Not Set/ RMC દ્વારા કોરોના મૃત્યુ આંક જાહેર કરવાનો બંધ, કોંગ્રેસ MLA કગથરીયાએ કર્યા આવા આક્ષેપો…

રાજકોટ મહાનગર પાલિકા દ્વારા રોજ પ્રકાશીત કરવામાં આવતા કોરોના અંગેના સમચારમાં પાછલા થોડા દિવસથી રાજકોટમાં કોરોનાનાં કારણે થનારા મોતની વિગતો જાહેર કરવાનું RMC દ્વારા બંધ કરી દેવામાં આવ્યુ હોવાની વિગતો વિદિત છે. કોરોનાનાં મૃત્યુ આંકો આપવાનું બંધ કરવા પાછળનું કારણે અગાઉ ગુજરાત સરકાર અને RMC દ્વારા રાજકોટનાં કોરોનાનાં આંકડા અંગે વિસંગતતા સામે આવી હતી તે માનવામાં આવી રહ્યું […]

Gujarat Rajkot
d412d618d9c449ba663d5a5a57930d49 3 RMC દ્વારા કોરોના મૃત્યુ આંક જાહેર કરવાનો બંધ, કોંગ્રેસ MLA કગથરીયાએ કર્યા આવા આક્ષેપો...

રાજકોટ મહાનગર પાલિકા દ્વારા રોજ પ્રકાશીત કરવામાં આવતા કોરોના અંગેના સમચારમાં પાછલા થોડા દિવસથી રાજકોટમાં કોરોનાનાં કારણે થનારા મોતની વિગતો જાહેર કરવાનું RMC દ્વારા બંધ કરી દેવામાં આવ્યુ હોવાની વિગતો વિદિત છે. કોરોનાનાં મૃત્યુ આંકો આપવાનું બંધ કરવા પાછળનું કારણે અગાઉ ગુજરાત સરકાર અને RMC દ્વારા રાજકોટનાં કોરોનાનાં આંકડા અંગે વિસંગતતા સામે આવી હતી તે માનવામાં આવી રહ્યું છે. કોરોના મામલે સરકાર અને તંત્ર આંકડાની રમત રમી રહ્યાના બોહળા આક્ષેપો પણ થતા રહ્યા છે. ત્યારે RMC કોરોનાના કારણે રાજકોટમાં થતા મોતનો આંકડો જાહેર કરવાનું બંધ કરી દેવામાં આવતા ફરી એક વાર આ મામલો ગરમાયો છે. 

સૌરાષ્ટ્ર કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અને કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરા દ્વારા આ મામલે પ્રેસ સમક્ષ રાજ્ય સરકાર અને રાજકોટ તંત્ર પર આકરા પ્રહારો અને આક્ષેપો કરવામાં આવ્યા હતા. કોરોનામાં મોતના આંકડા છુપાવવા મામલે કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરા દ્વારા આયોજીત પ્રેસ કોન્ફરન્સમાં મનપા અને જી.આરોગ્ય વિભાગની પ્રેસ નોટમાંથી મોતનાં આંકડા ગાયબ કરવામાં આવે છે તેવા આક્ષેપો કરતા કગથરા દ્વારા સરકારને નિશાન બનાવવામાં આવી રહી છે. 

ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમાં કોરોનાનો રાફડો ફાટયો છે. રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં 319 પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યા છે. જ્યારે જિલ્લામાં અત્યાર સુધી 251 કોરોનાનાં કેસ નોંધાતા શહેર અને જિલ્લામાં કુલ 570 કોરોના કેસ નોંધાયા છે. સાથે સાથે જિલ્લા અને શહેરમાં કોરોનાથી કુલ 26 લોકોના મોત નીપજ્યાનું વિદિત છે. કોરોનાનાં વઘતા કહેરનાં કારણે શહેર અને જિલ્લામાં આરોગ્ય તંત્ર મુંઝાયું હોવાનું પણ આક્ષેપીત છે. કોરોનાને કાબુમાં કેવી રીતે લેવું એ એક મોટો પ્રશ્ન, પરંતુ શું આંકડા છુપાવવાથી કોરોના કાબુમાં આવશે? તે પણ એક સણસણ તો પ્રશ્ન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews

ધ્રુવ