Not Set/ રવિવારથી ગુજરાતમાં પવિત્ર અને પાવનકારી શ્રાવણ માસનો પ્રારંભ થશે  

અમદાવાદ ગુજરાત સહિતના રાજ્યોમાં વિક્રમ સંવત વર્ષ મુજબ પવિત્ર શ્રાવણ મહિનાનો રવિવારથી પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે શિવાલયોમાં શિવ ભક્તોની ભીડ જોવા મળશે. ભાવિક ભક્તો ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા અર્ચના કરશે. તો કેટલાક ભક્તો પણ શ્રાવણ મહિનામાં આવતા તમામ સોમવારના દિવસે ઉપવાસ કરે છે. આ શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર તા. 12 ઓગસ્ટના રોજ છે. […]

Navratri 2022
SHIV e1533907814745 રવિવારથી ગુજરાતમાં પવિત્ર અને પાવનકારી શ્રાવણ માસનો પ્રારંભ થશે  

અમદાવાદ

ગુજરાત સહિતના રાજ્યોમાં વિક્રમ સંવત વર્ષ મુજબ પવિત્ર શ્રાવણ મહિનાનો રવિવારથી પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે શિવાલયોમાં શિવ ભક્તોની ભીડ જોવા મળશે. ભાવિક ભક્તો ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા અર્ચના કરશે. તો કેટલાક ભક્તો પણ શ્રાવણ મહિનામાં આવતા તમામ સોમવારના દિવસે ઉપવાસ કરે છે. આ શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર તા. 12 ઓગસ્ટના રોજ છે. જયારે દેશના ઉત્તર પૂર્વ વિસ્તારો તેમજ ઉત્તરાખંડ, નેપાળ અને અન્ય પહાડી વિસ્તારોમાં ગત તા. 16 જુલાઈથી શ્રાવણ મહિનો શરુ થઇ ચુક્યો છે. એવું માનવામાં આવે છે કે શ્રાવણના ઉપવાસથી સારા સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે અને કુંવારી છોકરીઓને સારો પતિ મળે છે અને આ વખતે શ્રાવણ એટલા માટે પણ ખાસ છે કારણ કે 19 વર્ષ પછી એવું થશે કે પૂરા 30 દિવસ સુધી શ્રાવણ મહિનો ચાલશે

અહીં જાણો શ્રાવણ મહિનો અમુક વિસ્તારોમાં અલગ કેમ ઉજવાય છે?

સંક્રાંતિની ગણતરીથી શ્રાવણ મહિનાનો પ્રારંભ 16 જુલાઈથી થયો હતો એટલે કે, આજ સુધીમાં ચાર સોમવાર પસાર થઈ ગયા છે. ઉત્તરાખંડ, નેપાળ અને અન્ય પહાડી વિસ્તારોમાં લોકો સંક્રાંતિની ગણતરીને ધ્યાનમાં લે છે. પરંતુ પૂર્ણ ચંદ્રની ગણતરી મુજબ, પરંતુ પૂર્ણિમા ગણતરી અનુસાર તા. 28 મી જુલાઈથી શરૂ થઈ ગયો છે અને શ્રાવણનો પ્રથમ સોમવાર તા. 30 જુલાઇ હતો. પૂર્ણિમાની ગણતરી મુજબ, આ વખતે ચાર સોમવાર, 30 જુલાઈ, 6 ઓગસ્ટ અને 13 ઓગસ્ટ અને 20 ઓગસ્ટ હશે. જો તમે સંક્રાંતિની ગણતરીને ધ્યાનમાં લો, તો આ સમયે શ્રાવણમાં પાંચ સોમવાર છે અને શ્રાવણ પૂરા 30 દિવસનો છે. આ વખતે વધુ મહિનાના કારણે પાંચ સોમવારનો યોગ બનાવી રહ્યો છે.

જયારે ગુજરાત અને મહારાષ્ટ્રમાં વિક્રમ સંવત મુજબ તા. 12 ઓગસ્ટથી શ્રાવણ મહિનો શરુ થઈ રહ્યો છે. જે 29 દિવસનો છે.

આ વખતે સાવણ મહિનો  કેમ ખાસ છે?

આ વર્ષે સંક્રાંતિની ગણતરી મુજબ, શ્રાવણ મહિનામાં રોટક વ્રત લાગી રહ્યા છે. ગ્રંથો અનુસાર, જે વર્ષે શ્રાવણ માસમાં પાંચ સોમવાર હોય છે, તે વર્ષે રોટક વ્રત લાગે છે આ માન્યતા અનુસાર, ભગવાન શિવ અને માતા પાર્વતી જેઓ પાંચ સોમવારના ઉપવાસ રાખે છે તેમની બધી ઇચ્છાઓ પૂરી કરે છે.

શ્રાવણના મહિનાનું મહત્વ

વિક્રમ સંવતનો આઠમાં મહિનાને શ્રાવણનો મહિનો કહેવાય છે. શ્રાવણ મહિનાનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. શિવ પુરાણ અનુસાર, ભગવાન શિવ શ્રાવણ મહિનામાં માતા પાર્વતીના તપથી ખુશ થયા હતા અને તેમને એક પત્નીના રૂપમાં સ્વિકાર્યા હતા. શ્રાવણ મહિનામાં, ભગવાન શિવ તેમના ભક્તોની બધી ઇચ્છાઓ પૂર્ણ કરે છે. માન્યતાઓ મુજબ, શ્રાવણ મહિનામાં ઉપવાસ કરતી કન્યાને ભગવાન શિવના આશીર્વાદથી ઇચ્છિત જીવનસાથી પ્રાપ્ત થાય છે. આ મહિનામાં ભગવાન શિવના રુદ્રાભિષેક કરવાથી પદ, પ્રતિષ્ઠા અને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે.