Election Result/ 6 રાજ્યોની 7 બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો જાહેર

દેશમાં 6 રાજ્યોની 7 વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે.

Top Stories India Politics
WhatsApp Image 2023 09 08 at 7.34.24 PM 6 રાજ્યોની 7 બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો જાહેર

દેશમાં 6 રાજ્યોની 7 વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણીના પરિણામો લગભગ બહાર થઈ ગયા છે. ત્રિપુરામાં ભાજપને મોટી સફળતા મળી છે, જ્યારે કેરળની પુથુવલ્લી સીટ કોંગ્રેસના ખાતામાં ગઈ છે. ત્રિપુરામાં બોક્સાનગર અને ધાનપુર બંને બેઠકો પર ભાજપના ઉમેદવારોએ જીત મેળવી છે. તફ્ફઝલ હુસૈન બોક્સાનગર બેઠક પરથી અને ધાનપુર બેઠક પર બિંદુ દેબનાથ જીત્યા છે.

5 સપ્ટેમ્બરના રોજ પેટાચૂંટણી માટે મતદાન કરવામાં આવ્યું હતું, જેમાં ત્રિપુરામાં સૌથી વધુ 89% અને બંગાળમાં 75% થી વધુ મતદાન થયું હતું.

ત્રિપુરા

બોક્સાનગર અને ધાનપુર બંને બેઠકો પર ભાજપ અને વિપક્ષી CPI-M વચ્ચે ટક્કર હતી. CPI-M બોક્સાનગરમાં મિઝાન હુસૈન અને ધાનપુરમાં કૌશિક ચંદાને મેદાનમાં ઉતાર્યા હતા. શરૂઆતમાં બંને બેઠકો પર થોડી ટક્કર જોવા મળી હતી. પરંતુ ટૂંક સમયમાં જ પરિણામો ભાજપના ખાતામાં જવા લાગ્યા.

બોક્સનગર વિધાનસભા બેઠક પર બીજેપીના તફ્ફઝલ હુસૈનને 34,146 વોટ મળ્યા, જ્યારે બીજા નંબર પર રહેલા CPI-Mના મિઝાન હુસૈનને માત્ર 3909 વોટ મળ્યા હતાં. આ રીતે તફ્ફઝલ હુસૈને મિઝાનને 30 હજાર 237 મતોથી માત આપી છે. આવું જ કંઈક ધાનપુર વિધાનસભા બેઠક પર પણ જોવા મળ્યું. અહીં બીજેપીના બિંદુ દેબનાથને 30017 વોટ મળ્યા જ્યારે CPI-Mના કૌશિક ચંદા માત્ર 11 હજાર 146 વોટ સુધી જ સીમિત રહ્યા હતા. બીજેપીના બિંદુ દેબનાથે કૌશિક ચંદાને 20 હજાર વોટથી હરાવ્યા છે.

જોકે CPI-Mએ ત્રિપુરામાં મત ગણતરીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. પાર્ટીએ બંને મતવિસ્તારોમાં મતદાન દરમિયાન મોટા પાયે ગેરરીતિનો આરોપ લગાવ્યો છે. આ સીટ ત્રિપુરાની બોક્સાનગર વિધાનસભા સીટના CPI-M ધારાસભ્ય શમશુલ હકના આકસ્મિક નિધનને કારણે ખાલી થઈ હતી. સાથે ધાનપુરથી કેન્દ્રીય મંત્રી પ્રતિમા ભૌમિકે આ બેઠક પરથી ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. જે બાદ આ બે બેઠકો પર પેટાચૂંટણી કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

કેરળમાં કોંગ્રેસની જીત

કેરળમાં મુખ્ય મુકાબલો કોંગ્રેસ અને કોમ્યુનિસ્ટ પાર્ટી (માર્કસવાદી) વચ્ચે હતો, પરંતુ કોંગ્રેસનો વિજય થયો હતો. INC ઉમેદવાર ચાંડી ઓમને CPI(M)ના જેક થોમસને 36667 મતોથી હરાવ્યા. ઓમનને કુલ 78,649 વોટ મળ્યા, જ્યારે થોમસને 41,982 વોટ મળ્યા છે.

પશ્ચિમ બંગાળમાં TMCની જીત

પશ્ચિમ બંગાળની ધૂપગુરી વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીના અંતિમ પરિણામ આવી ગયા છે. ધૂપગુરી બેઠક પરથી તૃણમૂલ કોંગ્રેસના નિર્મલ ચંદ્ર રોય જીત્યા છે. રોયને કુલ 97,613 વોટ મળ્યા છે. જ્યારે ભાજપની તાપસી રોય 4,309 મતોના માર્જિનથી હારી છે. CPI(M)ને 13,758 વોટ મળ્યા છે.

વોટ શેરની વાત કરીએ તો ટીએમસીને 46% વોટ મળ્યા, બીજેપીને 44% વોટ મળ્યા અને CPI(M) ને લગભગ 7% વોટ મળ્યા છે.

ઝારખંડમાં JMMની જીત

ઝારખંડ મુક્તિ મોરચા (JMM)ની બેબી દેવીએ ઝારખંડની ડુમરી વિધાનસભા બેઠક પરથી જીત મેળવી છે. બેબી દેવીને કુલ 1,00317 વોટ મળ્યા છે, જ્યારે ઓલ ઝારખંડ સ્ટુડન્ટ્સ યુનિયન પાર્ટી 17 હજાર મતોથી હારી ગઈ હતી. વોટ ટકાવારીની વાત કરીએ તો, JMMની બેબી દેવીને લગભગ 52 ટકા વોટ મળ્યા અને ઓલ ઝારખંડ સ્ટુડન્ટ્સ યુનિયન પાર્ટીના યશોદા દેવીને લગભગ 43 ટકા વોટ મળ્યા.

ઉત્તરાખંડમાં ભાજપે 2,405 મતોથી જીત મેળવી છે

ઉત્તરાખંડની બાગેશ્વર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. ભાજપના ઉમેદવાર પાર્વતી દાસને કુલ 33,247 વોટ મળ્યા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર બસંત કુમાર 2,405 મતોના માર્જિનથી હારી ગયા છે. બસંત કુમારને કુલ 30,842 વોટ મળ્યા છે.

વોટ ટકાવારીની વાત કરીએ તો બાગેશ્વર પેટાચૂંટણીમાં ભાજપને 49.5 ટકા વોટ મળ્યા છે. બીજી તરફ કોંગ્રેસને લગભગ 46 ટકા વોટ મળ્યા છે. સાથે જ અન્ય ત્રણ ઉમેદવારોને હજાર મત પણ મળ્યા ન હતા. કુલ 1,257 લોકોએ NOTA બટન દબાવ્યું.

તમને જણાવી દઈએ કે પુષ્કર સિંહ ધામીની કેબિનેટમાં પરિવહન મંત્રી તરીકે ફરજ બજાવતા બીજેપી ધારાસભ્ય ચંદન રામ દાસનું આ વર્ષે એપ્રિલમાં બીમારીના કારણે અવસાન થયું હતું, ત્યારબાદ આ સીટ પર પેટાચૂંટણી થઈ હતી.

યુપીની ઘોસી બેઠ SPની જીત

અહીં સમાજવાદી પાર્ટી (SP)ના સુધાકર સિંહ I.N.D.I.A ગઠબંધન તરફથી જીત્યા છે. સુધાકરે ભાજપના દારા સિંહને 42672 મતોથી હરાવ્યા છે. જીતને લઈને સપા નેતા શિવપાલ યાદવે ટ્વીટ કર્યું છે કે, સમાજવાદી પાર્ટી ઝિંદાબાદ, અખિલેશ યાદવ ઝિંદાબાદ. જુલાઈમાં દારા સિંહ ચૌહાણે સમાજવાદી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું અને ભાજપમાં જોડાયા. ત્યારથી ઘોસી બેઠક ખાલી હતી.

આ પણ વાંચો: G-20 સમિટ/ બ્રિટિશ પીએમ ઋષિ સુનકનું ‘જય સિયારામ’ સાથે ભારતમાં વેલકમ, પત્ની અક્ષતાનો જોવા મળ્યો અલગ અંદાજ

આ પણ વાંચો: Mali Attack/ આફ્રિકન દેશ માલીમાં સૌથી મોટો આતંકી હુમલો: 15 સૈનિકો સહિત 64 લોકોના મોત

આ પણ વાંચો: Rahul Gandhi/ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને G-20ના ડિનર માટે આમંત્રણ ન આપવા પર રાહુલ ગાંધી નારાજ