Not Set/ આ રાજ્યોને રિલાયન્સ પૂરો પડી રહ્યો છે રોજના 700 મેટ્રિક ટન ઓક્સિજન…

અમે ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દીવ, દમણ તથા નગર હવેલી ને સંપૂર્ણપણે વિનામૂલ્યે રોજ 700 મેટ્રિક ટન ઓક્સિજન પૂરો પાડી રહ્યા છીએ, આ પ્રમાણ હવે વધારવામાં આવી રહ્યું છે, ભારત અને મુંબઈ માટેના આ કસોટી ભર્યા સમયમાં ભારતીય તરીકે અમે પોતાનું કર્તવ્ય નિભાવવા કટિબદ્ધ છીએ.

Trending Business
Untitled 318 આ રાજ્યોને રિલાયન્સ પૂરો પડી રહ્યો છે રોજના 700 મેટ્રિક ટન ઓક્સિજન...

રિલાયન્સ ફાઉન્ડેશન હંમેશા રાષ્ટ્રની સેવા માટે અગ્રેસર રહ્યું છે આ રોગચાળા સામે ની ભારતની અવિરત લડાઈમાં સાથ અને સહકાર આપી રહ્યું છે. કોરોના ની અતિગંભીર એવી બીજી લહેર માં ડોક્ટર લાઇન આરોગ્ય સેવા કર્મીઓ અથાક પરિશ્રમ કરી રહ્યા છે. અને જરૂરિયાત મંદોને ઉત્તમ તબીબી સારવાર પૂરી પાડી રહ્યા છે અને અનેક લોકોના જીવ બચાવી રહ્યા છે.

ત્યારે રિલાયન્સ ફાઉન્ડેશનના ફાઉન્ડર નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, અમે ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દીવ, દમણ તથા નગર હવેલી ને સંપૂર્ણપણે વિનામૂલ્યે રોજ 700 મેટ્રિક ટન ઓક્સિજન પૂરો પાડી રહ્યા છીએ, આ પ્રમાણ હવે વધારવામાં આવી રહ્યું છે, ભારત અને મુંબઈ માટેના આ કસોટી ભર્યા સમયમાં ભારતીય તરીકે અમે પોતાનું કર્તવ્ય નિભાવવા કટિબદ્ધ છીએ.

દેશવાસીઓની સેવા કરવા માટે અમે પોતાનાથી બનતા તમામ પ્રયત્નો કરી રહ્યા છીએ.  કોરોના હારેગા,  ઇન્ડિયા જીતેગા