉભા રહીને પોતાના મોબાઈલ ફોનમાં શંકાસ્પદ પ્રવુત્તિ કરી રહ્યા છે.આ ચોક્કસ બાતમીના આધારે પોલીસ દ્વારા તપાસ કરતા ત્રણ ઈસમો મળી આવ્યા હતા.

પોલીસે આ ત્રણ ઈસમોને ઝડપી લઈ તેમની કડક પૂછપરછ કરી. તેઓના નામઠામ પૂછતા તેઓએ પોતાના નામ સદામ સુલેમાન સાજી, જયેશ રમણભાઈ વણઝારા અને અક્ષય અર્જુનભાઈ પટેલ જણાવ્યા હતા. પોલીસની અંગઝડતી દરમ્યાન ત્રણેય ઈસમો પાસેથી પાંચ જેટલા મોબાઈલ ફોન મળી આવ્યા હતા. પોલીસે આ મોબાઈલ ફોન કબ્જે લઈને મોબાઈલ ફોનમાં રહેલ માહિતી મેળવવા માટે વધુ તપાસ હાથ ધરી આવી હતી.


આ પણ વાંચો :

આ પણ વાંચો :

આ પણ વાંચો :