New Delhi/ કોરોના સંકટ : રિપબ્લિક દિવસ પર આ વર્ષે નહીં હોય મુખ્ય અતિથિ : સૂત્ર

પ્રજાસત્તાક દિવસે, અગાઉ 8.2 કિ.મી.ની પરેડ હતી. આ વખતે પરેડ ફક્ત 3.3 કિલોમીટરની હશે. અગાઉ દરેક ટીમમાં 144 જવાનો હતા, જ્યારે આ વખતે દરેક ટીમમાં 96 જવાન હશે. બે યાર્ડનું પણ ધ્યાન રાખવામાં આવશે.

Top Stories India
a 66 કોરોના સંકટ : રિપબ્લિક દિવસ પર આ વર્ષે નહીં હોય મુખ્ય અતિથિ : સૂત્ર

કોવિડ 19ની અસર દેશના મોટા ભાગના તહેવારોની સાથે સાથે મોટા આયોજન પર પણ થઈ રહી છે, ત્યારે હવે આ વાયરસની અસર પ્રજાસત્તાક દિનની ઉજવણી પર પણ થવાની છે.

કોરોના વાયરસના કારણે આ વખતે પ્રજાસત્તાક દિનની ઉજવણી પહેલા કરતા સિમ્પલ રીતે કરવામાં આવશે અને લોકો પણ ઓછી સંખ્યામાં ભાગ લેશે. આ વખતે પરેડ લાલ કિલ્લા પર જશે નહીં. પરેડ વિજય ચોકથી રાષ્ટ્રીય સ્ટેડિયમ જશે.

પ્રજાસત્તાક દિવસે, અગાઉ 8.2 કિ.મી.ની પરેડ હતી, પરંતુ આ વખતે પરેડ ફક્ત 3.3 કિલોમીટરની હશે. અગાઉ દરેક ટીમમાં 144 જવાનો હતા, જ્યારે આ વખતે દરેક ટીમમાં 96 જવાન હશે. બે યાર્ડનું પણ ધ્યાન રાખવામાં આવશે.

આ પરેડમાં ભાગ લેનારાઓને પરીક્ષણ બાદ અલગ રાખવામાં આવ્યા છે. તેમના માટે કોવિડ બબલ બનાવવામાં આવ્યો છે.
પરેડમાં દર્શકો પણ ઓછા હશે. અગાઉ એક લાખ પંદર હજાર લોકો પરેડ જોતા હતા. આ વખતે ફક્ત 25,000 લોકોને જ મંજૂરી આપવામાં આવશે. અગાઉ 32000 ટિકિટ વેચાઇ હતી. આ વખતે ફક્ત 7500 ટિકિટ જ વેચવામાં આવશે. આ વખતે પરેડમાં નાના બાળકો નહીં હોય. ફક્ત 15 વર્ષથી ઉપરના લોકો જ ભાગ લઈ શકશે. દર્શકોને પણ માસ્ક લઈને આવવું પડે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો