પંતની રેન્કિંગમાં પાંચ સ્થાનનો સુધારો થયો છે અને તે તેની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ પાંચમી રેન્કિંગ સુધી પહોંચવાની ખૂબ નજીક છે. પંત જુલાઈ 2022માં પાંચમા સ્થાને પહોંચી ગયો હતો. તે જ સમયે, ડેરિલ મિશેલ (Daril Mitchel) ટેસ્ટ બેટ્સમેનોમાં આઠ સ્થાનનો સુધારો કરીને સાતમા સ્થાને છે. ટોપ 10માં પંત ઉપરાંત ભારતનો યશસ્વી જયસ્વાલ (Yashshwi Jaiswal)છે, જે ચોથા સ્થાને યથાવત છે. મિશેલ ઉપરાંત ટોપ 10માં ન્યુઝીલેન્ડનો કેન વિલિયમસન (Kane Williamson) છે જે બીજા સ્થાને યથાવત છે. ઈંગ્લેન્ડનો જો રૂટ (Joe Root) પ્રથમ સ્થાને છે. આ સાથે જ ઈંગ્લેન્ડનો હેરી બ્રુક ત્રીજા સ્થાને છે. ઓસ્ટ્રેલિયાનો સ્ટીવ સ્મિથ પાંચમા સ્થાને છે. ભારતના શુભમન ગિલ (Shubhman Gill) પણ ચાર સ્થાનનો ફાયદો ઉઠાવીને 16મા સ્થાને પહોંચી ગયો છે. ગિલે ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 90 રન બનાવ્યા હતા.

કોહલી અને રોહિતની રેન્કિંગમાં ઘટાડો
ભારત-ન્યૂઝીલેન્ડ શ્રેણીમાં પ્લેયર ઓફ ધ સિરીઝ બનેલા વિલ યંગે (Will Young) 29 સ્થાનની છલાંગ લગાવીને 44મા સ્થાને પહોંચી ગયો છે. વર્તમાન ફેવ-ફોરમાંથી માત્ર વિરાટ કોહલી (Virat Kohli) જ ટોપ 10 અથવા ટોપ 20માંથી બહાર છે. રૂટ, વિલિયમસન અને સ્મિથ ટોચના પાંચ બેટ્સમેનોમાં છે. કોહલીએ ત્રણ ટેસ્ટ મેચમાં માત્ર 93 રન જ બનાવ્યા હતા અને તેને હારનો સામનો કરવો પડ્યો હતો. તે ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં આઠ સ્થાન નીચે 22મા સ્થાને છે. સ્ટ સિરીઝની સમાપ્તિની સાથે જ ICCએ નવી રેન્કિંગ પણ જાહેર કરી છે, જેમાં વિરાટ કોહલીના ખરાબ તબક્કાનું સત્ય સામે આવ્યું છે. તેમાં કોઈ શંકા નથી કે વિરાટ કોહલી વિશ્વના મહાન બેટ્સમેનોમાંનો એક છે. તેના માટે ફોર્મમાં પરત આવવું કોઈ મોટી વાત નથી. તે એક કે બે સારી ઇનિંગ્સ સાથે પોતાની લયમાં પરત ફરી શકે છે, પરંતુ તાજેતરના સમયમાં વિરાટ કોહલીએ મેદાન પર રન બનાવવા માટે ઘણો સંઘર્ષ કર્યો છે. આ જ કારણ છે કે વિરાટ કોહલી તાજેતરની ICC ટેસ્ટ રેન્કિંગમાં 22માં સ્થાને આવી ગયો છે. 10 વર્ષ પછી વિરાટે આ ખરાબ તબક્કો જોયો વિરાટ કોહલી છેલ્લા એક દાયકાથી વિશ્વ ક્રિકેટ પર રાજ કરી રહ્યો છે. સૌથી શક્તિશાળી બોલર પણ વિરાટની સામે પરસેવો પાડતો જોવા મળ્યો છે, પરંતુ કહેવાય છે કે ખરાબ સમય દરેક પર આવે છે. આવું જ કંઈક વિરાટ કોહલી સાથે થઈ રહ્યું છે. વિરાટ કોહલી છેલ્લે 2014માં રેન્કિંગના ટોપ-20માંથી બહાર હતો. વર્ષ 2014માં જ્યારે વિરાટ કોહલીનું બેટ શાંત હતું ત્યારે રેન્કિંગમાં વિરાટ કોહલીની આ હાલત હતી. કોહલી ઉપરાંત રોહિત શર્મા (Rohit Sharma) પણ બેટથી નિષ્ફળ રહ્યો હતો અને તેના કારણે ટીમ ઈન્ડિયાનો ન્યૂઝીલેન્ડ સામે ક્લીન સ્વીપ થયો હતો. રોહિત પણ બે સ્થાન ગુમાવીને 26મા રેન્ક પર પહોંચી ગયો છે.
જાડેજા અને સુંદરને બોલરોમાં ફાયદો
બોલરોમાં રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ને ત્રીજી ટેસ્ટમાં બંને દાવમાં પાંચ-પાંચ વિકેટ લેવાનો ફાયદો છે. તે બે સ્થાન ઉપર ચઢીને છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે. ટેસ્ટ બોલરોમાં વોશિંગ્ટન સુંદર (Washington Sundar) પણ સાત સ્થાન આગળ વધીને 46મા સ્થાને પહોંચી ગયો છે. ન્યુઝીલેન્ડના સ્પિન બોલરોને પણ ફાયદો થયો છે. એજાઝ પટેલ 12 સ્થાન આગળ વધીને 22મા સ્થાને જ્યારે ઈશ સોઢી ત્રણ સ્થાન આગળ વધીને 70મા સ્થાને પહોંચી ગયો છે. આ દરમિયાન દક્ષિણ આફ્રિકાનો સ્પિનર કેશવ મહારાજ ચાર સ્થાનની છલાંગ લગાવીને 19માં સ્થાને પહોંચી ગયો છે. તેણે બાંગ્લાદેશ સામે તાજેતરમાં રમાયેલી શ્રેણીમાં 13 વિકેટ ઝડપી હતી અને તેની ટીમને શ્રેણી જીતવામાં મદદ કરી હતી.
આ ખેલાડીઓને ODI રેન્કિંગમાં પણ ફાયદો
લેટેસ્ટ ODI રેન્કિંગમાં પણ હેરાફેરી જોવા મળી છે. વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન શાઈ હોપ ઈંગ્લેન્ડ સામેની બીજી ODIમાં તેની 17મી ODI સદી ફટકારીને ODI બેટ્સમેનોની રેન્કિંગમાં પાંચ સ્થાન આગળ વધીને 12મા સ્થાને પહોંચી ગયો છે. ઈંગ્લેન્ડનો લિયામ લિવિંગસ્ટોન 32 સ્થાનના ફાયદા સાથે 58માં સ્થાને છે. ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી અને મિચેલ સ્ટાર્કે ODI બોલરોની રેન્કિંગમાં સારી છલાંગ લગાવી છે. શાહીન ત્રણ સ્થાન આગળ વધીને ચોથા સ્થાને જ્યારે સ્ટાર્ક ચાર સ્થાન આગળ વધીને 14મા સ્થાને છે.
