જન્માષ્ટમી/ કૃષ્ણ ભગવાને પણ નહોતા છોડ્યા એમનાં આ પાંચ સૌથી મોટા શત્રુઓને..

કૃષ્ણ જન્માષ્ટમી નજીક આવી રહી છે ત્યારે તમને જણાવી દઈએ કે વર્ષ 2018માં જન્માષ્ટમી બે દિવસ ઉજવાઈ રહી છે.

Religious Dharma & Bhakti
hj કૃષ્ણ ભગવાને પણ નહોતા છોડ્યા એમનાં આ પાંચ સૌથી મોટા શત્રુઓને..

કનૈયાએ ઘણાં અસુરોના વધ કર્યા છે જેમ કે તાડકા,કાલીયા, નરકાસુર વગેરે પરંતુ આ અસુરો સાથે કૃષ્ણની કોઈ દુશ્મનાવટ હતી નહી. જયારે અમુક લોકો એવાં હતા જેઓની શત્રુતા સીધી કૃષ્ણ સાથે જ હતી.આ શત્રુઓમાં મામા કંસ પણ શામિલ છે. આ છે પાંચ કૃષ્ણના વેરીઓ..

મામા કંસ

ભગવાન કૃષ્ણના મામા હતા કંસ. કંસ પોતાની બહેન દેવકીને ખુબ સ્નેહથી રાખતો હતો પરંતુ જે દિવસે આકાશવાણી થઇ કે, ‘ જેને તુ ચાહે છે, એ દેવકીનો આઠમો પુત્ર તને મારી નાખશે.’ ત્યારબાદ કંસે પોતાની બહેન અને એનાં પતિને જેલમાં બંદી બનાવી દીધા. કંસે પોતાની બહેન દેવકીનાં સાત પુત્રોને જન્મતા વેત જ મારી નાખ્યા. પરંતુ જયારે ભગવાન ખુદ જન્મ લેવાના હોય ત્યારે એની લીલા ન્યારી જ હોવાની. કૃષ્ણ નો જન્મ થયો અને જેલના એક પછી એક દરવાજા આપમેળે જ ખુલવા લાગ્યા. વસુદેવ મથુરાની જેલમાંથી બાલકૃષ્ણને લઈને નંદ નાં ઘરે પહોચી ગયા હતા. ત્યારબાદ કંસે ઘણાં ષડયંત્ર કરી ને કૃષ્ણ નો વધ કરવાની કોશિશ કરી. ઘણાં અસુરોને પણ મોકલ્યા અને એ બધાં પણ માર્યા ગયા. ત્યારબાદ કંસ એક સમારોહ રાખે છે જેમાં કૃષ્ણ અને બલરામને બોલાવામાં આવે છે. આ સમારોહમાં કૃષ્ણ કંસ ને વાળથી  પકડીને એની ગાદી પરથી ઉતારી જમીન પર પટકી દે છે અને કૃષ્ણ કંસનો વધ કરે છે.

જરાસંઘ

જરાસંઘ કંસનાં સસરા હતા. કંસનાં મૃત્યુ બાદ ભગવાન કૃષ્ણને જેણે સૌથી વધુ પરેશાન કર્યા હોય તો એ હતાં જરાસંઘ. શ્રી કૃષ્ણે જરાસંઘને મારવાની યોજના બનાવી. યોજનાં અનુસાર કૃષ્ણ, ભીમ અને અર્જુન બ્રાહ્મણ ના વેશમાં જરાસંઘ પાસે પહોચી ગયા અને એમને કુશ્તી માટે લલકાર્યા. પરંતુ જરાસંઘ સમજી ગયા હતા કે આ બ્રાહ્મણ નથી અને ત્યારે જ કૃષ્ણ એ પોતાનો અસલી પરિચય આપ્યો.અંતે વિચાર્યા બાદ જરાસંઘે ભીમ સાથે કુશ્તી લડવાનો નિર્ણય કર્યો.

અખાડામાં રાજા જરાસંઘ અને ભીમ વચ્ચે યુદ્ધ 13 દિવસ સુધી સતત ચાલતું રહ્યું. 14 માં દિવસે કૃષ્ણએ એક પાંદને વચ્ચેથી તોડીને વિરુદ્ધ દિશામાં ફેકી દીધા. ભીમ કૃષ્ણ નો આ ઈશારો સમજી ગયા અને ભીમે એમ જ કર્યું. ભીમે જરાસંઘને બે હિસ્સાઓમાં વેચી દીધો અને બન્ને શરીરના ટુકડાને અલગ લગ દિશામાં ફેકી દીધા. આ રીતે જરાસંઘનો અંત આવ્યો.

કાલયવન

એકવાર કાલયવન ની સેનાએ મથુરાને ઘેરી લીધું. કાલયવને મથુરા નરેશને સંદેશો મોકલ્યો.કૃષ્ણ એ ઉતર આપ્યો કે યુદ્ધ માત્ર કૃષ્ણ અને કાલયવન માં થાય. કાલયવન એ આ વાતને સ્વીકારી લીધી. બલરામે પોતાના નાના ભાઈને કાલયવન સાથે યુદ્ધ કરવાની ના પાડી અને કૃષ્ણ ને શિવ ભગવાને કાલયવન ને જે વરદાન આપ્યું છે એનાં વિષે જણાવ્યું.એને કોઇપણ હરાવી શકે નહી. જો કોઈ એને મારી શકે છે તો એ છે રાજા મુચુકુંદ. યુદ્ધ શરૂ થતા જ કૃષ્ણ ગુફાની તરફ ભાગ્યા અને કાલયવન એમની પાછળ પાછળ ગયા. કૃષ્ણ ભગવાન છુપાય ગયા અને કાલયવને એક સુતેલા વ્યક્તિને જોયો. કાલયવન ને લાગ્યું કે એ કૃષ્ણ છે . કાલયવને એ સુતેલા વ્યક્તિને જોરથી લાત મારી. જેવું એ વ્યક્તિએ કાલયવન તરફ જોયું કે કાલયવન ના શરીરે આગ લાગી ગઈ અને એનું મૃત્યુ થયું.

શિશુપાલ

શિશુપાલ ૩ જન્મોથી કૃષ્ણ સાથે વેરભાવ બાંધીને બેઠો હતો. એક યજ્ઞ માં બધા રાજાઓને બોલવામાં આવ્યા. આ યજ્ઞ કૃષ્ણ અને પાંડવોએ રાખ્યો હતો. યજ્ઞ દરમ્યાન શિશુપાલ કૃષ્ણ ને અપમાનિત કરીને ગાળો આપવા લાગ્યા. આ સાંભળીને પાંડવો ગુસ્સે થઇ ગયાને એને મારવા માટે ઉભા થઇ ગયા. કૃષ્ણ એ પાંડવોને શાંત કર્યા અને યજ્ઞ કરવા માટે કહ્યું. ત્યારબાદ પણ શિશુપાલ ચુપ થયો નહી અને ગાળો આપતો રહ્યો. ઘણીવાર સુધી કૃષ્ણ સાંભળતા રહ્યા પણ પછી તેઓ બોલ્યા કે , ‘બસ શિશુપાલ, મેં તારા એકસો અપશબ્દોને માફ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી એટલા માટે જ અત્યાર સુધી તારા પ્રાણ બચ્યા છે. અત્યારસુધી સો પુરા થઇ ચુક્યા છે. શાંત બેસો એમાં જ તમારી ભલાઈ છે.’ આટલું કહ્યા બાદ પણ શિશુપાલ ચુપ ન રહ્યા અને જેવી ગાળ આપી કે તરત જ કૃષ્ણ ભગવાને પોતાનું સુદર્શન ચક્ર ચલાવી દીધું અને શિશુપાલનું માથું ધડ થી અલગ થઇ ગયું.

પૌન્દ્રક 

રાજા પૌન્દ્રક  નકલી ચક્ર, શંખ.તલવાર.મોર મુકુટ,પીળા વસ્ત્ર પહેરીને ખુદને કૃષ્ણ કહેતા હતા.ઘણા સમય સુધી કૃષ્ણ એમની વાતોને અને હરકતોને નજરઅંદાજ કરતા રહ્યા. જયારે એની આવી બધી હરકતો વધુ સહન ન થઇ અને પ્રત્યુતર મોકલ્યો, હતો. ત્યારબાદ યુદ્ધ થયું જેમાં પૌન્દ્રક શંખ,ચક્ર,વનમાળા,રેશમી પીતામ્બર,ઘરેણાં વગેરે ધારણ કરીને ગરુડ પર બિરાજમાન થઈને નકલી કૃષ્ણ ના વેશમાં યુદ્ધ ભૂમિમાં હતા. આ નકલી કૃષ્ણ ને જોઇને ભગવાન કૃષ્ણ ને ઘણું હસવું આવ્યું. ત્યારબાદ યુદ્ધ થયું અને ભગવાન પૌન્દ્રકનો વધ કરીને ફરી દ્વારિકા ચાલ્યા ગયા.

આ પણ વાંચો:અભિનેતા જેણે 17 વાર ‘કૃષ્ણ’ બનીને રચ્યો ઈતિહાસ, લોકો ખરેખર  ભગવાન માનવા લાગ્યા અને પુજા પણ કરતાં !

આ પણ વાંચો:કરણ જોહરની ફિલ્મમાં સાન્યા મલ્હોત્રાને મળી તક, આ હીરો સાથે જોવા મળશે

આ પણ વાંચો:રાજુ શ્રીવાસ્તવની હાલત અત્યંત નાજુક, ડોક્ટરોએ આપ્યો જવાબ, બસ પ્રાર્થનાનો સહારો