દંડ/ RBIએ સ્ટેટ બેક અને સ્ટાન્ડર્ડ બેંકને ફટકાર્યો દંડ જાણો વિગતો

RBI એ સોમવારે દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) પર રૂ. 1 કરોડ અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્ક પર રૂ. 1.95 કરોડનો દંડ લાદ્યો છે

Business
INDIA 1 RBIએ સ્ટેટ બેક અને સ્ટાન્ડર્ડ બેંકને ફટકાર્યો દંડ જાણો વિગતો

ભારતીય રિઝર્વ બેન્ક (RBI) એ સોમવારે દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) પર રૂ. 1 કરોડ અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્ક પર રૂ. 1.95 કરોડનો દંડ લાદ્યો છે.RBI એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે SBI ને ‘રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (વાણિજ્યિક બેંકો અને પસંદગીની નાણાકીય સંસ્થાઓ દ્વારા છેતરપિંડી-વર્ગીકરણ અને અહેવાલ) નિર્દેશો 2016’ માં સમાવિષ્ટ સૂચનાઓનું પાલન ન કરવા બદલ દંડ કરવામાં આવ્યો છે.

કેન્દ્રીય બેંક (RBI) એ એક અલગ નિવેદનમાં જણાવ્યું હતું કે ‘ગ્રાહક સુરક્ષા – અનધિકૃત ઇલેક્ટ્રોનિક બેંકિંગ વ્યવહારોમાં ગ્રાહકોની મર્યાદિત જવાબદારી અને ‘બેંકોમાં સાયબર સુરક્ષા માળખું સહિત ‘બેન્કોના ક્રેડિટ કાર્ડ ઓપરેશન્સ’ અને નાણાકીય સેવાઓ દ્વારા સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકને ‘આઉટસોર્સિંગમાં આચારસંહિતા’ પર આરબીઆઈ દ્વારા જારી કરાયેલા નિર્દેશોનું પાલન ન કરવા બદલ 1.95 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

આ નાણાકીય દંડ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 હેઠળ આરબીઆઈને સોંપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને લાદવામાં આવ્યો છે.