Iran Threaten America/ ઈરાને અમેરિકાને આપી ખુલ્લી ધમકી, ‘થંભી જાઓ નહીં તો હુમલો…’

ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધ વચ્ચે ઈરાન હતપ્રભ છે. ઇરાન જે હમાસ અને યમનના હુતી વિદ્રોહિયોનું સમર્થન કરે છે.

Top Stories World
YouTube Thumbnail 2023 12 15T103448.267 ઈરાને અમેરિકાને આપી ખુલ્લી ધમકી, 'થંભી જાઓ નહીં તો હુમલો...'

ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધ વચ્ચે ઈરાન હતપ્રભ છે. ઇરાન જે હમાસ અને યમનના હુતી વિદ્રોહિયોનું સમર્થન કરે છે અને આંતરરાષ્ટ્રીય મીડિયાના અહેવાલો અનુસાર તેમને ભંડોળ પણ પૂરું પાડે છે, તેણે ઈઝરાયેલને ઘણી વખત ચેતવણી આપી છે. ઈરાને કહ્યું છે કે, જો હમાસ પર હુમલા રોકવામાં નહીં આવે તો તે હુમલો કરી શકે છે. અમેરિકા સાથે ઈરાનના સંબંધો પણ સારા નથી. ઈરાન હુતી વિદ્રોહિયોને મદદ કરે છે, જેઓ લાલ સમુદ્રમાંથી પસાર થતા જહાજોને નિશાન બનાવે છે. જો કે, અમેરિકન યુદ્ધ કાફલો હુતી વિદ્રોહીયોના હુમલાઓને નષ્ટ કરે છે. આ દરમિયાન ઈરાને ખુલ્લેઆમ અમેરિકાને ધમકી આપી છે. અમેરિકા લાલ સમુદ્ર પર એક ટાસ્ક ફોર્સ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, જે લાલ સમુદ્રમાંથી પસાર થતા જહાજોને હુતીઓથી સુરક્ષિત કરશે. આનાથી ઈરાન નારાજ છે.

લાલ સમુદ્રમાં સેના તૈનાત કરવાના અમેરિકાના પ્રસ્તાવ પર ઈરાને આકરી પ્રતિક્રિયા આપી છે. ઈરાને અમેરિકાને સીધી ચેતવણી આપી છે કે આ પગલું તેના માટે મુશ્કેલી ઊભી કરશે. ઈરાનના સંરક્ષણ મંત્રી મોહમ્મદ રેઝા અશ્તિયાનીએ જણાવ્યું છે કે, લાલ સમુદ્રમાં શિપિંગને સુરક્ષિત કરવા માટે પ્રસ્તાવિત યુએસ સમર્થિત બહુરાષ્ટ્રીય ટાસ્ક ફોર્સને અહીં અસાધારણ સમસ્યાઓનો સામનો કરવો પડશે, ઈરાની મીડિયા ISNAએ ગુરુવારે અહેવાલ આપ્યો છે.

ઈરાનના રક્ષા મંત્રીની આ ટિપ્પણી અમેરિકાના નિવેદન બાદ આવી છે. યુએસએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે, તે લાલ સમુદ્રમાં જહાજોને ઈરાન સમર્થિત હુતી વિદ્રોહિયોના હુમલાઓથી બચાવવા માટે એક ટાસ્ક ફોર્સ બનાવવાનું વિચારી રહ્યું છે. આ માટે તે બીજા ઘણા દેશો સાથે વાતચીત કરી રહ્યો છે. જેથી સાથે મળીને એક ટાસ્ક ફોર્સની રચના કરી શકાય. હવે ઈરાન તરફથી આ તીખી પ્રતિક્રિયા આવી છે.


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: