Not Set/ નારોલ/ ડેનીમ ફેકટરીમાં લાગેલી આગ મામલે પરિવારજનો મૃતદેહ નહિ જ સ્વીકારવા પર અડગ

આગમાં સાત લોકોના થયા મોત કેસમાં પકડાયેલા આરોપીઓને કોર્ટમાં કરાશે રજૂ અમદાવાદ શહેરના છેવાડે નારોળ પાસે આવેલી ડેનીમ ની ગારમેન્ટ ની ફેકટરીમાં ગત શનિવારના રોજ આગ લાગી હતી અને ૭ શ્રમિકોના મોત થયા હતા. આગમાં ભડથુ થયેલા લોકોના મૃતદેહો હજુ પરિવારજનોએ સ્વીકાર્યા નથી. અને ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહો નહી સ્વીકારવાની  વાત પર અડગ […]

Ahmedabad Gujarat
ડેનીમ નારોલ/ ડેનીમ ફેકટરીમાં લાગેલી આગ મામલે પરિવારજનો મૃતદેહ નહિ જ સ્વીકારવા પર અડગ

આગમાં સાત લોકોના થયા મોત

કેસમાં પકડાયેલા આરોપીઓને કોર્ટમાં કરાશે રજૂ

અમદાવાદ શહેરના છેવાડે નારોળ પાસે આવેલી ડેનીમ ની ગારમેન્ટ ની ફેકટરીમાં ગત શનિવારના રોજ આગ લાગી હતી અને ૭ શ્રમિકોના મોત થયા હતા. આગમાં ભડથુ થયેલા લોકોના મૃતદેહો હજુ પરિવારજનોએ સ્વીકાર્યા નથી. અને ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહો નહી સ્વીકારવાની  વાત પર અડગ જોવા મળી રહ્યા છે.

અત્રે નોધનીય છે કે, આગમાં મૃત્યુ પામેલા સાતેય મૃતકોના મૃતદેહ પોસ્ટ મોર્ટમ બાદ વી એસ હોસ્પિટલ ખાતે રખાયા છે. ન્યાયની માંગ સાથે મૃતકના પરિવારજનો મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, નારોલના પીરાણા રોડ પર આવેલી ચિરીપાલ ગ્રુપની નંદન ડેનિમ ગારમેન્ટની ફેક્ટરીમાં શનિવારે આગ લાગી હતી. અને ફેકટરીમાં રહેલા 7 શ્રમિકો જીવતા ભડથું થયા હતા.  આ અંગે નારોલ પોલીસે કંપનીની ગંભીર બેદરકારી બદલ ફેકટરીના એમડી જ્યોથીભાઇ ચિરીપાલ સહિત છ સત્તાધીશો સામે ગુનો નોંધીને ત્રણની ધરપકડ કરી છે. પરંતુ મહત્વની બાબત છે કે હજુ પણ આ મૃતકોના મૃતદેહ પોસ્ટમોર્ટમ બાદ હજુ પણ વીએસ હોસ્પિટલ ખાતે જ અંતિમ સંસ્કારની રાહ જોઈ રહ્યા છે. તેમના પરિવારજનોએ ન્યાયની માંગણી સાથે આ મૃતદેહને સ્વીકારવાની નાં પડી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.