Cricket/ શ્રેયસ ઐયરનાં ઈજાગ્રસ્ત થયા બાદ રિષભ પંત દિલ્હી કેપિટલ્સ ટીમની સંભાળશે કમાન

આઈપીએલની નવી સિઝન 9 એપ્રિલથી શરૂ થવા જઇ રહી છે. ત્યારે આઈપીએલની દરેક ટીમ પૂરી તૈયારી કરી રહી છે.

Sports
asd 26 શ્રેયસ ઐયરનાં ઈજાગ્રસ્ત થયા બાદ રિષભ પંત દિલ્હી કેપિટલ્સ ટીમની સંભાળશે કમાન

આઈપીએલની નવી સિઝન 9 એપ્રિલથી શરૂ થવા જઇ રહી છે. ત્યારે આઈપીએલની દરેક ટીમ પૂરી તૈયારી કરી રહી છે. જો કે આ વચ્ચે ઘણા એવા સમાચાર પણ છે કે જે ફેન્સને અને ખાસ કરીને આઈપીએલની ટીમ દિલ્હી કેપિટલ્સને ઝટકો આપશે.

Cricket / શ્રીલંકાનાં થિસારા પરેરાએ રચ્યો ઈતિહાસ, 6 બોલમાં 6 સિક્સર ફટકારનારો પ્રથમ બેટ્સમેન

આપને જણાવી દઇએ કે, ઈજાગ્રસ્ત શ્રેયસ ઐયરની જગ્યાએ હવે દિલ્હી કેપિટલ્સની ટીમ આ વર્ષે રિષભ પંતની કેપ્ટનશીપમાં રમશે. દિલ્હીની ફ્રેન્ચાઇઝીએ પંતનાં નામની ઘોષણા કરી દીધી છે. આઈપીએલ 2021 ની પહેલી મેચ 9 એપ્રિલે મુંબઈ ઈન્ડિયન્સ અને આરસીબી વચ્ચે રમાશે. આપને જણાવી દઈએ કે, શ્રેયસ ઐયર ઈંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો, જેના કારણે તેને આઈપીએલની 14 મી સિઝનમાંથી બહાર થવું પડ્યું હતું. શ્રેયસ ઐયર ઈંગ્લેન્ડ સામેની પ્રથમ વનડે મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો, ત્યારબાદ તેને વનડે સિરીઝમાંથી પણ બહાર કરી દેવામાં આવ્યો હતો. ગત વર્ષે શ્રેયસની કેપ્ટનશીપ હેઠળ દિલ્હીની ટીમ ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી હતી.

Cricket / IPL માં હવે 20 ઓવર ફેંકવાને લઇને બન્યો નવો નિયમ

આઈપીએલ 2021 માં હવે દિલ્હીની ટીમ પંતની કેપ્ટનશીપમાં પોતાની યાત્રા શરૂ કરશે. સોશિયલ મીડિયા પર કેપ્ટનશીપની ઘોષણા કરતા દિલ્હી કેપિટલ્સે લખ્યું કે, ‘રિષભ પંત આઈપીએલ 2021 માં આપણા કેપ્ટન રહેશે. આઈપીએલમાં પંત દિલ્હી કેપિટલ્સ માટે શાનદાર પરફોર્મર રહ્યો છે. તાજેતરનાં સમયમાં પણ પંતે તેની બેટિંગથી કમાલ કરી બતાવ્યો હતો અને ભારતને રોમાંચક મેચ જીતવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે. આવી સ્થિતિમાં પંતનો કરિશ્મા આઈપીએલમાં કેપ્ટન તરીકે જોવા મળી શકે છે. દિલ્હીની ટીમ આઈપીએલ 2021 ની પ્રથમ મેચ ચેન્નઈ સુપર કિંગ્સ સાથે રમવા જઈ રહી છે. 10 એપ્રિલે દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ સુપરકિંગ્સ (સીએસકે) ની ટીમ સામ-સામે હશે. ચાહકોને ક્રિકેટનાં મેદાન પર ધોની vs પંતનો રસપ્રદ મુકાબલો જોવા મળવાનો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ