લૂંટ/ મોરબીમાં ધોળે દહાડે લૂંટની ઘટના બૅંકમાં હપ્તા ભરવા આવેલા રીક્ષા ચાલકને નિશાન બનાવી લૂંટ

મોરબીના પોશ વિસ્તાર રવાપર રોડ ઉપર આજે ધોળે દહાડે રીક્ષામાંથી નાણાની ઉઠાંતરી થયાનો બનાવ સામે આવતા ચકચાર મચી ગઇ છે. જેમાં બૅંકમાં હપ્તા ભરવા આવેલા રીક્ષા ચાલકને નિશાન બનાવનાર એક શકમંદ સીસીટીવીમાં કેદ થયો હતો. આથી હાલ પોલીસે સીસીટીવી ફૂટેજમાં દેખાતા શકમંદની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના […]

Gujarat
Captureg 696x385 1 મોરબીમાં ધોળે દહાડે લૂંટની ઘટના બૅંકમાં હપ્તા ભરવા આવેલા રીક્ષા ચાલકને નિશાન બનાવી લૂંટ

મોરબીના પોશ વિસ્તાર રવાપર રોડ ઉપર આજે ધોળે દહાડે રીક્ષામાંથી નાણાની ઉઠાંતરી થયાનો બનાવ સામે આવતા ચકચાર મચી ગઇ છે. જેમાં બૅંકમાં હપ્તા ભરવા આવેલા રીક્ષા ચાલકને નિશાન બનાવનાર એક શકમંદ સીસીટીવીમાં કેદ થયો હતો. આથી હાલ પોલીસે સીસીટીવી ફૂટેજમાં દેખાતા શકમંદની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના રવાપર રોડ ઉપર આવેલ નાગરિક બૅંકની બાજુની ગલીમાં એક રીક્ષામાંથી પૈસાની ઉઠાંતરી થઈ હોવાની ઘટના સામે આવી છે. જેમાં એક શખ્સ રિક્ષામાંથી પૈસાની ઉઠાંતરી કરતો હોવાની આ આખી ઘટના બાજુના સીસીટીવી કેમરમા કેદ થઈ હતી. એક રીક્ષા ચાલક બૅંકમાં પોતાના હપ્તા ભરવા આજે રીક્ષા લઈને આવ્યો હતો. ત્યારે રિક્ષામાં જે અન્ય જગ્યાએ રૂપિયા આપવાના હતા. તે રીક્ષામાં રાખેલા રૂ.13700 ની રોકડને ઉઠાવી એક શખ્સ રફુચક્કર થઈ ગયો હતો. ત્યારે શકમંદએ આ વિસ્તારમાં અનેક વખત આવી રીતે કસબ અજમાવ્યો હોવાનું બહાર આવ્યું છે.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ શકમંદ શખ્સ આ ભરચકક વિસ્તારમાં જ આંટાફેરા કરીને બૅંક કે અન્ય કામ માટે નાણાં લઈને નીકળેલા લોકોને શિકાર બનાવે છે અને આવી રીતે આ વિસ્તારમાં સાતથી આઠ લોકોના નાણાંની ઉઠાંતરી થઈ હોવાનું જાણવા મળ્યું છે. આથી, હાલ રીક્ષામાંથી નાણાંની ઉઠાંતરીની ઘટનાના સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે શકમંદની અટકાયત કરી કડક પૂછપરછ હાથ ધરી છે.