New CDS/ બિપિત રાવતના નિધન બાદ દેશના બીજા CDS બનશે અનિલ ચૌહાણ

નોંધનીય છે કે ગયા વર્ષે 8 ડિસેમ્બરે સીડીએસ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા રાવત અને 12 અન્ય સેનાના જવાનો સુલુર એરબેઝથી વેલિંગ્ટન એરબેઝ…

Top Stories India
Lt Gen Anil Chauhan

Lt Gen Anil Chauhan: ભારત સરકારે આગામી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) તરીકે લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણની નિમણૂક કરી છે. ગયા વર્ષે હેલિકોપ્ટર દુર્ઘટનામાં જનરલ બિપિન રાવતના મૃત્યુ બાદથી આ પદ ખાલી હતું. જે બાદ હવે લગભગ 10 મહિના બાદ સરકારે આગામી સીડીએસની નિમણૂક કરી છે. રાવત દેશના પહેલા સીડીએસ હતા. સંરક્ષણ મંત્રાલય દ્વારા બુધવારે જારી કરાયેલા આદેશમાં જણાવાયું છે કે ભારત સરકારે લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણ (નિવૃત્ત) ને આગામી ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ ભારત સરકારમાં લશ્કરી બાબતોના વિભાગના સચિવ તરીકે પણ કામ કરશે.

નોંધનીય છે કે ગયા વર્ષે 8 ડિસેમ્બરે સીડીએસ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા રાવત અને 12 અન્ય સેનાના જવાનો સુલુર એરબેઝથી વેલિંગ્ટન એરબેઝ માટે હેલિકોપ્ટરમાં સવાર થયા હતા. હેલિકોપ્ટર તેના ગંતવ્ય સ્થાને પહોંચ્યું તેની થોડી મિનિટો પહેલાં, સુલુર એરબેઝ કંટ્રોલ રૂમનો હેલિકોપ્ટર સાથેનો સંપર્ક તૂટી ગયો અને પ્લેન ક્રેશ થયું હતું. દુર્ઘટના પહેલા સ્થાનિકો દ્વારા કેદ કરવામાં આવેલા હેલિકોપ્ટરના દ્રશ્યો દર્શાવે છે કે હેલિકોપ્ટર ઓછી ઉંચાઈ પર ઉડી રહ્યું હતું. દુર્ઘટનામાં માર્યા ગયેલા અન્ય 13 લોકોમાં બ્રિગેડિયર એલએસ લિડર, બિપિન રાવતના સંરક્ષણ સલાહકાર, લેફ્ટનન્ટ કર્નલ હરજિન્દર સિંઘ, ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફના સ્ટાફ ઓફિસર અને પાયલટ ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: new virus / રશિયાની ગુફાઓમાં મળી આવ્યો કોરોના કરતાં પણ ખતરનાક વાયરસ, વેક્સિન પણ બેઅસર

આ પણ વાંચો: Toyathon / નકામી સામગ્રીમાંથી રમકડા બનાવવાની સ્પર્ધા, મંત્રાલયે ‘સ્વચ્છ ટોયકેથોન’ની કરી શરૂઆત

આ પણ વાંચો: Navratri / ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ કિસ્સો, પગમાં કાંકરા વાગવાના કારણે ગરબા આયોજકને કોર્ટમાં જવું પડ્યું