Rajkot-Heartattack/ સમારકામ કરનારનું જ હૃદય બગડ્યુઃ હાર્ટએટેકથી મોત

ગુજરાતમાં સમારકામ કરનારા યુવાનનું જ હૃદય બગડતા તેનું હાર્ટ એટેકથી નિધન થયું હતું. રાજકોટના ધોરાજીમાં રહેતા મૂળ ઉત્તરપ્રદશના ફતેપુર જિલ્લાના વતની આશુકુમાર દિનેશભાઈ સોનકારનું અચાનક હાર્ટ એટેક આવતા નિધન થયું હતું.

Top Stories Gujarat Rajkot
Rajkot Dhoraji Heartattack સમારકામ કરનારનું જ હૃદય બગડ્યુઃ હાર્ટએટેકથી મોત

રાજકોટઃ ગુજરાતમાં સમારકામ કરનારા યુવાનનું જ હૃદય બગડતા તેનું હાર્ટ એટેકથી નિધન થયું હતું. રાજકોટના ધોરાજીમાં રહેતા મૂળ ઉત્તરપ્રદશના ફતેપુર જિલ્લાના વતની આશુકુમાર દિનેશભાઈ સોનકારનું અચાનક હાર્ટ એટેક આવતા નિધન થયું હતું. આશુકુમાર સોનકારની ઉંમર 28 વર્ષ હતી. આ યુવક ભાદર ડેમના પાટીયાનું સમારકામ કરી રહ્યો હતો અને તે કામ કરતા-કરતા અચાનક જ ઢળી પડ્યો હતો. તેને તાત્કાલિક ધોરાજીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને ડોક્ટરો તેને મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો.

આમ રાજ્યમાં હાર્ટ એટેકથી થતા મોતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. કપડવંજમાં 17 વર્ષના કિશોરનું મોત થયું છે. બીજી બાજુ અમદાવાદમાં હાથીજણ ખાતે ગરબા ગાતા-ગાતા રવિ પંચાલ યુવકને હાર્ટ એટેક આવ્યો હતો અને તેને હોસ્પિટલ લઈ જવાયો ત્યારે તેનુ મોત થયું હતું. હજી બે દિવસ પહેલા જ બાબરા, રાજુલા અને જામનગરમાં હાર્ટએટેકથી ચાર લોકોના મોત થયા હતા.  પહેલા રાજકોટમાં હાર્ટએટેકથી કુલ પાંચ વ્યક્તિઓના મોત નીપજ્યા હતા.

હાર્ટએટેકના વધતા જતા બનાવના લીધે રાજ્યના આરોગ્ય નિષ્ણાતો ચિંતિત થઈ ઉઠ્યા છે. સરકારના આરોગ્ય વિભાગે પણ આ અંગે સઘન ચિંતાની લાગણી વ્યક્ત કરી છે અને આ પ્રકારના દરેક કિસ્સાનો ટ્રેક રાખીને તેના પર ધ્યાન આપવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યું છે.

 

આ પણ વાંચોઃ Kapadvanj-Heart Attack/ કપડવંજમાં ગરબે ઘૂમતા 17 વર્ષીય કિશોરનું હાર્ટએટેકથી મોત

આ પણ વાંચોઃ Gaganyaan/ ISROની મોટી સફળતા, મિશન ગગનયાનનું પ્રથમ ટ્રાયલ સફળ

આ પણ વાંચોઃ Ahmedabad-Heart Attack/ અમદાવાદમાં 28 વર્ષીય યુવાન રવિ પંચાલનું ગરબે ઘૂમતા-ઘૂમતા મોત