Not Set/ નઝીર વોરા પર થયેલા ફાયરિંગનો મામલો,પોલીસે આરોપીની કરી ધરપકડ

અમદાવાદ, જુહાપુરાના બિલ્ડર નઝિર વોરા પર થયેલા ફાયરિંગના ચકચારી કિસ્સામાં આરોપીની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. રાજસ્થાનના ગેંગસ્ટર અને શાર્પ શૂટર નરેન્દ્ર પાનેરીની ટ્રાન્સફર વોરન્ટથી ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, બિલ્ડર નઝિર વોરા ઇદના બીજા દિવસે વહેલી પરોઢે નમાજ પઢવા માટે જતા હતા ત્યારે એક કારમાં આવેલા ત્રણ શખ્સોએ તેમના પર ફાયરિંગ કર્યુ હતું. […]

Ahmedabad Gujarat Videos
mantavya 32 નઝીર વોરા પર થયેલા ફાયરિંગનો મામલો,પોલીસે આરોપીની કરી ધરપકડ

અમદાવાદ,

જુહાપુરાના બિલ્ડર નઝિર વોરા પર થયેલા ફાયરિંગના ચકચારી કિસ્સામાં આરોપીની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. રાજસ્થાનના ગેંગસ્ટર અને શાર્પ શૂટર નરેન્દ્ર પાનેરીની ટ્રાન્સફર વોરન્ટથી ધરપકડ કરી છે.

ઉલ્લેખનીય છે કે, બિલ્ડર નઝિર વોરા ઇદના બીજા દિવસે વહેલી પરોઢે નમાજ પઢવા માટે જતા હતા ત્યારે એક કારમાં આવેલા ત્રણ શખ્સોએ તેમના પર ફાયરિંગ કર્યુ હતું. ફાયરિંગની આ ઘટનામાં નઝિર વોરાનો બચાવ થયો હતો.

નઝિર વોરાએ તેના બનેવી લાલા વોરા અને તેની બીજી પત્ની યાસ્મિન શેખે ફાયરિંગ કરાવ્યું હોવાના આરોપ મુક્યા હતા. લાલા વોરાએ નઝિરની હત્યા કરવા માટે ત્રણ અલગ અલગ ગેંગસ્ટરનો સંપર્ક કર્યો હતો.

લાલાએ પહેલા ઇમરાન કુંજડા નામના ગેંગસ્ટરનો સંપર્ક કર્યો હતો. તે રાજસ્થાનથી સંખ્યાબંધ ગુનામાં વોન્ટેડ હતો. ઇમરાન કુંજડા અમદાવાદમાં લાલા વોરા પાસે આવીને રહેતો ત્યારે તેને નઝિર વોરાની હત્યા કરવાની સોપારી આપી હતી.

ઇમરાને નઝિર વોરાની સોપારી લેવા માટેનો ઇનકાર કરી દીધો હતો, એટલે લાલાએ તેના જેલના મિત્ર નરેન્દ્ર પાનેરીને હત્યા કરવા માટેની ૨૦ લાખ રૂપિયાની સોપારી આપી હતી. ઉલ્લેખનીય છે કે, થોડાક સમય પહેલા નરેન્દ્ર પાનેરીની રાજસ્થાનની સ્પેશિયલ ટાસ્ક ફોર્સે ધરપકડ કરીને જેલમાં મોકલી આપ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે ટ્રાન્સફર વોરંટથી નરેન્દ્ર પાનેરીની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી છે.