મદદ/ સાબરકાંઠામાં ૧૦ પશુઓનાં મરણનું વળતર ચૂકવી દેવાતા રાહત | ત્રણ પશુઓને વળતર ચુકવવાની અરજ ફગાવાઈ

૧૫ માંથી આઠ પશુ પર આકાશી વીજળી પડતા મોત થયા છે ત્યારે બાકીના પશુ વાવઝોડામાં ઈજાગ્રસ્ત થતા મોત થયા છે.

Gujarat Others Trending
સહાય

સાબરકાંઠા જીલ્લામાં વરસાદી તારાજીના કારણે અત્યાર સુધીમાં ૧૫ પશુઓના મોત નીપજ્ય છે. ૧૦ કેસમાં રૂ.૨ લાખ ૮૧ હજારની રકમ તંત્ર ધ્વારા ચૂકવી દેવામાં આવી છે. ત્યારે ત્રણ પશુ મૃત્યુનાં કેસ ના મંજુર થયા અને બે કેસમાં નિર્ણય બાકી છે. ૧૫ માંથી આઠ પશુ પર આકાશી વીજળી પડતા મોત થયા છે ત્યારે બાકીના પશુ વાવઝોડામાં ઈજાગ્રસ્ત થતા મોત થયા છે. પશુઓના મોત

પોશીનાનાં દેમતી ગામે પાણીમાં ડૂબી જતા આધેડને પણ રૂ ૪ લાખ વળતર ચૂકવાયું

સાબરકાંઠા જિલ્લાના અંતરીયાળ આદિજાતી વિસ્તાર એવા પોશીના તાલુકાના દેમતી મેરા ફળીયાના ૫૨ વર્ષિય લાડુભાઇ જોરાભાઇ પરમાર રાતે ગામમાં દુકાને ઘરનો કોઇ સામાન ખરીદવા ગયા હતા. ઘરે પરત ફરતા સમયે તેમનો પગ લપસતા તેઓ વાંઘાના(નાડિયા) ભારે પાણીમાં તણાઇ જતાં તેમનુ આકસ્મિક મૃત્યુ થતા તેમના પરીવાર પર જાણે આભ ભાટ્યું હતું. લાડુભાઇના પરીવારમાં તેમના પત્નિ કેસરીબેન, માતા-પિતા અને તેમના પાંચ પુત્ર અને ચાર પુત્રીઓ છે. આ અકસ્માતની જાણ થતા જ ગામના તલાટી કમ મંત્રી તેમજ તાલુકા વિકાસ અધિકારીએ ઘટના સ્થળે જઈને પંચનામા અને અન્ય વહિવટી કામગીરીમાં મદદ આપી હતી. પરીજનોની આર્થિક સ્થિતિને જોતા વહિવટી તંત્ર દ્રારા બને તેટલી ઝડપી સહાય પરીવારને પહોંચાડવા માટે ભારે જહેમત લીધી હતી. સરકાર દરેક મુશ્કેલીમાં નાગરીકો સાથે છે તેનો નક્કર પુરાવો આપતા માત્ર ચાર જ દિવસમાં લાડુભાઇના પત્નિને સ્ટેટ ડીઝાસ્ટર રીલીફ ફંડ દ્રારા રૂ. ચાર લાખની સહાયનો ચેક ખેડબ્રહ્માના પૂર્વ ધારાસભ્ય અશ્વિનભાઇ કોટવાલના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : આ છે દેશના પ્રથમ ટ્રાન્સજેન્ડર પાયલોટ, વિમાન ઉડાવવાની લીધી ટ્રેનિંગ, પરંતુ સપનું પૂરું નહીં થવાનો ભય