Not Set/ અમદાવાદઃ પ્રજાસત્તાકના દિવસે ભારત-પાકના વિદ્યાર્થીઓએ કરી skypથી વાત

અમદાવાદઃ ભારત અને પાકિસ્તાનના સંબંધો બોર્ડર પર ભલે ગમેતેવા હોય પણ બંને દેશોના નાગરીકો ખાસ કરીને સમાજસેવા સાથે જોડાયેલા લોકો બંને દેશોના સંબંધોને અલગ રીતે જોઇ રહ્યા છે. અમદાવાદના સદવિચાર પરિવારના વિદ્યાર્થીઓ તેમજ પાકિસ્તાન સ્થિત સરહદના ગાંધીના નામે જાણીતા અબ્દુલ ગફાર ખાનના વિચારોથી પ્રેરિત બચા ખાન મોર્ડન સ્કુલના વિદ્યાર્થીઓએ skyp દ્વારા એક બીજાના દેશોના કલ્ચર […]

Gujarat
Untitled 3 અમદાવાદઃ પ્રજાસત્તાકના દિવસે ભારત-પાકના વિદ્યાર્થીઓએ કરી skypથી વાત

અમદાવાદઃ ભારત અને પાકિસ્તાનના સંબંધો બોર્ડર પર ભલે ગમેતેવા હોય પણ બંને દેશોના નાગરીકો ખાસ કરીને સમાજસેવા સાથે જોડાયેલા લોકો બંને દેશોના સંબંધોને અલગ રીતે જોઇ રહ્યા છે. અમદાવાદના સદવિચાર પરિવારના વિદ્યાર્થીઓ તેમજ પાકિસ્તાન સ્થિત સરહદના ગાંધીના નામે જાણીતા અબ્દુલ ગફાર ખાનના વિચારોથી પ્રેરિત બચા ખાન મોર્ડન સ્કુલના વિદ્યાર્થીઓએ skyp દ્વારા એક બીજાના દેશોના કલ્ચર તહેવાર, સંસ્કૃતિ અન વિચારોનું આદાન પ્રદાન કર્યું હતું.

આ કાર્યક્રમ યોજવા પાછળના હેતું અંગે જણાવતા મિત્તલ પટેલે જણાવ્યું હતું કે, બંને દેશોના વિદ્યાર્થીઓમાં શાંતિ અને ભાઇચારો વધે તે માટે પ્રજાસત્તાકના દિવસે આ કાર્યક્રમનું આયોજન કવારવામાં આવ્યું છે.