Britain/ PM બન્યા બાદ ઋષિ સુનકની લોકપ્રિયતા વધી, જાણો કેમ વધ્યો આટલો ભરોસો

અહેવાલ મુજબ, સર્વેક્ષણમાં ભાગ લેનાર લગભગ 47 ટકા ઉત્તરદાતાઓ કહે છે કે તેઓ ઋષિ સુનકને પસંદ કરે છે, જ્યારે પાંચમાંથી બે એટલે રે 41 ટકાએ કહ્યું કે તેઓ સુનકને પસંદ નથી કરતા…

Top Stories World
Rishi Sunak Popularity

Rishi Sunak Popularity: બ્રિટનના પ્રથમ ભારતીય મૂળના વડા પ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યાના એક મહિના બાદ ઋષિ સુનકની લોકપ્રિયતા યુકેના મતદારોમાં વધી છે. તાજેતરમાં હાથ ધરાયેલા મતદાન મુજબ મતદારોમાં સુનાકની લોકપ્રિયતા તેમની સત્તાધારી કન્ઝર્વેટિવ પાર્ટી કરતા વધુ વધી છે. ઋષિ સુનક એવા સમયે ચાર્જ સંભાળ્યો છે જ્યારે કોવિડ રોગચાળા અને રશિયા-યુક્રેન યુદ્ધને કારણે જીવન ખર્ચમાં વધારો થયો છે, જ્યારે અર્થવ્યવસ્થા પર પણ પ્રતિકૂળ અસર થઈ છે. ‘ઇપ્સોસ પોલિટિકલ મોનિટર’ના નવેમ્બરના અંકમાં પ્રકાશિત અહેવાલ મુજબ આ સર્વે આ મહિનાની શરૂઆતમાં કરવામાં આવ્યો હતો.

સર્વે અનુસાર, વડાપ્રધાન બન્યા બાદ સુનકની લોકપ્રિયતામાં વધારો થયો હતો અને તેણે વિપક્ષી લેબર પાર્ટીના નેતા કીર સ્ટારમરને પાછળ છોડી દીધા હતા. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે એવું લાગે છે કે મોંઘવારી પર નિયંત્રણ માટે યુદ્ધના ધોરણે કામ કરવાના તેમના સંદેશે લોકોમાં તેમના નેતૃત્વમાં વિશ્વાસ જગાડ્યો છે. જોકે, ઓપિનિયન પોલમાં એવું પણ જાણવા મળ્યું હતું કે કન્ઝર્વેટિવ પાર્ટીને પસંદ કરનારા લોકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જ્યારે લેબર પાર્ટીને પસંદ કરનારા લોકોનું પ્રમાણ થોડું વધ્યું છે.

અહેવાલ મુજબ, સર્વેક્ષણમાં ભાગ લેનાર લગભગ 47 ટકા ઉત્તરદાતાઓ કહે છે કે તેઓ ઋષિ સુનકને પસંદ કરે છે, જ્યારે પાંચમાંથી બે એટલે રે 41 ટકાએ કહ્યું કે તેઓ સુનકને પસંદ નથી કરતા. આનો અર્થ એ છે કે સુનક આ વર્ષની શરૂઆતમાં બોરિસ જોન્સનની લોકપ્રિયતામાં આગળ છે. સર્વે અનુસાર ચારમાંથી માત્ર એક એટલે કે 26 ટકા સહભાગીઓએ કહ્યું કે તેઓ કન્ઝર્વેટિવ પાર્ટીને પસંદ કરે છે. જૂન 2007 પછી આ તેમનું સૌથી નીચું રેટિંગ છે, જ્યારે તત્કાલીન વડા પ્રધાન ડેવિડ કેમરન હેઠળ પાર્ટીને 29 ટકા દ્વારા પસંદ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Nitin Gadkari/15 વર્ષ જૂના વાહનો પર ગડકરીનું કડક વલણ, રજિસ્ટ્રેશન કરવામાં