Sports News : ભારતીય ટીમનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ફિટ છે. જેને પગલે બુમરાહનું પુનરાગમન નક્કી છે. જેમાં 23 જુલાઈથી ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે શરૂ થનારી ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટમાં બુમરાહ ટીમનો ભાગ બનશે. ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે આ વાતની પુષ્ટિ કરી છે. માન્ચેસ્ટરમાં મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું, ‘જસ્સી ભાઈ તો ખેલંગી હી’, તે ભારતીય પ્લેઇંગ ઇલેવનમાં જોડાવા માટે તૈયાર છે. તમને જણાવી દઈએ કે ઇંગ્લેન્ડ સામે અત્યાર સુધી રમાયેલી ત્રણ ટેસ્ટ મેચમાંથી બુમરાહ બે મેચ રમી ચૂક્યો છે. તેણે બે ઇનિંગમાં પાંચ વિકેટ સહિત 12 વિકેટ લીધી છે.
તે હાલમાં શ્રેણીમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલરોમાં બીજા ક્રમે છે.ચોથી ટેસ્ટમાં બુમરાહના રમવા અંગે અનિશ્ચિતતા હતી કારણ કે ભારતીય ટીમ મેનેજમેન્ટે તેના રમવા અંગે કોઈ પુષ્ટિ કરી ન હતી. ભારત શ્રેણીમાં 2-1થી પાછળ છે, અને ટીમની પરિસ્થિતિને જોતાં, ટીમને ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે તેના સૌથી શક્તિશાળી ઝડપી બોલરની જરૂર હતી. આને ધ્યાનમાં રાખીને, આ નિર્ણય લેવામાં આવ્યો છે.આ ટેસ્ટ મેચમાં બુમરાહ ઘણા રેકોર્ડ પણ બનાવી શકે છે. જો તે ત્રણ વિકેટ લે તો તે ઈંગ્લેન્ડમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની જશે.
બુમરાહ અત્યાર સુધીમાં ઈંગ્લેન્ડમાં 11 ટેસ્ટ મેચમાં 24.97 ની સરેરાશથી 49 વિકેટ લઈ ચૂક્યો છે, જેમાં તેણે ચાર વખત એક ઇનિંગમાં પાંચ વિકેટ લેવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે. આ રેકોર્ડ હાલમાં ઈશાંત શર્માના નામે છે, જેમણે ઈંગ્લેન્ડમાં 15 ટેસ્ટ મેચમાં 33.35 ની સરેરાશથી 51 વિકેટ લીધી છે, જેમાં તેણે ફક્ત બે વાર એક ઇનિંગમાં પાંચ વિકેટ લીધી છે.
આ પણ વાંચો: શું ટીમ ઈન્ડિયા આજે ફરી કરશે બાઉન્સ બેક? બુમરાહ પર મોટી જવાબદારી છે, સિરાજ-કૃષ્ણને પણ સાથે રમવું પડશે
આ પણ વાંચો: ડ્રેસિંગ રૂમમાં ઋષભ પંત સામે કેએલ રાહુલે જોડ્યા હાથ,BCCIનો આ વીડિયો ખૂબ વાયરલ થયો
