Not Set/ આજે સૌભાગ્યવતી મહિલાઓ માટે મહત્વનો દિવસ,ભગવાન ગણેશની કરશે આરાધના

આજે કરવા ચોથ વામન પુરાણ અને અન્ય ગ્રંથોમાં ચંદ્રની પૂજાનું વર્ણન કરવામાં આવ્યું છે, છાંદોગ્ય ઉપનિષદમાં પણ ચંદ્રમાં પુરૂષ રૂપી બ્રહ્માની ઉપાસનાનું મહત્ત્વ છે ચોથ તિથિના દેવતા ભગવાન ગણેશ છે. એટલે આ દિવસે ચોથ દેવી સાથે ગણેશજીની પૂજા પણ કરવામાં આવે છે

Trending Dharma & Bhakti
1 12 આજે સૌભાગ્યવતી મહિલાઓ માટે મહત્વનો દિવસ,ભગવાન ગણેશની કરશે આરાધના

આજે કરવા ચોથ સૌભાગ્યવતી મહિલાઓ માટે આજનો દિવસ ખુબ જ ખાસ માનવામાં આવે છે, દેશભરમાં અને વિદેશની ધરતી પર પણ કરવા ચોથની ઉજવણી શ્રદ્ધા સાથે કરવામાં આવે છે. આજે  માટીના વાસણ એટલે કરવાનું વિશેષ મહત્ત્વ છે. વામન પુરાણ અને અન્ય ગ્રંથોમાં ચંદ્રની પૂજાનું વર્ણન કરવામાં આવ્યું છે. આ સિવાય છાંદોગ્ય ઉપનિષદમાં પણ ચંદ્રમાં પુરૂષ રૂપી બ્રહ્માની ઉપાસનાનું મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. ચોથ તિથિના દેવતા ભગવાન ગણેશ છે. એટલે આ દિવસે ચોથ દેવી સાથે ગણેશજીની પૂજા પણ કરવામાં આવે છે. કરવા ચોથ એટલે પતિની લાંબી ઉંમર માટે રાખવામાં આવતું વ્રત. છાંદોગ્ય ઉપનિષદ પ્રમાણે ચંદ્રમાં પુરૂષ સ્વરૂપી બ્રહ્માની ઉપાસના કરવાથી બધા પાપ નષ્ટ થઇ જાય છે. આ વ્રતમાં ભગવાન શિવ અને દેવી પાર્વતી, કાર્તિકેટ, ગણેશ તથા ચંદ્રનું પૂજન કરવું જોઇએ. પૂજા પછી માટીના કરવામાં ચોખા, અડદની દાળ, સુહાગની સામગ્રી સાસુ કે ઘરની કોઇ વડીલને ભેટ કરીને પગે લાગવાનું પણ ઘણું મહત્વ છે.

પૌરાણિક કથા પ્રમાણે એેકવાર દેવતાઓ અને દાનવો વચ્ચે યુદ્ધમાં દેવતાઓની પરાજય થઇ રહી હતી. બ્રહ્મદેવે આ સંકટથી બચવા માટે બધા જ દેવતાઓની પત્નીઓ એટલે શક્તિઓને વ્રત રાખવાની સલાહ આપી. આસો મહિનાના વદ પક્ષની ચોથના દિવસે બધા દેવતાઓની પત્નીઓએ વ્રત રાખ્યું. વ્રત કરવાથી બધી શક્તિઓ એકઠી થઇ. જેનાથી યુદ્ધમાં દેવતાઓને વિજય પ્રાપ્ત થયો. આ સાંભળીને બધી દેવ પત્નીઓએ પોતાનું વ્રત ખોલ્યું. માન્યતા પ્રમાણે આ દિવસથી કરવા ચોથના વ્રતની પરંપરા શરૂ થઇ.

આજે સરગીનું ખુબ જ મહત્થીવ રહેલુ છે. સાસુ પોતાની પુત્રવધુને પોતાના હાથે સરગી આપે છે અને સંકટ વગર આ વ્રત પુર્ણ થાય તેવી આશિર્વાદ આપે છે. એમ કહી શકાય કે, કરવા ચોથના વ્રતની શરૂઆત જ સરગીથી થાય છે.  સરગીમાં મીઠાઈ, ફળ વગેરે હોય છે, જે સૂર્યોદય વખતે વ્રત શરૂ કરતાં પહેલાં ખાવામાં આવે છે, જેથી વ્રત દરમિયાન શરીરમાં ઉર્જા રહે છે. અને સારી રીતે દિવસ પસાર થવાની શક્તિ મળે છે.

કરવા ચોથનું વ્રત નિર્જળા રાખવામાં આવે છે, તેમાં વ્રત રાખનાર વ્યક્ત કશુ જ ખાતા-પીતા નથી. પાણી પણ પીવાથી વ્રત તુટે છે. જળનો ત્યાગ કરવાનો હોય છે. કહેવાય છે કે વ્રત કરનારી મહિલાઓ તેમના કઠોર વ્રતથી માતા ગૌરી અને ભગવાન શિવને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરછે, જેથી તેમને અખંડ સૌભાગ્ય અને સુખી દાંપત્ય જીવનના આશીર્વાદ મળે. એટલુ જ નહીં કરવા ચોથના વ્રતમાં સવારથી જ શ્રીગણેશ, ભગવાન શિવ અને માતા ગૌરીની પૂજા કરવામાં આવે છે, જેથી તેમને અખંડ સૌભાગ્ય, યશ તથા કીર્તિ પ્રાપ્ત થઇ શકે. પૂજામાં માતા ગૌરી અને ભગવાન શિવના મંત્રોનો જાપ કરવામાં આવે છે.

કરવા ચોથમાં પૂજા માટે શુદ્ધ પીળી માટીથી શિવ, ગૌરી તથા ગણેશજીની મૂર્તિ બનાવવામાં આવે છે. પછી તેને ચોકી(બાજોટ) પર લાલ વસ્ત્ર પાથરીને સ્થાપિત કરવામાં આવે છે. માતા ગૌરીને સિંદૂર, ચાંદલો, ચુન્ની તથા ભગવાન શિવને ચંદન, ફૂલ, કપડાં વગેરે પહેરાવવામાં આવે છે. શ્રીગણેશજી તેમના ખોળામાં બેસે છે. સાંજના સમયે મહિલાઓ સાથે મળીને કથા સાંભળે છે. અને ચંદ્રના ઉદય થયા પછી પતિનો ચહેરો જોઇ ચંદ્ર અને પતિની પૂજા કરી પતિના હાથે જ પાણી પીધા પછી અન્નહાર કરે છે.

જો કે આજકાલ કરવાચોથનો ટ્રેન્ડ ઘણો જ બદલાયો છે, ફિલ્મી કલાકારોથી લઇને ટીવી પર આવતી લગભગ દરેક સીરીયલમાં કરવા ચોથનું મહત્વ દર્શાવવામાં આવે છે. માટે હવે લગભગ દરેક જગ્યાએ મહિલાઓ પતિના દિર્ધાયુ માટે કરવા ચોથ કરે છે.