Ahmedabad/ ક્રાઈમની સીરીયલ જોઈને સગીરે કર્યું બાળકનું અપહરણ, 30 લાખની માંગી ખંડણી

ઝડપથી રૂપિયા કમાવવા માટે એક સગીરે 7 વર્ષનાં બાળકનુ અપહરણ કર્યુ અને માંગી 30 લાખની માંગી ખંડણી હોવાનુ સામે આવી રહ્યુ છે. સગીર આરોપીએ પોતાને બચાવવા માટે તરકટ પણ રચ્યુ…

Ahmedabad Gujarat
one to one ક્રાઈમની સીરીયલ જોઈને સગીરે કર્યું બાળકનું અપહરણ, 30 લાખની માંગી ખંડણી

@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

ઝડપથી રૂપિયા કમાવવા માટે એક સગીરે 7 વર્ષનાં બાળકનુ અપહરણ કર્યુ અને માંગી 30 લાખની માંગી ખંડણી હોવાનુ સામે આવી રહ્યુ છે. સગીર આરોપીએ પોતાને બચાવવા માટે તરકટ પણ રચ્યુ અને પોતાનુ પણ અપહરણ થયુ હોવાની વાત ફેલાવી. જોકે 14 કલાકની મહેનત બાદ આખરે ગ્રામ્ય પોલીસે ગુનાનો ભેદ ઉકેલ્યો અને સગીરની ધરપકડ કરી. નાટકનો પર્દાફાશ થયો, જે અંગે કણભા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ ગ્રામ્યનાં કણભા પાસે આવેલા વહેલાલ ગામમાંથી 7 અને 17 વર્ષનાં બે બાળકોનાં અપહરણનાં સમાચાર મળતા ગ્રામ્ય પોલીસની ઉંઘ હરામ થઈ ગઈ હતી. ગઈકાલે સાંજે 5 વાગ્યાથી આરોપી અને પોલીસ વચ્ચે શરૂ થયેલી શંતાકુકડીનો સવારે 7.30 વાગે અંત આવ્યો.. જેમા પોલીસે 7 વર્ષનાં અપહ્યુત બાળકનો છુટકારો કરાવ્યો અને આરોપી સગીર કે જેનુ અપહરણ થયુ હોવાની વાત ફેલાવવામાં આવી હતી, જેને ઝડપી પાડ્યો. જે અંગે કણભા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અપહરણનાં ઘટનાની વાત કરીએ તો ફરિયાદી અરવિંદ વણજારા વહેલાલ ગામે પરિવાર સાથે વસવાટ કરે છે. જેમનો 7 વર્ષનાં પુત્રનુ ગઈકાલે સાજે 5 વાગે અપહરણ થયુ હતુ. અપહરણકારોએ એવી ઓડીયો ક્લિપ આપી કે 7 વર્ષનાં બાળક અને 17 વર્ષનાં સગીરનુ અપહરણ કરવામાં આવ્યુ છે અને 30 લાખ રોકડા મોકલાવો. આરોપી દર 4-5 કલાક ફોન બંધ કર્યા બાદ ફરિયાદી સાથે વાતચીત કરતો હતો.. જેથી આરોપી અને બાળકો ક્યા છે તેની ભાળ મળતી ન હોતી. બાદમા પોલીસે ટેકનિકલ સર્વેલન્સનાં આધારે તપાસ કરતા ગેરતપુર રેલ્વે લાઈન પાસે આરોપી હોવાની માહિતી મળી જ્યાથી બાળકને છોડાવી અને સગીરને ઝડપી લેવામાં આવ્યો. આખરે 14 કલાકની મહેનત અને 50 પોલીસ કર્મીઓની કામગીરી રંગ લાવી.

અપહરણનાં ગુનામાં આરોપી ભલે 17 વર્ષનો છે પરંતુ તેણે ગુનાને અંજામ આપવા માટે અન્ય વ્યક્તિનુ એક્ટિવા લીધુ. બાદમાં બાળકને સાથે રાખી પોલીસને ગેરમાર્ગે દોરી હતી. સાથે જ બાળકને ધમકી આપી ખોટી માહિતી પરિવાર અને પોલીસ સુધી પહોંચાડી જેમાં 4 આરોપી હોવાનુ અને બેના અપહરણ થયા હોવાની વાત કરી હતી અને આ બધુ આરોપી ટીવી જોઈને શિખ્યો હતો. કારણ કે આરોપીને ઝડપથી રૂપિયા કમાવવા હતા. 17 વર્ષનાં કાયદાનાં સંઘર્ષમાં આવેલા સગીરને ઝડપી પાડ્યા બાદ હવે પોલીસ સગીર વિરુદ્ધમાં પરિપક્વ આરોપીની જેમ કેસ ચવાલશે. જેથી કરી અપહરણ કરી બાળકનો જીવ જોખમમાં મુકનાર આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી થઈ શકે. ત્યારે જોવુ એ રહ્યુ કે સગીરની તપાસ દરમિયાન અન્ય કોઈ ખુલાસો થાય છે કે કેમ.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો