Crime/ 12 વર્ષની કિશોરી સાથે સગા ભાઇએ બનાવ્યા શારીરિક સંબંધ, થઇ ગર્ભવતી

હરિયાણાના જીંદમાં 12 વર્ષીય કિશોરી પર જાતિય શોષણનો કિસ્સો સામે આવ્યો છે. આ કિશોરી પર એટલી હદ સુધી શોષણ કરવામાં આવ્યું કે તેને ગર્ભ રહી ગયો, તેના નજીકના ભાઈએ જાતીય શોષણ કર્યુ હોવાનો આરોપ લગાવ્યો છે. સાત મહિનાની સગર્ભા કિશોરીને મેડિકલ તપાસ માટે રોહતકમાં મોકલવામાં આવી છે. પોલીસને તેના વિશે માહિતી આપી હતી. પીડિતાની માતાની […]

India
girl rape 12 વર્ષની કિશોરી સાથે સગા ભાઇએ બનાવ્યા શારીરિક સંબંધ, થઇ ગર્ભવતી

હરિયાણાના જીંદમાં 12 વર્ષીય કિશોરી પર જાતિય શોષણનો કિસ્સો સામે આવ્યો છે. આ કિશોરી પર એટલી હદ સુધી શોષણ કરવામાં આવ્યું કે તેને ગર્ભ રહી ગયો, તેના નજીકના ભાઈએ જાતીય શોષણ કર્યુ હોવાનો આરોપ લગાવ્યો છે. સાત મહિનાની સગર્ભા કિશોરીને મેડિકલ તપાસ માટે રોહતકમાં મોકલવામાં આવી છે. પોલીસને તેના વિશે માહિતી આપી હતી. પીડિતાની માતાની ફરિયાદના આધારે ભાઇ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

Teen 'rape' charge against two teens - Telegraph India

માહિતી અનુસાર ગયા વર્ષે કિશોરી પર બળાત્કાર કરવામાં આવ્યો હતો. પરંતુ અત્યારસુધી ડરને કારણે કિશોરીએ કોઇને વાત કરી ન હતી. જ્યારે ધીમે ધીમે તેને પેટમાં દુખાવો વધવા લાગ્યો અને પેટ મોટુ થવા લાગ્યું ત્યારે તેની માતાને ખબર પડી ગઇ.

વરરાજાના મોં પર એવું શું હતું કે મંડપમાં ફેરાની રસમ શરુ થતા જ દુલ્હને ના પાડી દીધી, જાણો અહીં

પોલીસે જણાવ્યું કે પીડિતાની ઉંમર માત્ર સાડા 12 વર્ષની છે જ્યારે આરોપી ભાઈની ઉંમર 14 વર્ષ છે. તેણે જણાવ્યું કે કિશોરી સાત મહિનાની ગર્ભવતી છે, જેને પીજીઆઈ રોહતક રિફર કરાઈ છે. પોલીસે જણાવ્યું કે, મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે છેલ્લા બે-ત્રણ દિવસથી તેની પુત્રીને પેટમાં દુખાવો હતો અને તેના પેટનું કદ પણ વધી ગયું હતું, જ્યારે તે તેની પુત્રીને ડૉક્ટર પાસે લઇ ગઇ, ત્યારે જાણવા મળ્યું કે તે લગભગ તે સાત મહિનાની ગર્ભવતી છે, ત્યારબાદ ડૉકટરોએ તેને પી.જી.આઈ. મોકલી દીધી.

પીડિતાએ પૂછપરછમાં આ જવાબ આપ્યો
મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે જ્યારે તેણે પુત્રીની પૂછપરછ કરી ત્યારે તેણે જણાવ્યું હતું કે તેના 14 વર્ષીય મોટા ભાઈએ ગયા વર્ષે તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા અને સંબંધીઓની ગેરહાજરીમાં તેના મોટા ભાઈએ ઘણી વખત તેની સાથે કથિત રુપથી શારીરિક સંબંધ બાંધ્યો હતો. .