Not Set/ રેમો ડિસોઝા તેની ડાન્સ એકેડેમી વહેલી તકે શરૂ કરશે,કોરોનાના લીધે પ્લાન ડિલે થયો

‘હું એક ડાન્સ એકેડેમી શરૂ કરવા માગતો હતો જેમાં ડાન્સના શોખીન એક ઑર્ગેનાઇઝ મેનરમાં શીખી શકે. કોવિડ-19ને કારણે થોડું મોડું થઈ રહ્યું છે, પરંતુ હવે બધું ફરી પાટા પર આવી રહ્યું છે

Entertainment
REMO રેમો ડિસોઝા તેની ડાન્સ એકેડેમી વહેલી તકે શરૂ કરશે,કોરોનાના લીધે પ્લાન ડિલે થયો

રેમો ડિસોઝાનું કહેવું છે કે કોરોનાને કારણે તેનો ડાન્સ-સ્ટુડિયો શરૂ કરવાના પ્લાનમાં મોડું થઈ રહ્યું છે. તે રેમો ફ્યુઝન ડાન્સ સ્ટુડિયો લઈને આવી રહ્યો છે. કોરોનાની સેકન્ડ વેવ બાદ ઘણી સેલિબ્રિટીઝે કામ શરૂ કરી દીધું છે અને રેમોએ પણ કામ શરૂ કરી દીધું છે.

આ વિશે વાત કરતાં રેમોએ કહ્યું કે ‘હું એક ડાન્સ એકેડેમી શરૂ કરવા માગતો હતો જેમાં ડાન્સના શોખીન એક ઑર્ગેનાઇઝ મેનરમાં શીખી શકે. કોવિડ-19ને કારણે થોડું મોડું થઈ રહ્યું છે, પરંતુ હવે બધું ફરી પાટા પર આવી રહ્યું છે. મારે હવે વધુ રાહ નથી જોવી અને હું બહુ જલદી ઍકૅડેમી લૉન્ચ કરીશ. આ ઍકૅડેમી મારા પૅશનને કારણે બનાવવામાં આવી રહી છે. હું એને એક એવું પ્લૅટફૉર્મ બનાવવા માગું છું જેમાં લોકો ડાન્સના આર્ટ વિશે સમજે. અમે અત્યારે સ્ટ્રક્ચર બનાવવા પર કામ કરી રહ્યા છીએ. સોસાયટીને અમારાથી શક્ય હોય એટલું પાછું આપવાની અમારી આ કોશિશ છે.’