Not Set/ 3 વર્ષની સજાની જોગવાઇવાળું ત્રિપલ તલાક બિલ આજે સસંદમાં રજુ થયું

  દિલ્હી ત્રિપલ તલાક અંગેનું બહુ ચર્ચાસ્પદ બિલ આજે સસંદમાં રજુ થયું હતું. કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ મુસ્લિમ મહિલા લગ્ન અધિકાર સરંક્ષણ બિલને સસંદમાં રજુ કર્યું હતું.કેન્દ્ર સરકારે ત્રિપલ તલાક આપનારને સજા મળે તેવો કાયદો આજે સસંદમાં લાવ્યો હતો અને પીએમ મોદીએ દરેક પક્ષોને આ બિલ પસાર કરવા માટે અપીલ કરી હતી.દેશભરમાં ભારે ઉત્તેજના જગાડનાર […]

Top Stories
talaq 1 3 વર્ષની સજાની જોગવાઇવાળું ત્રિપલ તલાક બિલ આજે સસંદમાં રજુ થયું

 

દિલ્હી

ત્રિપલ તલાક અંગેનું બહુ ચર્ચાસ્પદ બિલ આજે સસંદમાં રજુ થયું હતું. કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ મુસ્લિમ મહિલા લગ્ન અધિકાર સરંક્ષણ બિલને સસંદમાં રજુ કર્યું હતું.કેન્દ્ર સરકારે ત્રિપલ તલાક આપનારને સજા મળે તેવો કાયદો આજે સસંદમાં લાવ્યો હતો અને પીએમ મોદીએ દરેક પક્ષોને આ બિલ પસાર કરવા માટે અપીલ કરી હતી.દેશભરમાં ભારે ઉત્તેજના જગાડનાર ત્રિપલ તલાક બિલ મામલે ગુરૂવારે ભાજપ સસંદીય દળની ખાસ મીટીંગ મળી હતી જેમાં પીએમ મોદી અને ગૃહમંત્રી રાજનાથ સિંહ સામેલ થયા હતા.

આ બિલનો મુસ્લિમ સાંસદ અને AIMSના વડા અસિદુદ્દીન ઔવેસીએ વિરોધ કર્યો છે, આ ઉપરાંત બીજુ પટનાયકની પાર્ટી બીજુ જનતાદળે પણ તેની સામે વિરોધ નોંધોવ્યો છે.બીજુ જનતા દળના એમ પી ભત્રુહારી મહતાબે સસંદમાં બોલતા જણાવ્યું કે આ બિલમાં અનેક વિરોધાભાસો છે.

આ બિલ રજુ કરતાં કાયદામંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે આ કાયદો કોઇ ધર્મ માટે નહીં પરંતું મહિલાઓને ન્યાય મળે અને તેમના હક્કનું રક્ષણ થાય તે માટે છે.

આ બિલમાં ત્રિપલ તલાક આપનારે કડક સજા કરવાની જોગવાઇ છે ત્યારે મુસ્લિમ સંગઠનો આ બિલને મહિલા વિરોધી ગણાવી રહ્યાં છે.ઓલ ઇન્ડિયા મુસ્લીમ પર્સનલ બોર્ડ આ પ્રસ્તાવિત બિલનો વિરોધ કરે છે તો મુસ્લીમ મહિલા પર્સનલ બોર્ડ પણ આ કાયદાને કુરાન વિરોધી માને છે.

મુસ્લીમ સંગઠનો સિવાય કોંગ્રેસ,લેફ્ટ,બીજેડી અને બીજા વિપક્ષો પણ આ બિલમાં સજાની જોગવાઇનો વિરોધ કરી રહ્યાં છે.તિણુમુલ કોંગ્રેસ પાર્ટી તો ત્રિપલ તલાક પર લાગેલા પ્રતિબંધનો જ વિરોધ કરે છે,તો બીજા પક્ષો માત્ર સજાની જોગવાઇનો વિરોધ કરી રહ્યાં છે.સીપીએમને આ બિલને કેન્દ્રની સસંદીય કમિટી સમક્ષ રજુ કરવા પણ માંગ કરી છે.

આ અગાઉ સુપ્રિમ કોર્ટે એક સાથે અપાતા ત્રિપલ તલાક(તલાક એ બિદ્દત)ને અમાન્ય અને ગેરબંધારણીય જાહેર કરીને તેના પર કાયદો બનાવવા કેન્દ્ર સરકારને આદેશો કર્યા હતા.

આ બિલ કાયદો બનશે તે બાદથી કોઈપણ મુસ્લિમ પતિ જો પોતાની પત્નીને ત્રણ તલાક આપશે તો તે ગેરકાયદેસર હશે.આવા તલાક વોટ્સ એપ પર, ઇ-મેલ પર કે પત્ર દ્રારા ગેરમાન્ય ગણાશે.આ કાયદા અંતર્ગત તે પછી કોઈપણ સ્વરૂપે એટલે મૌખિક,લેખિત કે મેસેજ કરીને અપાયેલો તલાક હોય તે ગેરકાયદેસર જ ગણાશે.જે કોઈપણ એક સાથે ત્રિપલ તલાક આપશે તેને ત્રણ વર્ષની સજા અને દંડ થઈ શકે છે. એક સાથે અપાયેલા ત્રણ તલાક બિન જામીનપાત્ર અને કોગ્નિઝેબલ ગુનો ગણાશે, જેમાં મેજિસ્ટ્રેટ નક્કિ કરશે કે કેટલો દંડ હોય શકે છે.