Not Set/ ઘરમાંથી બહાર ફેંકી દો આ નકારાત્મક વસ્તુઓ અને પછી જુઓ કમાલ

વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલીક ચીજવસ્તુઓ ઘરમાં એવી હોય છે જે તમારી જાણબહાર તમને નુકસાન કરે છે.   તેમજ ઘરમાં દુર્ભાગ્ય અને ગરીબીનો માહોલ છવાયેલો રહે છે. આવી ઘણી વસ્તુઓ ઘરમાં જ પડી હોય છે પરંતુ  આપણને એ ખબર જ  નથી પડતી કે આ વસ્તુઓના કારણે જ વ્યક્તિને નુકસાન થતું હોય છે. તો ચાલો એવી કેટલીક વસ્તો વિશે […]

Lifestyle
3C3F89D700000578 0 image a 46 1484770231129 ઘરમાંથી બહાર ફેંકી દો આ નકારાત્મક વસ્તુઓ અને પછી જુઓ કમાલ

વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલીક ચીજવસ્તુઓ ઘરમાં એવી હોય છે જે તમારી જાણબહાર તમને નુકસાન કરે છે.   તેમજ ઘરમાં દુર્ભાગ્ય અને ગરીબીનો માહોલ છવાયેલો રહે છે. આવી ઘણી વસ્તુઓ ઘરમાં જ પડી હોય છે પરંતુ  આપણને એ ખબર જ  નથી પડતી કે આ વસ્તુઓના કારણે જ વ્યક્તિને નુકસાન થતું હોય છે. તો ચાલો એવી કેટલીક વસ્તો વિશે જાણીએ જે તમારી આસપાસ પડી હોવા છતાં તમને ખબર નથી પડતી કે આ વસ્તુઓના કારણે તમને નુકસાન થાય છે તો આજે એ વસ્તુઓ વિશે જાણી લો અને તેને ઘરમાંથી બહાર કાઢીને હકારાત્મક ઉર્જાને ઘરમાં પ્રવેશ આપો.

સૌથી પહેલા તો તમે ઘરમાં રહેલી દેવી દેવતાની ખંડિત મૂર્તિઓ તેમજ જૂના ફોટાનું શ્રદ્ધાપૂર્વક વિસર્જન કરી નાંખો. કારણ કે આવી મૂર્તિ પૂજાતી નથી હોતી તેથી જો તે એમ જ પડી રહે તો  મૂર્તિની અવહેલના થાય છે.

ઉપરાંત સ્ત્રીઓ જૂન ફાટેલા કપડાંના પોટલા રાખી મૂકે છે. આવા જૂના કપડાં તેમજ ચાદરો વગેરેને કારણે  ઘરમાં નકારાત્મક ઉર્જા ઉતપન્ન થાય છે આવા કપડાનું દાન કરી નાખવું જોઈએ. અથવા તો કોઇને ઉપયોગી થાય તેવી રીતે  આ વસ્ત્રોનો ઉપયોગ કરવો જોઈએ.

ઘરમાં કોઈ પણ બિનજરૂરી તૂટેલી,ફાટેલી કે બિનજરૂરી વસ્તુ ન રાખવી.  તેનાથી ઘરમાં વાસ્તુદોષ ઉભો થાય છે.  અને લક્ષ્મીનું આગમન અવરોધાય છે.

જો તમારા ધાબા પર નકામી વસ્તુઓ રાખતા હોવ તો  તેનો  તુરંત જ નિકાલ કરી નાખો તૂટલા ફ્રીઝ, ખુરશી, લાકડાની વળીઓ ,બંધ ઘડિયાળ જેવી વસ્તુઓ ક્યારેય ધબા પર ન રાખવી. ઘણા લોકો ધાબાને કબાડી ખાનું સમજે છે. અને ઘણી વસ્તુઓનો જમાવડો કરી નાખે છે જે યોગ્ય નથી.

ઘણા લોકો પોતાના ઘરમાં બિનજરૂરી પત્થર, વીંટી ,તાવીજ જેવી વસ્તુઓ રાખી મૂકે છે. અને એ જાણતા નથી કે  કયો નંગ શું ફાયદો કે કેવું નુકસાન કરે છે.  આથી જે વસ્તુઓ વિશે ન જાણતા હો તેને ઘરમાંથી બહાર કાઢો.

ઉપરાંત ઘરમાં તાજમહેલ, ડૂબતી નાવ કે જહાજ, જંગલી જાનવરોના ચિત્ર તેમજ કાંટા હોય તેવા ફૂલછોડ ન રાખવા. તેનાથી મગજ પર નકારાત્મક પ્રભાવ પડે છે અને આવા ચિત્રોને કારણે  જીવનમાં સારી ઘટનાઓ ને નજર લાગે છે.

ઘર કે દુકાનમાં કોઈ તૂટેલી વસ્તુ ન રાખવી. તૂટેલી અલમારી કે કબાટ અને તિજોરી ધનના નુકસાનનું કારણ બને છે. જો ઘરમાં  કરોળિયાના જાળા હોય તો તેને તુરંત સાફ કરી નાખો. ઘરમાં તૂટેલી ખુરશી કે ટેબલ હોય તો તેનું સમારકામ સત્વરે કરાવી લેવું.

બંધ ઘડિયાળ અને બગડેલી ઇલેક્ટટ્રિક વસ્તુઓ ઘરમાં પડી હોય તો તેનો તુરંત નિકાલ કરવો