Robbery/ ભગવાનના ધામ એવા અલખધામમાં ઘુસ્યા લુંટેરા, અને સેવક ઉપર જીવલેણ હુમલો કરી….

ભગવાનના ધામ એવા અલખધામમાં ઘુસ્યા લુંટેરા, અને સેવક ઉપર જીવલેણ હુમલો કરી….

Top Stories Gujarat Others
corona ૧૧૧૧ 32 ભગવાનના ધામ એવા અલખધામમાં ઘુસ્યા લુંટેરા, અને સેવક ઉપર જીવલેણ હુમલો કરી....

@મુકેશ રાજપૂત, સુરત

પલસાણા ના ગંગાધરા ગામ ખાતે આવેલ અલખધામ મંદિર ખાતે ગતરાત્રીના સમયે અજાણ્યા ઇસમોએ સેવકોને બંધક બનાવી એક સેવકને મારમારી ધાડ પાડી હતી અને 50 હજારથી વધુનો મુદામાલ લઈને ભાગી છૂટ્યા હતા. ઘટના સ્થળે પલસાણા પોલીસ તેમજ સુરત ગ્રામ્ય એલ.સી.બી ની ટિમ પહોંચી હતી.

corona ૧૧૧૧ 33 ભગવાનના ધામ એવા અલખધામમાં ઘુસ્યા લુંટેરા, અને સેવક ઉપર જીવલેણ હુમલો કરી....સુરત જિલ્લામાં પલસાણા તાલુકાના ગંગાધરા ગામ ખાતે આવેલ  શ્રી રામદેવપીરજી ના સુપ્રસિદ્ધ અલખધામ મંદિર ખાતે ગતરોજ રાત્રીના 5 થી 7 અજાણ્યા ઈસમો લાકડા તેમજ પાવડા લઈને પાછળના ખેતરાળી વાળા રસ્તા ઉપરથી મંદિરના પ્રાગણમાં પ્રવેશ્યા હતા. લક્ષ્મીચંદબાપુના દેવાલયમાં મુકેલી દાનપેટી તોડી અંદર મુકેલ રોકડા તેમજ ચાંદીનું સત્તર અને સોનાની માળા સહિત બે મોબાઈલ ફોન મળી કુલ 56 હજાર મત્તાની ચોરી કરી ભાગી છૂટ્યા હતા.

સુપ્રીમ કોર્ટ / શું 26 જાન્યુઆરીની ટ્રેક્ટર માર્ચ નીકળશે ? SCએ દિલ્હી પોલીસન…

froud / કાબુલના રહેવાસીએ અહીંથી લીધી LICની પોલીસી, વીમાની રસીદ જોઈને…

બીજી તરફ મંદિરમાં સેવા આપતા સેવક ગણ તેઓને રોકવા જતા ઈસમોએ બે સેવકોને બંધક બનાવ્યા હતા. ઈસમો પાસે રહેલા પાવડા વડે અન્ય એક સેવક ઉપર જીવલેણ હુમલો કરી ઢોર મારમારી લૂંટારુઓ લૂટેલો કુલ 56 હજારની મતાનો મુદામાલ લઈ ભાગી છૂટ્યા હતા.  જે બનાવમાં સેવકને મારમારતા લોહીલુહાણ થઈ જતા તેને બારડોલી ખાતે હોસ્પિટલમાં સારવાર અંગે ખસેડવામાં આવ્યો હતો આ સમગ્ર બનાવ પોલીસને જાણ થતાં પલસાણા પોલીસ અને સુરત ગ્રામ્ય એલ.સી.બી ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર તપાસ હાથધરી હતી.

આ સમગ્ર ઘટના અંગે સેવકોએ મંદિરના સંચાલક યોગેશ્વરબાપુને જાણ કરતા યોગેશ્વર બાપુએ મંદિરની બાજુમાં રહેતા સ્થાનિકોને જાણ કરતા સ્થાનિક ગણ મંદિર તરફ દોડતા તમામ લૂંટારુઓ મંદિરના પાછળના ભાગમાં આવેલા ખેતરાળી માર્ગ તરફ ભાગી છૂટ્યા હતા. બનાવ અંગે ગતરાત્રી દરમિયાનથી જ સ્થાનિક પોલીસ તેમજ એલ.સી.બી પોલીસ અને એફએસએલ ની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

સમગ્ર ઘટના મંદિરના પરિષદમાં મુકેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી જે સીસીટીવીના આધારે હાલ પોલીસે આરોપીઓને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…