Not Set/ રાજકોટ/ વેરા વસુલાત માટે RMCની ઝુંબેશ, 200થી વધુ મિલકતો સીલ

18 વોર્ડમાં 36 ટીમોની વેરો વસુલવા ઉતરી આજે 200થી વધુ મિલકતો સીલ ચાલુ વર્ષે 260 કરોડનો વેરા વસુલાતનો છે લક્ષ્યાંક કાલાવડ રોડ પર બિગ બઝારને કરવામાં આવી સીલ રાજકોટ મહાનગર પાલિકા દ્વારા બાકી વેરા વસુલવા માટે ઝુંબેશ શરુ કરવામાં આવી છે. જેમાં મિલકત વેરાને લઇ મહાનગરપાલિકાના કમિશનર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના […]

Gujarat Rajkot
HC 2 રાજકોટ/ વેરા વસુલાત માટે RMCની ઝુંબેશ, 200થી વધુ મિલકતો સીલ
  • 18 વોર્ડમાં 36 ટીમોની વેરો વસુલવા ઉતરી
  • આજે 200થી વધુ મિલકતો સીલ
  • ચાલુ વર્ષે 260 કરોડનો વેરા વસુલાતનો છે લક્ષ્યાંક
  • કાલાવડ રોડ પર બિગ બઝારને કરવામાં આવી સીલ

રાજકોટ મહાનગર પાલિકા દ્વારા બાકી વેરા વસુલવા માટે ઝુંબેશ શરુ કરવામાં આવી છે. જેમાં મિલકત વેરાને લઇ મહાનગરપાલિકાના કમિશનર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના કાલાવડ રોડ પર આવેલા બિગ બજાર, પેન્ટાલૂન્સ અને રાધેકૃષ્ણ જ્વેલર્સ સહિત વિવિધ મિલકતોને સીલ કરવામાં આવી છે. કુલ 200 જેટલી મિલકતોને સીલ કરી દેવામાં આવી છે.

તંત્ર દ્વારા જુદા જુદાં 18 વોર્ડમાં 36 ટીમો ઉતારવામાં આવી છે. આ ટીમ દ્વારા જેનો મિલકત વેરો બાકી હોય તેમનો વેરો વસૂલવાની કાર્યવાહી હાથ ધરી છે.  મિલકત સીલ કરવા સાથે તેની હરાજી પણ કરવાની તૈયારી મહાનગરપાલિકાએ કરી લીધી છે. ચાલુ વર્ષે 260 કરોડનો વેરો વસૂલવાનો લક્ષ્યાંક વેરા વસુલાત શાખાએ નક્કી કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન