Fake Currency Scam/ અમદાવાદના નકલી ચલણી નોટકાંડના આરોપીઓના રિમાન્ડ મંજૂર

અમદાવાદના નકલી નોટકાંડના આરોપીઓના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. નકલી નોટકાંડમાં ત્રણ આરોપીઓને પકડવામાં આવ્યા હતા. અમદાવાદની મેટ્રો કોર્ટે આરોપીઓને દસ દિવસના રિમાન્ડ પર મોકલવાનો આદેશ આપ્યો છે.

Gujarat Ahmedabad Breaking News
Beginners guide to 2024 06 14T102022.805 અમદાવાદના નકલી ચલણી નોટકાંડના આરોપીઓના રિમાન્ડ મંજૂર

Ahmedabad News: અમદાવાદના નકલી નોટકાંડ(Fake Currency Scam) ના આરોપીઓના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. નકલી નોટકાંડમાં ત્રણ આરોપીઓને પકડવામાં આવ્યા હતા. અમદાવાદની મેટ્રો કોર્ટે આરોપીઓને દસ દિવસના રિમાન્ડ પર મોકલવાનો આદેશ આપ્યો છે.

અમદાવાદના રામોલ વિસ્તારમાં 15 લાખથી વધુ રૂપિયાની નકલી નોટો મળી આવી હતી. નકલી નોટો સાથે પકડાયેલા આરોપીઓને વધુ પૂછપરછ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. મેટ્રો કોર્ટમાં બબંને પકારોને સાંભળ્યા પછી ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે આરોપીઓને દસ દિવસના રિમાન્ડ પર મોકલવાનો  આદેશ આપ્યો હતો. આ કૌભાંડમાં ચોથા આરોપીને પણ પોલીસે ઝડપી લીધો છે અને તેને કોર્ટમાં રજૂ કરાશે.

સીઆઇડી ક્રાઇમે ગુરુવારે અમદાવાદના રામોલ વિસ્તારમાં ચોક્કસ બાતમીના આધારે ત્રણ આરોપીઓની નકલી નોટો સાથે ધરપકડ શરૂ કરી હતી. પકડાયેલા ત્રણેય આરોપી રાજસ્થાનના છે. તેઓ મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લામાં એક મકાન ભાડે રાખીને કલર પ્રિન્ટરમાં નકલી નોટો છાપતા હતા. તેઓ અમદાવાદમાં પણ નોટો સપ્લાય કરતાં તા

સીઆઇડી ક્રાઇમ ટીમને આ અંગેની બાતમી મળતા તેઓએ વોચ ગોઠવી હતી અને ત્રણેય આરોપીઓને ઝડપ્યા હતા. સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચે તેમની પાસેથી એક જ સીરિઝની 15 લાખ રૂપિયા કરતાં વધુ રકમની નોટો ઝડપી હતી.

આરોપી સતીશ ઉર્ફે વિક્કી હંસરાજ જીનવા, અનિકકુમાર રમેશચંદ્ર રજત અને કાલુરામ રાધેશ્યામ મેઘવાલની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા છે. સરકારી વકીલે જણાવ્યું હતું કે આરોપીઓ પાસેથી લગભગ 5,500 જેટલી બનાવટી નોટો મળી આવે છે. તેથી તેમની પાસે વધુ વિગતો મેળવવા તેમને રિમાન્ડ પર મોકલવાની જરૂર છે. આના પગલે મેટ્રોપોલિટન કોર્ટે આરોપીઓના દસ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પ્રવાસીઓ નહીં કરી શકે ‘સિંહ દર્શન’, જાણો શા માટે

આ પણ વાંચો: લીલાછમ વૃક્ષોનું નિકંદન કાઢનાર ચિત્રા અને ઝવેરી કંપની સામે FIR કેમ નોંધી નહીં?

આ પણ વાંચો: સુરતમાં સ્કૂલવાન ચાલકો વિરૂદ્ધ RTOની લાલ આંખ

આ પણ વાંચો: વાવ બેઠક: કોંગ્રેસ પોતાનો ગઢ બચાવવા કોને ટિકિટ આપશે? ‘આ’ નેતાઓ સૌથી આગળ

આ પણ વાંચો: ડાંગમાં ગ્રામજનોએ શાળાને કરી તાળાબંધી, બાળકોની સુરક્ષા પ્રથમ